Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Mahisagar : વીરપુરમાં ગમખ્વાર અકસ્માત, બે બાઇક ધડાકાભેર અથડાયા, 2 યુવકના મોત

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. વીરપુર-બારોડ રોડ નજીક આવેલ કેનાલ પાસે બે બાઇક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં બંને બાઇકસવારના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. બનાવની જાણ થતાં વીરપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
mahisagar   વીરપુરમાં ગમખ્વાર અકસ્માત  બે બાઇક ધડાકાભેર અથડાયા  2 યુવકના મોત
Advertisement
  1. Mahisagar વીરપુર તાલુકામાં ગમખ્વાર અકસ્માત
  2. વીરપુર બારોડા રોડ પર કેનાલ પાસે અકસ્માતની ઘટના
  3. બે બાઈક વચ્ચે અકસ્માત, બંને બાઈકસવારના મોત
  4. ધડાકાભેર રીતે બે બાઇક અથડાઈ, બંનેનાં મોત નીપજ્યા
  5. વીરપુર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ

Mahisagar : મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં (Virpur) ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. વીરપુર-બારોડ રોડ નજીક આવેલ કેનાલ પાસે બે બાઇક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બંને બાઇકસવારના ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. બનાવની જાણ થતાં વીરપુર પોલીસની (Virpur Police) ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવકોની ઓળખ હાલ સામે આવી નથી.

Advertisement

Mahisagar નાં વીરપુર માં ગમખ્વાર અકસ્માત, 2 યુવકના મોત

પ્રાથમિક માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના (Mahisagar) વીરપુર તાલુકામાં આવેલ વીરપુર-બારોડા રોડ નજીક કેનાલ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બંને યુવક હવામાં ફંગોળાયા હતા અને નીચે પટકાયા હતા. માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતા બંને બાઇકસવારના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. અકસ્માતમાં બંને બાઇકનો પણ કચ્ચરઘાણ વળી ગયો છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat BJP : વધુ 3 જિલ્લા અને મહાનગર માટે ભાજપ સંગઠનનું માળખું જાહેર, વાંચો વિગત

પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલ્યા, મૃતકોની ઓળખ કરવા તજવીજ

બનાવની જાણ થતાં વીરપુર પોલીસની ટીમ (Virpur Police) ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે મોકલ્યા છે. બંને મૃતક યુવકો કોણ છે ? તે હાલ જાણી શકાયું નથી. આ મામલે વીરપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટના બનતા સ્થાનિક લોકોનું તોળું પણ ભેગું થઈ ગયું હતું. પોલીસે લોકોને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

આ પણ વાંચો - "ગામમાં લુખ્ખો હોય તે અબબ કરે" MP Mansukhbhai Vasava કોના પર વરસ્યા?

Tags :
Advertisement

.

×