તમિલનાડુમાં ચેન્નઈમાં મોટી દુર્ઘટના, થર્મલ પાવર સ્ટેશન પર 30 ફૂટ ઊંચો આર્ચ તૂટતા 9 શ્રમિકોના મોત,10થી વધુ ઘાયલ
- તમિલનાડુના Chennai માં મોટી દુર્ઘટના
- થર્મલ પાવર સ્ટેશન પાસે આર્ચ તૂટતા 9 લોકોના મોત
- આ દુર્ઘટનામાં 10 થી વધુ લોકોની હાલત ગંભીર
સોમવારે ઉત્તર ચેન્નઈ થર્મલ પાવર સ્ટેશન ( North Chennai Thermal Power Station)ના નિર્માણ સ્થળ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઉત્તર ચેન્નઈ થર્મલ પાવર સ્ટેશન (એનોર)ના નિર્માણ સ્થળે મંગળવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં નિર્માણાધીન એક 'આર્ચ' તૂટી પડતાં 9 શ્રમિકોનાં કરૂણ મોત થયાં હતાં અને 10થી વધુ અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઉત્તર ચેન્નઈની સ્ટેનલી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
Chennai માં મોટી દુર્ઘટના સર્જાતા 9 લોકોના મોત
નોંધનીય છે કે પોલીસ કમિશના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. જોકે, પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે પાવર પ્લાન્ટની સાઇટ પર બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં મજૂરો લગભગ 30 ફૂટ ઊંચા આર્ચ પર ચઢીને કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આ આર્ચ તૂટી પડ્યો, જેના કારણે મજૂરો નીચે પટકાયા હતા.જેમાં 9 મજૂરોના મોત થયા છે અને 10થી વધુ ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અન્ય મજૂરોએ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને અધિકારીઓને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળની ટુકડીઓ સ્થળ પર પહોંચી હતી. હાલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે અને દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. વડા પ્રધાને આ ક્ષણને દુઃખદ અને પીડાજનક ગણાવી છે.
Chennai માં મોટી દુર્ઘટના મૃતકોને PMએ કરી સહાયની જાહેરાત
નોંધનીય છે કે નોંધનીય છે કે PM મોદીએ જાહેર કર્યું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (PMRF) માંથી ₹ 2 લાખની સહાય અને ઘાયલોને ₹ 50 હજારની સહાય ની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: બિહારમાં અંતિમ મતદાર યાદી જાહેર: ચૂંટણી પંચે 'SIR' પ્રક્રિયા બાદ ફાઇનલ ડેટા જારી કર્યો