મહુઆ મોઇત્રાએ 'મન કી બાત'ને કહ્યું 'મંકી બાત', જાણો શું કર્યું Tweet
PM મોદીએ પ્રથમ વખત મન કી બાત કાર્યક્રમ 3 ઓક્ટોબર 2014ના રોજ વિજયાદશમીના અવસર પર કર્યો હતો. આ પછી 2 નવેમ્બર 2014ના રોજ બીજું ટેલિકાસ્ટ થયું. તેનું થોડા દિવસ પહેલા 100મું પ્રસારણ 30 એપ્રિલ 2023 ના રોજ થયું હતું. જેને લઇને ખૂબ જ ચર્ચાઓ થઇ હતી. મન કી બાતને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો અલગ-અલગ જગ્યાએ ભેગા થયા હતા. પરંતુ બીજી તરફ ભાગ ન લેવા બદલ 36 નર્સિંગ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે હવે TMC સાંસદ મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે.
મેં મંકી બાત સાંભળી નથી : મહુઆ મોઈત્રા
TMC સાંસદ મહુઆ મોઇત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે 'મન કી બાત'ને 'મંકી બાત' કહી છે. TMC સાંસદના આ વિવાદાસ્પદ ટ્વીટ બાદ રાજકારણ ગરમાયું છે. ટ્વીટ કરીને કહ્યું, “મેં મંકી બાત સાંભળી નથી. એક વાર પણ નથી સાંભળી. હું ક્યારેય સાંભળીશ પણ નહીં. શું મને પણ સજા થશે? શું મને એક અઠવાડિયા માટે ઘર છોડવાની મનાઈ કરવામાં આવશે? ગંભીર રીતે ચિંતિત છું." જણાવી દઇએ કે, ચંદીગઢમાં PGIMER વહીવટીતંત્રે PM મોદીની મન કી બાતના 100મા એપિસોડમાં હાજરી આપવા માટે 36 નર્સિંગ વિદ્યાર્થીઓને હોસ્ટેલ છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચંદીગઢમાં PGIMER વહીવટીતંત્રે PM મોદીની મન કી બાતના 100માં એપિસોડમાં હાજરી ન આપવા બદલ 36 નર્સિંગ વિદ્યાર્થીઓને હોસ્ટેલ છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ અંગેનો લેખિત આદેશ જારી કરીને કહેવામાં આવ્યું હતું કે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એજ્યુકેશનના તમામ નર્સિંગ વિદ્યાર્થીઓએ કેમ્પસ પ્રોગ્રામમાં ભાગ લેવો.
PGIMER દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે આ મુદ્દાને કોઈ અન્ય અર્થ ન આપવો જોઈએ અથવા વિશાળ જાહેર હિતમાં વેગ ન આપવો જોઈએ. આદેશ અનુસાર, સંસ્થાના વોર્ડને તાજેતરમાં પ્રથમ અને ત્રીજા વર્ષની ગર્લ સ્ટુડન્ટ્સને કહ્યું હતું કે, તેમના માટે લેક્ચર થિયેટર-1માં 30 એપ્રિલે 'મન કી બાત' કાર્યક્રમનો 100મો એપિસોડ સાંભળવો ફરજિયાત છે. આદેશમાં, વિદ્યાર્થીઓને ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો તેઓ કાર્યક્રમમાં ભાગ નહીં લે તો તેમના બહાર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
આ પણ વાંચો - ગેનીબેન ઠાકોરનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, લગ્નમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધની કરી ટકોર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ