Maharashtra : નેતાજી 2 મિનિટ મોડા પડ્યા, અધિકારીઓ દરવાજો બંધ કરીને ચાલ્યા ગયા...
- Maharashtra માં વિધાનસભા ચૂંટણી 2024 ની તારીખો જાહેર
- તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા
- 29 ઓક્ટોબર વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ
મહારાષ્ટ્ર (Maharashtra)ના વિધાનસભા ચૂંટણી 2024 ની તારીખો જાહેર કરી છે. તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે અને ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંગળવારે 29 ઓક્ટોબર વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ હતી, જેના કારણે ઘણા વરિષ્ઠ નેતાઓએ તેમના નામાંકન ભર્યા હતા. જો કે, કોંગ્રેસ પાર્ટી છોડીને વંચિત બહુજન આઘાડીમાં જોડાયેલા પૂર્વ મંત્રી અનીસ અહેમદનું નામાંકન દાખલ થઇ શક્યું નથી. મળતી જાણકારી અનુસાર, અનીસ અહેમદ સમયમર્યાદા પૂરી થયાના 2 મિનિટ બાદ કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં આજે મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ હતી. વંચિત બહુજન અઘાડીના મધ્ય નાગપુરના ઉમેદવાર અનીસ અહેમદ 2 મિનિટ સુધી ઉમેદવારી નોંધાવવાનું ચૂકી ગયા. કોંગ્રેસ છોડીને વંચિત બહુજન આઘાડીમાં જોડાયેલા અનીસ અહેમદ બપોરે 3.02 વાગ્યે કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને ત્યાં સુધીમાં ગેટ બંધ થઈ ગયો હતો. અનીસ અહેમદ હજુ પણ DM ઓફિસના પરિસરમાં બેસીને નોમિનેશનની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Naxalites Arrested : Chhattisgarh માં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 19 નક્સલવાદીઓ ઝડપાયા...
વિડિયો સામે આવ્યો...
આશ્ચર્યની વાત એ છે કે, અનીસ અહેમદ મધ્ય નાગપુરથી વંચિત બહુજન આઘાડી તરફથી ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ પૂરી થયા બાદ આજે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ત્યાં સુધીમાં રિટેનિંગ ઓફિસરે ગેટ બંધ કરી દીધો હતો. બપોરે 3.02 કલાકે તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ત્યાં સુધીમાં ગેટ બંધ હતો. મળતી માહિતી મુજબ, અનીસ અહેમદ DM ઓફિસના પરિસરમાં બેસીને નોમિનેશનની માંગ કરી રહ્યા છે. અનીસ અહેમદનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ પણ વાંચો : Delhi-હરિયાણા સહિત આ રાજ્યોમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ, શું તમારા શહેરનું નામ લીસ્ટમાં નથી?