Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: મહુવા નગરપાલિકાને ભાજપના કોર્પોરેટરોનો વિવાદ લઈ ડૂબ્યો? સુપરસીડ જાહેર

ભાજપ શાસીત મહુવા નગરપાલિકાના કાઉન્સિલરોમાં અંદરો અંદર ચાલી રહેલ વિખવાદના કારણે સરકાર દ્વારા નગરપાલિકાને સુપરસીડ જાહેર કરવામાં આવી છે.
bhavnagar  મહુવા નગરપાલિકાને ભાજપના કોર્પોરેટરોનો વિવાદ લઈ ડૂબ્યો   સુપરસીડ જાહેર
Advertisement
  • મહુવા નગરપાલિકા સુપરસીડ જાહેર
  • નગરસેવકોએ બજેટ મંજૂર ન કરતા નપા સુપરસીડ
  • સુપરસીડ થતાં વહીવટ ડેપ્યુટી કલેક્ટરને સોંપાયો
  • ભાજપના કાઉન્સિલરોને અંદરો અંદરનો વિવાદ નડ્યો

ભાજપ શાસિત મહુલા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી અંદરો અંદર ચાલી રહેલ ભારે વિવાદ બાદ ભાવનગરની મહુવા નગરપાલિકા સુપર સીડ કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલ વિવાદનો અંત આવવા પામ્યો છે.

ભાજપના કાઉન્સિલરો વચ્ચે વિવાદ

મહુવા નગર પાલિકામાં ભાજપ દ્વારા સ્પષ્ટ બહુમતી સાથે સત્તા હાંસલ કરી હતી. પરંતું કેટલાક ભાજપના બળવાખોર નગરસેવકોએ વિકાસલક્ષી બજેટ નામંજૂર કર્યું હતું. મહુવા નગરપાલિકામાં 9 વોર્ડમાં 36 કાઉન્સિલરો છે. જેમાં 25 સભ્યો ભાજપના છે. 5 કોંગ્રેસના અને 6 સમાજવાદી પાર્ટીના હતા. જેમાંથી 30 કાઉન્સિલરો ભાજપના હોવા છતાં અંદરો અંદર ચાલી રહેલ વિવાદ ચરમસીમા પર આવી ગયો હતો.

Advertisement

Advertisement

20 કાઉન્સિલરોએ બજેટ વિરૂદ્ધ વોટીંગ કર્યું

પૂર્વ અને વર્તમાન ધારાસભ્યના બે ગ્રુપમાં વહેંચાયેલા નગર સેવકોના કારણે મહુવા નગરપાલિકાનો વિકાસ અટવાયો હતો. અને કોર્પોરેટરો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી હતી કે, મહિલા પ્રમુખ ચાંદનીબેન મહેતાને હટાવવામાં આવે. થોડા સમય પહેલા મહુવા નગરપાલિકા દ્વારા વિકાસલક્ષી બજેટ નગરપાલિકામાં રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ રજુ કરતા વિવાદ સર્જાયો હતો અને બાદમાં 20 કાઉન્સિલરોએ બજેટ વિરૂદ્ધ વોટીંગ કરી બજેટને અયોગ્ય ગણાવ્યું હતું. જેથી બજેટ મંજૂર થઈ શક્યું ન હતું.

સુપરસીડ જાહેર થતા નગરપાલિકાનું વિસર્જન

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર વિવાદને લઈ મહુવા નગરપાલિકાને સુપર સીડ શા માટે ન કરવી તેની નોટિસ મોકલી હતી. જેના થોડા દિવસ બાદ આજે મહુવા નગરપાલિકાને સુપર સીડ જાહેર કરી હતી. સુપરસીડ થતાની સાથે જ નગરપાલિકાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમજ મહુવા નગરપાલિકાનો ચાર્જ ડેપ્યુટી કલેક્ટરને સોંવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

બજેટની વિરૂદ્ધમાં 19 સભ્યોએ મતદાન કર્યુ

આ બાબતે નગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, આજ રોજ મહુવા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં બજેટનો મુદ્દો પણ હતો. મળેલ સામાન્ય સભામાં કુલ 31 સભ્યો હાજર હતા. બજેટની તરફેણમાં 12 સભ્યો તેમજ બજેટની વિરૂદ્ધમાં 19 સભ્યોએ મતદાન કર્યું છે. આ બાબતે અમારા ઉપરી અધિકારીને જાણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

Tags :
Advertisement

.

×