Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mahuva: માલણ નદીના પુલ પર મરામત દરમિયાન મોટી દુર્ઘટના: પુલનો એક ગાળો બેસી જતાં વાહનવ્યવહાર ઠપ્પ

ભાવનગરના મહુવામાં માલણ નદી પર આવેલા વર્ષો જૂના પુલ પર કામગીરી દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના બની છે. સાફ-સફાઈ અને નવી દીવાલના નિર્માણ વચ્ચે પુલનું જોખમી સ્ટ્રક્ચર અચાનક નમી પડ્યું હતું. ઇજનેરો અને પોલીસની ટીમોએ સ્થળ પર પહોંચીને મોરચો સંભાળ્યો છે.
mahuva  માલણ નદીના પુલ પર મરામત દરમિયાન મોટી દુર્ઘટના  પુલનો એક ગાળો બેસી જતાં વાહનવ્યવહાર ઠપ્પ
Advertisement
  • Mahuva માં માલણ નદીના પુલનો એક ગાળો એકાએક બેસી ગયો!
  • 50 વર્ષ જૂના પુલ પર મરામત દરમિયાન બની ગંભીર ઘટના
  • ચોમાસામાં ક્ષતિગ્રસ્ત થયેલા પુલની કામગીરી વખતે સર્જાયો અકસ્માત
  • માર્ગ-મકાન વિભાગના ઇજનેરો અને પોલીસ કાફલો સ્થળ પર તૈનાત
  • સુરક્ષાના કારણોસર પુલ પરનો એક સાઈડનો વાહનવ્યવહાર બંધ
  • કામગીરી દરમિયાન જેસીબી મશીન ચાલતું હતું ત્યારે જ પુલ નમી પડ્યો

Mahuva: ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા શહેરમાંથી પસાર થતી માલણ નદીના (Malan River) પુલ પર આજે એક મોટી જાનહાનિ ટળી છે. માલણ નદીમાં સાફ-સફાઈ અને પ્રોટેક્શન વોલ (Protection Wall) બનાવવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક પુલનો એક હિસ્સો બેસી જવાની ઘટના સામે આવી છે.

Mahuva:  50 વર્ષ જૂનું સ્ટ્રક્ચર અને ચોમાસાની અસર

મળતી માહિતી મુજબ, આ પુલ આશરે 50 વર્ષ (50 Years Old) જૂનો છે. ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને નદીના તેજ પ્રવાહને કારણે પુલના પાયામાં નુકસાન થયું હતું. આ નુકસાનને પગલે તંત્ર દ્વારા પુલના રિપેરિંગની (Repairing Work) પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે જ્યારે જેસીબી (JCB) મશીન દ્વારા નદીમાં સાફ-સફાઈ અને રક્ષણાત્મક દીવાલનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે પુલનો એક આખો ગાળો એકાએક નીચે બેસી ગયો હતો.

Advertisement

તંત્ર અને પોલીસ કાફલો સ્થળ પર

ઘટનાની જાણ થતા જ માર્ગ અને મકાન વિભાગ (R&B Department) ના ઇજનેરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પુલની ગંભીર સ્થિતિને જોતા કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મહુવા પોલીસનો (Mahuva Police) સ્ટાફ પણ ખડેપગે થઈ ગયો છે. હાલ સુરક્ષાના કારણોસર પુલ પરનો એક સાઈડનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

Advertisement

વાહનચાલકોને હાલાકી

આ પુલ શહેરના મુખ્ય માર્ગોને જોડતો હોવાથી માર્ગ બંધ થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પુલના સ્ટ્રક્ચરની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ જ આગળની કામગીરી અને ટ્રાફિક અંગે નિર્ણય લેવામાં આવશે. સદનસીબે, પુલ બેસી ગયો ત્યારે ઉપર કોઈ વાહન ન હોવાથી મોટી હોનારત ટળી હતી.

આ પણ વાંચો: Kutch : મમતા મરી પરવારી, 7 વર્ષની માસૂમ બાળકી પર સાવકા પિતા-સગી માતાનો અમાનુષી અત્યાચાર!

Tags :
Advertisement

.

×