Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra : 'બટેંગે તો કટંગે', CM યોગી આદિત્યનાથના પોસ્ટર વાયરલ... Video

મહારાષ્ટ્રમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું 288 વિધાનસભા બેઠકો પર યોજાશે ચૂંટણી 20 નવેમ્બરના રોજ યોજાશે મતદાન મહારાષ્ટ્ર (Maharashtra)માં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. અહીં 20 નવેમ્બર 288 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા તમામ પક્ષોના નેતાઓ...
maharashtra    બટેંગે તો કટંગે   cm યોગી આદિત્યનાથના પોસ્ટર વાયરલ    video
Advertisement
  1. મહારાષ્ટ્રમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું
  2. 288 વિધાનસભા બેઠકો પર યોજાશે ચૂંટણી
  3. 20 નવેમ્બરના રોજ યોજાશે મતદાન

મહારાષ્ટ્ર (Maharashtra)માં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. અહીં 20 નવેમ્બર 288 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા તમામ પક્ષોના નેતાઓ અને કાર્યકરોએ પ્રચાર શરૂ કરી દીધી છે. આ દરમિયાન મુંબઈના રસ્તાઓ પર CM યોગીના બેનરો જોવા મળ્યા છે. આ બેનરો પર CM યોગીની તસવીરની સાથે સ્લોગન પણ લખવામાં આવ્યું છે. સ્લોગન લખેલું છે કે, 'જો આપને બટેંગે તો કટંગે'. મુંબઈમાં લગાવવામાં આવેલા આ બેનરો અંગે ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે, ટે આઝાદી સમયે થયેલા ભાગલા સાથે સંબંધિત છે.

ભાજપના કાર્યકરોએ બેનરો લગાવ્યા હતા...

જણાવવામાં આવી રહ્યું છે કે, આ બેનરો મુંબઈના રસ્તાઓ પર BJP કાર્યકર્તાઓએ લગાવ્યા છે. ભાજપના કાર્યકર વિશ્વબંધુ રાયે આ બેનરો લગાવ્યા છે. આને મહારાષ્ટ્ર (Maharashtra)માં યોજાનારી વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. આ બેનર પર CM યોગીની તસવીર પણ પ્રદર્શિત કરવામાં આવી છે. આ સિવાય તેના પર સ્લોગન લખેલું છે, 'જો આપણે બટેંગે તો કટંગે'. બેનર પર આગળ લખવામાં આવ્યું છે કે, 'યોગી સંદેશ... જો આપણે સંગઠિત રહીશું તો ઉમદા રહીશું, સુરક્ષિત રહીશું'. તે જ સમયે, યુપીના CM યોગી આદિત્યનાથની તસવીરની સાથે સ્લોગન લખેલા આ બેનરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : પત્નીને પોર્ન વીડિયો જોવાની આદત, પતિને એક રાત્રીમાં 3 થી 4 વાર સેક્સ....

મુખ્તાર અબ્બાસ નકવીએ જવાબ આપ્યો...

મુંબઈના રસ્તાઓ પર લગાવવામાં આવેલા આ બેનરો અંગે BJP નેતા મુખ્તાર અબ્બાસ નકવીની પ્રતિક્રિયા સામે આવી છે. યુપીના CM યોગી આદિત્યનાથના 'બટેંગે તો કટંગે' બેનર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, 'જયારે ભારતને આઝાદી મળી ત્યારે વિભાજન થયું હતું. એ પછી લોકોએ વિભાજનની ભયાનકતા જોઈ. આની પાછળનો નિષ્કર્ષ અને મૂળ વિચાર એ છે કે, તેનું પુનરાવર્તન ન થવું જોઈએ.

આ પણ વાંચો : Kalyan Banerjee એ જેપીસીની બેઠકમાં કાચની બોટલ ફેંકી

20મી નવેમ્બરે મતદાન...

તમને જણાવી દઈએ કે, આ વખતે મહારાષ્ટ્ર (Maharashtra)માં માત્ર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. મતદાન પહેલા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દરમિયાન કાર્યકરો પણ પૂરી તાકાતથી પ્રચારમાં વ્યસ્ત છે. હવે, CM યોગીની તસવીર પર લખેલા સૂત્રો સાથેના બેનરો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો : Lawrence ભાઇ, આવો અમારી પાર્ટીમાંથી ચૂંટણી લડો....

Tags :
Advertisement

.

×