ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maharashtra Elections: હાઈ સિક્યોરિટી વચ્ચે મતદાન કરવા પહોંચ્યા સલમાન ખાન

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન વિધાનસભા ચૂંટણીમાં આ વખતે બે જૂથ ટક્કર બોલીવુડના સ્ટાર સલમાન ખાન મતદાન કરવા પહોંચ્યા   Maharashtra Elections: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 (Maharashtra Elections)માટે મતદાન થઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં આ વખતે બે જૂથ...
06:11 PM Nov 20, 2024 IST | Hiren Dave
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન વિધાનસભા ચૂંટણીમાં આ વખતે બે જૂથ ટક્કર બોલીવુડના સ્ટાર સલમાન ખાન મતદાન કરવા પહોંચ્યા   Maharashtra Elections: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 (Maharashtra Elections)માટે મતદાન થઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં આ વખતે બે જૂથ...
salman khan voting

 

Maharashtra Elections: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 (Maharashtra Elections)માટે મતદાન થઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં આ વખતે બે જૂથ મુખ્યત્વે ટક્કરમાં છે. એક તરફ સત્તાધારી મહાયુતિ છે, તો બીજી તરફ મહાવિકાસ અઘાડી. મહાયુતિની આગેવાની ભાજપ કરી રહ્યું છે, તો એમવીએનું નેતૃત્વ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જેવા દિગ્ગજ નેતા કરી રહ્યા છે. શરદ પવાર અને અજિત પવારની વચ્ચે ચૂંટણીનો મુકાબલો ફરીથી ચર્ચામાં આવ્યો છે. મતદાન સમાપ્ત થવાની સાથે જ એક્ઝિટ પોલના રિઝલ્ટ આવવાના શરુ થઈ જશે.

 

ટાઈટ સિક્યોરિટી વચ્ચે સલમાન ખાન વોટ આપવા પહોંચ્યો

બોલીવુડ(bollywood)ના દબંગ સલમાન ખાન(salman khan)ની ફેમિલી પહેલા જ વોટ કરી ચુકી છે. હવે એક્ટર મુંબઈના માઉન્ટ મેરી સ્કૂલમાં આવેલા પોલિંગ બૂથમાં મતદાન કરવા પહોંચ્યો છે. સલમાને હાઈ સિક્યોરિટીની વચ્ચે મતદાન કર્યું છે. આપને જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી તેને સતત ધમકી મળી રહી છે, જેના કારણે એક્ટરની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.

આ પણ  વાંચો -AR Rahmanની પત્નીએ લીધા તલાક, 30 વર્ષ બાદ થયા અલગ

ઉદ્યોગજગતની હસ્તીઓ મતદાન કર્યું

મહારાષ્ટ્રમાં મતદાન ચાલી રહ્યું છે. ફિલ્મી હસ્તીઓથી લઈને ઉદ્યોગજગતની હસ્તીઓ મતદાન કરવા પહોંચી હતી. બોલીવુડમાંથી ગીતકાર જાવેદ અખ્તર, ગીતકાર સંગીતકાર શંકર મહાદેવન, ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટી, એક્ટ્રેસ માધુરી દીક્ષિત, એક્ટર જુનૈદ ખાન સહિતના કલાકારો મતદાન કરવા પહોંચ્યા હતા.

આ પણ  વાંચો -મતદાન માટે ગયેલા Akshay Kumar ને વૃદ્ધ શખ્સે રોક્યા, કહ્યું- ભાઈ મારા ટોયલેટનું શું?

સૈફ અલી ખાન અને કરીના કપૂરે પણ મતદાન કર્યું હતું. પાવર કપલ વ્હાઈટ આઉટફિટમાં ટ્વિનિંગ કરતા જોવા મળ્યા હતા. એક્ટ્રેસ વ્હાઈટ કુર્તો-બ્લૂ જીન્સમાં જોવા મળી હતી. તો વળી સૈફ વ્હાઈટ ટી શર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. કરીનાની બહેન કરિશ્મા પણ પોલિંગ બૂથ પર પહોંચી હતી.

Tags :
akshay kumarbollywood celebs votingcelebrities votingelection in mumbaiMaharashtra Electionmaharashtra election daymaharashtra election votingRajkummar RaoVoter TurnoutVoting in Maharashtravoting in mumbai
Next Article