Mahisagar : જમીન મુદ્દે ભાજપ નેતાના પુત્ર સહિત 20 લોકો સામે ગંભીર આરોપ સાથે ફરિયાદ
- જમીન મુદ્દે મારામારીનાં કેસમાં ભાજપ નેતાના પુત્ર સામે ફરિયાદ (Mahisagar)
- પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠકના પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
- પાર્થ પાઠક તેમ જ 20 લોકોનાં ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
- મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
Mahisagar : મહીસાગર જિલ્લાનાં બાલાસિનોરમાં જમીન બાબતે મારામારીનાં કેસમાં ભાજપ (BJP) નેતાના પુત્ર સહિત 20 લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે. ફરિયાદમાં જમીન માપણી મામલે સિવિલ કોન્ટ્રાક્ટરને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે. જ્યારે, બીજી તરફ JCB ચાલકે પણ ફરિયાદી સામે મારામારીનાં આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે (Balasinor Town Police Station) બંને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - નિવૃત્ત સેના જવાનોનાં ગાંધીનગરમાં ધરણા, 10% અનામત અને 40% માર્કની શરતનો વિરોધ
પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠકના પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાનાં (Mahisagar) બાલાસિનોર વિધાનસભાનાં પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીનાં ડિરેક્ટર અને ભાજપનાં અગ્રણી નેતા રાજેશભાઈ પાઠકના (Rajeshbhai Pathak) પુત્ર પાર્થ પાઠક સહિત 20 લોકોનાં ટોળા વિરુદ્ધ બાલાસિનોર ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી સિવિલ કોન્ટ્રાક્ટર જીગરકુમાર નાથાલાલ પટેલનો આરોપ છે કે જ્યારે તેઓ પીલોદરા ગામે પોતાના મામાનાં ખેતરમાં હતા, ત્યારે પાર્થ પાઠક (Parth Pathak) તેમ જ અન્ય 20 માણસોનું ટોળું ત્યાં આવ્યું હતું અને જમીન માપણી બાબતે તેમની સાથે ઝઘડો કર્યો હતો અને ગડદાપાટુંનો માર મારી ધમકી આપી હતી.
આ પણ વાંચો - Gujarat Rain: અંબાલાલ પટેલે ઓગસ્ટ માસ માટે જાણો શું કરી વરસાદની આગાહી
ફરિયાદી વિરૂદ્ધ JCB ચાલકે નોંધાવી ફરિયાદ
જો કે, બીજી તરફ ફરિયાદી જીગરકુમાર પટેલ (Jigarkumar Patel) સામે પણ ફરિયાદ નોંધાઈ છે. બાલાસિનોર અમુલ સેન્ટર પાછળ આવેલ રાજેશ પાઠકની સોમનાથ ડેવલોપર્સવાળી જમીનમાં JCB દ્વારા કામ કરી રહેલા ચાલકનો આરોપ છે કે, આરોપી જીગર પટેલ એ ત્યાં આવીને મારામારી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે (Balasinor Town Police Station) બંને પક્ષની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. ભાજપ નેતાના પુત્ર સામે પોલીસ ફરિયાદ થતાં બાલાસિનોરમાં રાજકીય માહોલ ગરમાયો છે.
આ પણ વાંચો - ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો! વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ