Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahesh Langa Case : રાજકોટમાં લાખો રૂપિયાનાં GST કૌભાંડ કેસમાં વધુ એકની ધરપકડ

રાજકોટમાં 15 જેટલી બોગસ પેઢી બનાવવીને રૂ.61.38 લાખનું GST કૌભાંડ આચારવામાં આવ્યું હતું.
mahesh langa case   રાજકોટમાં લાખો રૂપિયાનાં gst કૌભાંડ કેસમાં વધુ એકની ધરપકડ
Advertisement
  1. મહેશ લાંગા GST કૌભાંડ કેસમાં વચેટિયાની ધરપકડ (Mahesh Langa Case)
  2. ભાવનગરનાં અબ્બાહમિદ બામેલની ધરપકડ કરાઈ
  3. કોર્ટે અબ્બાહમિદ બામેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
  4. કેસમાં અત્યારસુધી 12 આરોપીઓની ધરપકડ

Mahesh Langa Case : રાજ્યમાં GST કૌભાંડનાં આરોપી પત્રકાર મહેશ લાંગા (Mahesh Langa) કેસને લઈ મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં વચેટિયાની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરના (Bhavnagar) વચેટિયાને ઝડપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીના 3 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં અત્યાર સુધી 12 આરોપીની ધરપકડ કરાઈ છે. હાલ, પણ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો - Navsari : મોડી રાતે અજંપાભરી સ્થિતિ સર્જાતા પોલીસ દોડતી થઈ, લાઠીચાર્જ કરી કોમ્બિંગ કર્યું

Advertisement

કોર્ટે આરોપીના 3 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં

ગુજરાતનાં રાજકોટમાં (Rajkot) રૂ. 61.38 લાખનાં GST કૌભાંડ મામલે પત્રકાર મહેશ લાંગાની (Mahesh Langa Case) અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં હવે વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. માહિતી અનુસાર, લાખો રૂપિયાાનાં GST કૌભાંડમાં વચેટિયાની ભૂમિકા ભજવનાર ભાવનગરનાં અબ્બાહમિદ બામેલની પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીનાં 3 દિવસનાં રિમાન્ડની મંજૂરી આપી છે. આ કેસમાં અત્યાર સુધી 12 આરોપીઓને ઝડપી લેવાયા છે, જ્યારે આગળની તપાસમાં વધુ આરોપીઓની ધરપકડ થાય તેવી સંભાવના છે.

Advertisement

આ પણ વાંચો - Surat: ઘર બહાર રમતા બાળકોને ઠપકો આપવા ગયેલા યુવકને મોત મળ્યું, વાંચો આ અહેવાલ

રૂ. 61.38 લાખની ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ

જણાવી દઈએ કે, રાજકોટમાં 15 જેટલી બોગસ પેઢી બનાવવીને રૂ. 61.38 લાખનું GST કૌભાંડ આચારવામાં આવ્યું હતું. EOW દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ રાજકોટમાં પત્રકાર મહેશ લાંગાની (Mahesh Langa Case) આ 15 બોગસ પેઢી પર EOW, ક્રાઈમ બ્રાન્ચ અને SOG દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, રૂ. 61.38 લાખની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનો ખુલાસો થયો હતો. અમદાવાદમાં બી.એ. એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢી શરૂ કરી હતી. ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં બોગસ કંપનીઓ શરૂ કરી હતી. GST કૌભાંડમાં અગાઉ સેશન્સ કોર્ટે (Sessions Court) આરોપી મહેશ લાંગાની જામીન અરજી ફગાવી દીધી હતી. આરોપી પત્રકાર મહેશ લાંગા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આથી, આરોપી સામેનો ગુનો અને તેની ગંભીરતા જોઈને જામીન અરજી ફગાવવામાં આવી હતી.

આ પણ વાંચો - Ahmedabadમાં યોજાશે સાતમી હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે, 15 રાજ્યના કુલ 339 વિદ્યાર્થીઓ ભાગ લેશે

Tags :
Advertisement

.

×