Maharashtra ની સૌથી મોટી રાખડી સાહસિકોને સમર્પિત, કર્નલ સોફિયાથી લઇને કેપ્ટન શુભાંશુનો ફોટો મુકાયો
- નાગપુરમાં સૌથી મોટી રાખડી બનાવવામાં આવી છે
- આ રાખડી દેશના સાહસિકોને સમર્પિત કરવામાં આવી છે
- લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં આ રાખડીને સ્થાન મળે તેવા પ્રયાસો કરવામાં આવશે
Maharastra : મહારાષ્ટ્ર (Maharastra) ના નાગપુરમાં શાળાના (Nagpur - School) બાળકોએ મહારાષ્ટ્રની સૌથી મોટી રાખડી (Huge Rakhi) બનાવવાનો રેકોર્ડ હાંસલ (World Record) કર્યો છે. લલિતા પબ્લિક સ્કૂલના નાના બાળકોએ આ રાખડી બનાવી છે. આ વિશાળ રાખડી (Huge Rakhi) ઓપરેશન સિંદૂર તેમજ મહિલા ચેસ ચેમ્પિયન દિવ્યા દેશમુખને સમર્પિત કરવામાં આવી છે. આ રાખડી દ્વારા ધર્મ, સંસ્કૃતિ, વિજ્ઞાન, રમતગમત, સંરક્ષણ, ટેકનોલોજીનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ રાખડીની એક બાજુ કર્નલ સોફિયા કુરેશી (Colonel Sofia Qureshi) , વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ (Wing Commander Vyomika Singh) નો ફોટો મૂકવામાં આવ્યો છે, જ્યારે બીજી બાજુ મહિલા ચેસ ચેમ્પિયન દિવ્યા દેશમુખનો (Chess Champion Divya Deshmukh) ફોટો પણ ચેસ બોર્ડ સાથે મૂકવામાં આવ્યો છે. આ રાખડી પર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા (Indian Air Force Captain Shubhanshu Shukla) નો ફોટો પણ મૂકવામાં આવ્યો છે, જે Axiom 4 અવકાશ મિશનમાંથી સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા હતા.
રાખડી કેટલા દિવસમાં બનાવવામાં આવી ?
આ રાખડીનું કદ 34*44 રાખવામાં આવ્યું છે. એટલે કે, આ રાખડીની પહોળાઈ 34 ફૂટ અને લંબાઈ 44 ફૂટ છે. શાળાનો દાવો છે કે, આ રાખડીનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા માટે પ્રયાસો કરવામાં આવનાર છે. વિદ્યાર્થીઓ દ્વારા મહારાષ્ટ્રની સૌથી મોટી રાખડી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ રાખડી ભવ્ય ભારતની ઓળખના નામે બનાવવામાં આવી છે. આ રાખડી દ્વારા મહિલા સશક્તિકરણ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લગભગ 150 બાળકોએ મળીને 15 દિવસમાં આ રાખડી બનાવી છે.
રાખડીમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો ?
આ રાખડી ભવ્ય ભારતની એક નવી ઉડાનની વિભાવના સાથે બનાવવામાં આવી છે. શાળાના ડિરેક્ટર ચેતના ટાંકે જણાવ્યું હતું કે, દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓ વિવિધ થીમ સાથે રાખડી બનાવે છે. આ રાખડી જૂની વસ્તુઓને જોડીને બનાવવામાં આવી છે. જૂના કાગળ, અખબાર, દિવાલ કાગળ, દુપટ્ટા અને રંગીન કાગળને ભેળવીને રાખવામાં આવી છે. રાખડીનો આધાર બનાવવા માટે વાંસની લાકડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વાંસ અને દોરડાનો ઉપયોગ દોરા તરીકે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ----Passport Rules : હવે...માત્ર કેટલાક ક્લિકથી જ બનશે પાસપોર્ટ, જટીલ પ્રક્રિયા બની સરળ