Maharashtra : ઉદ્ધવ ઠાકરેના કાફલા પર હુમલો... Video Viral
- થાણેમાં પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેના કાફલા પર હુમલો થયો
- MNS કાર્યકર્તાઓએ ગાયનું છાણ, ટામેટાં અને બંગડીઓ ફેંકી.
- પોલીસે આ મામલે 20 થી વધુ લોકોની કરી અટકાયત
મહારાષ્ટ્ર (Maharashtra)માંથી મોટા સમાચાર સામે આવ્યા છે. થાણેમાં પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેના કાફલા પર હુમલો થયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો દ્વારા તેમના કાફલા પર ગાયનું છાણ, ટામેટાં, બંગડીઓ અને નારિયેળ ફેંકવામાં આવ્યા હતા. આ કેસમાં 20 થી વધુ લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્ર (Maharashtra)ના બીડ જિલ્લામાં શુક્રવારે શિવસેનાના ઉદ્ધવ જૂથના લોકોએ રાજ ઠાકરેની રેલીમાં સોપારી ફેંકવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ આજે ઉદ્ધવ ઠાકરેના કાફલા પર ગાયનું છાણ અને ટામેટાં ફેંકવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકરો પર ઉદ્ધવના કાફલા પર હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
Uddhav Thackeray's convoy attacked with coconut and cow dung by MNS workers; over 20 held
Read @ANI Story | https://t.co/rd2xlglDTo#UddhavThackeray #MNS #maharastra #convoyattack pic.twitter.com/aIbd1tG0pO
— ANI Digital (@ani_digital) August 10, 2024
શું છે સમગ્ર મામલો?
મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લામાં શનિવારે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્ધવ ઠાકરેએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન સભા સ્થળે અને રસ્તામાં કેટલાક MNS કાર્યકરો દ્વારા તેમના કાફલા પર કથિત રીતે ગાયનું છાણ, ટામેટાં, બંગડીઓ અને નારિયેળ ફેંકવામાં આવ્યા હતા. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ પોલીસે 20 થી વધુ લોકોની અટકાયત કરી છે અને કેસની તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે શનિવારે મહારાષ્ટ્ર (Maharashtra)ના બીડ જિલ્લામાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના લોકોએ રાજ ઠાકરેના કાફલા પર સોપારી ફેંકી હતી. આવી સ્થિતિમાં હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે શું મહારાષ્ટ્ર (Maharashtra)માં ઉદ્ધવ ઠાકરે Vs રાજ ઠાકરેની શરૂઆત થવા જઈ રહી છે? કારણ કે જો આવું થશે તો રાજકારણમાં નવો વિવાદ શરૂ થશે, જેના કારણે જનતાને પણ નુકસાન વેઠવું પડી શકે છે.
महाराष्ट्राचे गृहखाते आणि गृहमंत्री सपशेल अपयशी. @ShivSenaUBT_ @uddhavthackeray #महाराष्ट्र https://t.co/VFcgxjnHPW
— Amogh Gaikwad (AG) (@IamAmoghG) August 10, 2024
આ પણ વાંચો : Congress ના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહનું નિધન, પાકિસ્તાનમાં પણ આપી હતી આ સેવા...
MNS નું નિવેદન સામે આવ્યું...
આ મામલે MNS નું નિવેદન પણ સામે આવ્યું છે. MNS એ કહ્યું કે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેના કાફલા પર MNS કાર્યકરોએ નારિયેળ અને ગાયના છાણથી હુમલો કર્યો હતો. આ ગઈકાલની ઘટનાની પ્રતિક્રિયા છે, જ્યાં રાજ ઠાકરેની કાર પર સોપારી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે થાણે પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે અને 20 થી વધુ લોકોની અટકાયત કરી છે અને ઔપચારિક કેસ નોંધવાની પ્રક્રિયામાં છે.
આ પણ વાંચો : ટ્યુશન ટીચરે પ્રેમ જાળમાં ફસાવી વિદ્યાર્થીને આત્મહત્યા કરવા પર કર્યો મજબૂર