ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maharashtra : NCP નેતા અજિત પવારનું મોટું નિવેદન, CM અને ડેપ્યુટી CM અંગે આપ્યા મોટા સમાચાર...

Maharashtra માં ભાજપ CM બનશે, શિવસેના અને NCP ને ડેપ્યુટી CM NCP નેતા અજિત પવારે આપ્યું આ મોટું નિવેદન ભાજપ અધ્યક્ષે કહ્યું 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે મહારાષ્ટ્ર (Maharashtra)માં મહાયુતિની ભવ્ય જીતના એક સપ્તાહ બાદ પણ સરકાર બની...
09:16 PM Nov 30, 2024 IST | Dhruv Parmar
Maharashtra માં ભાજપ CM બનશે, શિવસેના અને NCP ને ડેપ્યુટી CM NCP નેતા અજિત પવારે આપ્યું આ મોટું નિવેદન ભાજપ અધ્યક્ષે કહ્યું 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે મહારાષ્ટ્ર (Maharashtra)માં મહાયુતિની ભવ્ય જીતના એક સપ્તાહ બાદ પણ સરકાર બની...
  1. Maharashtra માં ભાજપ CM બનશે, શિવસેના અને NCP ને ડેપ્યુટી CM
  2. NCP નેતા અજિત પવારે આપ્યું આ મોટું નિવેદન
  3. ભાજપ અધ્યક્ષે કહ્યું 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે

મહારાષ્ટ્ર (Maharashtra)માં મહાયુતિની ભવ્ય જીતના એક સપ્તાહ બાદ પણ સરકાર બની શકી નથી. આ દરમિયાન NCP નેતા અજિત પવારે સરકારની રચનાને લઈને ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધું છે. તેમણે કહ્યું કે, ભાજપ પાસે CM હશે જ્યારે NCP અને શિવસેના પાસે ડેપ્યુટી CM હશે. અજિત પવારે કહ્યું, 'બેઠક (મહાયુતિના નેતાઓની દિલ્હી બેઠક) દરમિયાન નક્કી થયું હતું કે મહાયુતિ ભાજપના CM અને બાકીની બે પાર્ટીઓના નાયબ CM સાથે સરકાર બનાવશે... આ પહેલીવાર નથી. કે તેમાં વિલંબ થયો છે.. જો તમને યાદ હોય, તો 1999 માં સરકાર બનાવવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો.

મહારાષ્ટ્ર (Maharashtra)માં જ્યાં મહાયુતિ દ્વારા હજુ સુધી CM અને ડેપ્યુટી CM ના નામની જાહેરાત કરવામાં આવી નથી, તે દરમિયાન CM ના શપથગ્રહણની તારીખ જાહેર કરવામાં આવી છે. મહાયુતિ સરકારના CM નો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. આ કાર્યક્રમમાં ભાજપના કુલ 16,416 ધારાસભ્યો, સાંસદો, વિવિધ સેલના પ્રમુખો, મંડળ પ્રમુખો ભાગ લેશે.

આ પણ વાંચો : Maharashtra : Mumbai ના આઝાદ મેદાનમાં યોજાશે શપથ ગ્રહણ કાર્યક્રમ, PM મોદી રહેશે હાજર...

5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે...

મહારાષ્ટ્ર (Maharashtra) ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ શનિવારે સાંજે જાહેરાત કરી હતી કે નવી મહાગઠબંધન સરકાર 5 ડિસેમ્બરની સાંજે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં PM નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથ લેશે. જો કે CM કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ભાજપના સૂત્રોએ જણાવ્યું કે દેવેન્દ્ર ફડણવીસનું નામ CM પદની રેસમાં સૌથી આગળ છે.

આ પણ વાંચો : Maharashtra માં શપથ લેતા પહેલા એકનાથ શિંદેની તબિયત બગડી, જાણો ડોક્ટરોએ શું કહ્યું?

આ રીતે મંત્રી પદની વહેંચણી થઈ શકે છે...

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારમાં વિભાગોની વહેંચણીમાં દરેક સહયોગીનો હિસ્સો નક્કી કરવા માટે છ ધારાસભ્યો માટે એક મંત્રી પદની ફોર્મ્યુલા પર વિચાર કરવામાં આવશે. આ હિસાબે ભાજપને લગભગ 21 થી 22 મંત્રીપદ મળશે, શિવસેના શિંદે જૂથને 10 થી 12 મંત્રાલયો અને અજિત પવાર NCP જૂથને લગભગ 8 થી 9 મંત્રાલયો મળશે. મહારાષ્ટ્ર (Maharashtra)માં મંત્રી પદનો કુલ ક્વોટા CM પદ સહિત 43 થી વધુ ન હોવો જોઈએ.

આ પણ વાંચો : Delhi : AAP નો ગંભીર આરોપ, અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ…

Tags :
ajit pawarBJPDeputy CMgovt formationGujarati NewsIndiaMaharashtraMaharashtra CMmaharashtra newsNationalNCPnew cmShiv Sena
Next Article