ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maharashtra : Pune માં ટાયર ફાટતા ફંગોળાઈ કાર, એક સાથે 5 મિત્રોના ઘટનાસ્થળે જ મોત...

મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ મિત્રોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે તેલંગાણાના મેડક જિલ્લાના પાંચ મિત્રોનું મૃત્યુ થયું હતું અને પુણે (Pune)ના ઇન્દાપુરના એક ગામમાં મંગળવારે સાંજે થયેલા અકસ્માતમાં એક ઘાયલ થયો હતો. મળતી...
03:23 PM Jul 03, 2024 IST | Dhruv Parmar
મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ મિત્રોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે તેલંગાણાના મેડક જિલ્લાના પાંચ મિત્રોનું મૃત્યુ થયું હતું અને પુણે (Pune)ના ઇન્દાપુરના એક ગામમાં મંગળવારે સાંજે થયેલા અકસ્માતમાં એક ઘાયલ થયો હતો. મળતી...

મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ મિત્રોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે તેલંગાણાના મેડક જિલ્લાના પાંચ મિત્રોનું મૃત્યુ થયું હતું અને પુણે (Pune)ના ઇન્દાપુરના એક ગામમાં મંગળવારે સાંજે થયેલા અકસ્માતમાં એક ઘાયલ થયો હતો.

મળતી જાણકારી અનુસાર, પુણે (Pune)-સોલાપુર હાઇવે પર ટાયર ફાટ્યા બાદ એક કાર ત્રણથી ચાર વખત પલટી મારીને નાળામાં પડી હતી. આ અકસ્માત મંગળવારે સંકે લગભગ 4 વાગ્યાની આસપાસ થયો હતો. કારમાં સવાર તમામ લોકોની ઉંમર 20 વર્ષની આસપાસ જણાય છે. પોલીસે આ ઘટના અંગે તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે અને મૃતકોની ઓળખ કરવાનું શરૂ કર્યું છે.

પુણેના દલાજ ગામ પાસે બની ઘટના...

ભીગવાન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પુણે (Pune)ના દલાજ ગામ પાસે કારનું ટાયર ફાટતાં ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતમાં પાંચના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેલંગાણાના છ યુવકો મુંબઈ ફરવા આવ્યા હતા. મુંબઈની મુલાકાત લીધા બાદ તેઓ પુણે (Pune)-સોલાપુર હાઈવે પરથી મેડકના નારાયણખેડ પરત ફરી રહ્યા હતા. હાલમાં પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : MP : ઈન્દોર ચિલ્ડ્રન આશ્રમમાં 5 ના મોત બાદ વધુ 8 બાળકોની તબિયત લથડી, ખળભળાટ મચ્યો…

આ પણ વાંચો : Jharkhand : 6 વર્ષની બાળકીને પીંખી નાખનાર આરોપીને HC એ મૃત્યુદંડમાંથી આપી મુક્તિ, તર્ક ચોંકાવનારું…!

આ પણ વાંચો : PM Modi : ’10 વર્ષ થયા, હજુ 20 વર્ષ બાકી છે, કોંગ્રેસની એક તૃતીયાંશ સરકારના કટાક્ષ પર મોદીનો પલટવાર…

Tags :
bhigwan policeGujarati NewsIndianarayankhedNationalpune-solapur highwaypune-solapur highway accident
Next Article