Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra CM: ફડણવીસ જ નહીં,હવે આ બે નેતાઓના નામ ચર્ચામાં

મહારાષ્ટ્રમાં CM પદ માટે વધુ બે નામ ચર્ચામાં દેવેન્દ્ર ફડણવીસ બની શકે છે નાયબ મુખ્યમંત્રી ભાજપ 132 બેઠકો જીતી સૌથી મોટી પાર્ટી ઉભરી Maharashtra CM: મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે અને બંને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની...
maharashtra cm  ફડણવીસ જ નહીં હવે આ બે નેતાઓના નામ ચર્ચામાં
Advertisement
  • મહારાષ્ટ્રમાં CM પદ માટે વધુ બે નામ ચર્ચામાં
  • દેવેન્દ્ર ફડણવીસ બની શકે છે નાયબ મુખ્યમંત્રી
  • ભાજપ 132 બેઠકો જીતી સૌથી મોટી પાર્ટી ઉભરી

Maharashtra CM: મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે અને બંને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની બેઠક છતાં, નવી સરકારની રચના અંગેની સ્થિતિ સ્પષ્ટ ન હોવાથી રાજ્યમાં અટકળોએ જોર પકડ્યું છે.

ભાજપ જીતીને સૌથી મોટી પાર્ટી  ઉભરી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 132 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આમ છતાં તેઓ હજી સુધી તેના ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરી શક્યા નથી. શુક્રવારે પણ દિવસભર ધારાસભ્યોને નેતાઓની પસંદગી માટે બોલાવવામાં આવ્યા ન હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે આગામી બે દિવસ સુધી ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે નહીં. આ પ્રક્રિયામાં વિલંબને કારણે હવે ભાજપ મુખ્યમંત્રી પદ માટે નવો ચહેરો રજૂ કરશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

Advertisement

ભાજપ નવો ચહેરો લાવશે ?

ગુરુવારે મોડી રાત્રે અમિત શાહ સાથે મહારાષ્ટ્રના નેતાઓની બેઠકમાં પણ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે કોઈ સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં માત્ર એવા સંકેતો આપવામાં આવ્યા છે કે મુખ્યમંત્રી ભાજપના જ હશે. પરંતુ મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસના નામ પર પણ કોઈ નિશ્ચિતતા વ્યક્ત કરવામાં આવી નથી.

Advertisement

આ પણ  વાંચો -Cyclone:90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન,આ રાજ્યમાં મચાવશે તાંડવ!

કોણ છે ચંદ્રશેખર બાવનકુલે?

ચંદ્રશેખર બાવનકુલે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ છે. તેઓ કામઠી વિધાનસભા બેઠક પરથી ચોથી વખત વિધાનસભા ચૂંટણી જીત્યા છે. વિધાનસભા ચૂંટણી 2024માં બાવનકુલેએ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ ભોયરને 40946 મતોથી હરાવ્યા હતા. 2014થી 2019 સુધી, બાવનકુલે દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં ઉર્જા અને આબકારી મંત્રી હતા. જોકે, 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેમની ટિકિટ રદ કરવામાં આવી હતી.

બાવનકુળે તેલી સમુદાયના છે. તેલી સમુદાય વિદર્ભ પ્રદેશમાં બીજી સૌથી મોટી OBC શ્રેણી છે. બાવનકુલેના કારણે આ સમુદાય ભાજપની નજીક છે. 12 ઓગસ્ટ, 2022ના રોજ ભાજપે ચંદ્રશેખર બાવનકુલેને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.બાવનકુલેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નજીકના માનવામાં આવે છે. બાવનકુલે નાગપુર ભાજપના ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ બંને રહી ચૂક્યા છે. કામઠી વિધાનસભામાં સંગઠન સચિવ તરીકે પણ કામ કર્યું. બાવનકુલે નાગપુર જિલ્લા પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે.

આ પણ  વાંચો -Maharashtra:શિવસેનાના આ નેતા બની શકે છે Dy.CM

મુરલીધર મોહોલ અંગે પણ જાણો

મુરલીધર મોહોલ મહારાષ્ટ્રની પુણે લોકસભા સીટ પરથી પહેલીવાર સાંસદ બન્યા અને પહેલીવાર મોદી સરકારમાં રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. મુરલીધરે કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ધાંગેકરને 1.25 લાખ મતોથી હરાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુરલીધર મોહલે પોતાની રાજકીય કારકિર્દી ત્રણ દાયકા પહેલા ભાજપ સાથે શરૂ કરી હતી. મોહોલ પુણેના મેયર પણ રહી ચૂક્યા છે.

Tags :
Advertisement

.

×