Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Mahudi Trust : મહુડી ટ્રસ્ટનો વિવાદ ચરમસીમાએ! પૂર્વ અને વર્તમાન ટ્રસ્ટીનાં એકબીજા પર ગંભીર આક્ષેપ!

સુપ્રસિદ્ધ તીર્થ મહુડી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટઓનો વિવાદ હાલ ખૂબ જ ચર્ચામાં છે. મંદિરનાં વર્તમાન ટ્રસ્ટીઓ પર ગેરવહીવટ, સંસ્થાનાં નાણામાંથી અંગત સ્વાર્થ માટે પ્રોપર્ટીની ખરીદ, સંસ્થાની પ્રોપર્ટી અને ગાડીઓનો ઉપયોગ સહિતના ગંભીર આક્ષેપો થયા છે. બીજી તરફ વર્તમાન ટ્રસ્ટીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આરોપોને ફગાવ્યા અને કહ્યું કે, ટ્રસ્ટ સામે ખોટા કેસ કરે છે, તેમની સામે થયેલી કાર્યવાહીનાં વેર રૂપે આવા આક્ષેપો કરે છે.
mahudi trust   મહુડી ટ્રસ્ટનો વિવાદ ચરમસીમાએ  પૂર્વ અને વર્તમાન ટ્રસ્ટીનાં એકબીજા પર ગંભીર આક્ષેપ
Advertisement
  1. પ્રસિદ્ધ Mahudi નાં તીર્થનાં ટ્રસ્ટીઓનો વિવાદ ફરી સામે આવ્યો
  2. મંદિરના વર્તમાન ટ્રસ્ટીઓ પર મંદિરમાં ગેરવહીવટનાં આરોપ
  3. મહુડી ટ્રસ્ટમાં નાણાકીય ગેરરીતિ થઈ હોવાના આરોપ
  4. વર્તમાન ટ્રસ્ટીની પ્રતિક્રિયા, તમામ આરોપોને ફગાવ્યા
  5. "વર્ષ 2024 માં બન્નેનું ટ્રસ્ટીનું પદ રદ થયું હતું"

Gandhinagar : સુપ્રસિદ્ધ તીર્થ મહુડી મંદિર ટ્રસ્ટના (Mahudi Trust) ટ્રસ્ટઓનો વિવાદ હાલ ખૂબ જ ચર્ચામાં છે. મંદિરનાં વર્તમાન ટ્રસ્ટીઓ પર ગેરવહીવટ, સંસ્થાનાં નાણામાંથી અંગત સ્વાર્થ માટે પ્રોપર્ટીની ખરીદ, અંગત સ્વાર્થ માટે સંસ્થાની પ્રોપર્ટી અને ગાડીઓનો ઉપયોગ સહિતના ગંભીર આક્ષેપો થયા છે. ત્યારે બીજી તરફ આ મામલે વર્તમાન ટ્રસ્ટીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે પોતાની સામે થયેલા આરોપોને ફગાવ્યા છે અને કહ્યું કે, ટ્રસ્ટ સામે ખોટા કેસ કરે છે તેમની સામે થયેલી કાર્યવાહીનાં વેર રૂપે આવા આક્ષેપો કરે છે.

Mahudi Trust, અંગત કામો માટે સંસ્થાની પ્રોપર્ટી-ગાડીનો ઉપયોગ : અંકિત મહેતા

પ્રસિદ્ધ મહુડી તીર્થના (Mahudi Trust) ટ્રસ્ટીઓનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે. મંદિરનાં વર્તમાન ટ્રસ્ટીઓ પર ગેરવહીવટનાં ગંભીર આરોપ થયા છે. મહુડી ટ્રસ્ટમાં નાણાંકીય ગેરરીતિ થઈ હોવાનાં આક્ષેપ પણ થયા છે. ભૂપેન્દ્ર વોરા, કમલેશ મહેતા, વિનિત વોરા અને વિજય શાહ સહિતના ટ્રસ્ટીઓ સામે આ આરોપો થયા છે. પૂર્વ ટ્રસ્ટ્રી અંકિત મહેતાએ (Ankit Mehta) આરોપો સાથે કહ્યું કે, મહુડી ટ્રસ્ટમાં એકપણ ટ્રસ્ટી PTR તરીકે નોંધાયેલા નથી. આ લોકોએ સંસ્થાનાં નાણામાંથી અંગત સ્વાર્થ માટે પ્રોપર્ટી ખરીદી. ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ (Bhupendra Vora) ટ્રસ્ટના નામે બંગલો, ગાડીઓ વસાવી, પોતાના અંગત કામો માટે સંસ્થાની પ્રોપર્ટી અને ગાડીઓનો ઉપયોગ કર્યો. તેમણે આરોપ લગાવી કહ્યું કે, મંદિરના પૈસા અને ભગવાનને ચડતા વરખનો કોઈ હિસાબ જ નથી.

Advertisement

આ પણ વાંચો - T20 World Cup અમદાવાદ મેચ : મેટ્રોમાં રાત્રિની એક્સ્ટ્રા સર્વિસ અને 50 રૂપિયાની સ્પેશિયલ ટિકિટ

Advertisement

બન્નેએ દુષ્કૃત્યો કર્યા, આથી તેમને ટ્રસ્ટમાંથી દૂર કરાયા : ભૂપેન્દ્ર વોરા

ત્યારે બીજી તરફ મહુડી ટ્રસ્ટનાં (Mahudi Trust) વર્તમાન ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ આ તમામ આરોપોને ફગાવ્યા છે અને કહ્યું કે, અંકિત મહેતા તથા જયેશ મહેતાને મહુડી ટ્રસ્ટ સાથે કોઈ સંબંધ નહીં. વર્ષ 2024 માં બન્નેનું ટ્રસ્ટી પદ રદ્દ થયું હતું. ખોટા કાગળો ચેરિટી કમિશનરમાં દાખલ કરાયા હતા. પરંતુ, કમિશનર દ્વારા મૂળ ઓર્ડર રદ કરાયો હતો. તેમણે આરોપ લગાવી કહ્યું કે, અંકિત મહેતાને કોઈ પણ રીતે ટ્રસ્ટી થવું છે. બન્ને લોકોએ દુષ્કૃત્યો કર્યા, જેના કારણે તેમને ટ્રસ્ટમાંથી દૂર કરાયા હતા. અંકિત મહેતાને અન્ય કેસમાં પાસા થયેલા છે. ટ્રસ્ટ સામે ખોટા કેસ કરે છે. તેમની સામે થયેલી કાર્યવાહીનાં વેર રૂપે આક્ષેપો કરે છે. તેમણે આરોપ લગાવી કહ્યું કે, ટ્રસ્ટમાંથી દાગીનાની ચોરી, આગળ તેમના ભાઈ પકડાયા હતા. ત્યારે હવે ખોટી રીતે આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Sabarkantha : જન આરોગ્ય સાથે ચેડાં કરી કરોડોની કમાણી- સત્યા ડેરીમાં નકલી દૂધનો રેકેટ, 71 લાખનો મુદ્દામાલ જપ્ત

Tags :
Advertisement

.

×