ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

South Korea: દક્ષિણ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસી ગયું પ્લેન, 179 લોકોના મોત જુઓ Live Video

જેજુ એરનું વિમાન 175 મુસાફરો અને 6 ફ્લાઈટ એટેન્ડન્ટને લઈને થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું
07:25 AM Dec 29, 2024 IST | SANJAY
જેજુ એરનું વિમાન 175 મુસાફરો અને 6 ફ્લાઈટ એટેન્ડન્ટને લઈને થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું
Major accident in South Korea, plane skids off runway during landing@ Gujarat First

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જેજુ એરનું વિમાન 175 મુસાફરો અને 6 ફ્લાઈટ એટેન્ડન્ટને લઈને થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું અને લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. એરપોર્ટ દક્ષિણ કોરિયા (South Korea)ના દક્ષિણ ભાગમાં આવેલું છે.

દક્ષિણ કોરિયામાં 181 લોકોને લઈ જતું વિમાન ક્રેશ થયું

South Koreaમાં 181 લોકોને લઈ જતું વિમાન ક્રેશ થયું છે, જેમાં 62 લોકોના મોત થયા છે. લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું, જેના કારણે મોટો અકસ્માત થયો હતો. અહેવાલો પ્રમાણે, દક્ષિણ કોરિયા (South Korea)ના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન રનવે પરથી સરકીને ક્રેશ થયું હતું, જેમાં 179 લોકોના મોત થયા હતા.

જેજુ એરનું વિમાન 175 મુસાફરો અને છ ફ્લાઈટ એટેન્ડન્ટને લઈને થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જેજુ એરનું વિમાન 175 મુસાફરો અને છ ફ્લાઈટ એટેન્ડન્ટને લઈને થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું અને લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. એરપોર્ટ દક્ષિણ કોરિયા (South Korea)ના દક્ષિણ ભાગમાં આવેલું છે. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ પ્લેન બેંગકોકથી આવી રહ્યું હતું અને રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. સાઉથ-વેસ્ટ કોસ્ટ એરપોર્ટ પર સ્થાનિક સમય મુજબ સવારે 9:07 વાગ્યે આ ઘટના બની હતી. દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સુંગ-મોકે રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા સૂચના આપી છે.

ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉછળતા જોવા મળી રહ્યા છે

મુઆન ફાયર વિભાગના અધિકારી લી સિયોંગ-સિલનું કહેવું છે કે તેમને પ્રથમ 23 મૃતદેહો મળ્યા છે અને તેમને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. "અમે લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ," તેમણે કહ્યું. "અમે વધુમાં વધુ લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, વિમાનમાં 175 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેન રનવે પરથી સરકીને એરપોર્ટની વાડ સાથે અથડાયું હતું. જેજુ એર ફ્લાઇટ 2216 બેંગકોકથી ઉડાન ભરી હતી. અકસ્માત બાદ તરત જ સોશિયલ મીડિયા પર તસવીરો આવવા લાગી, જેમાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉછળતા જોવા મળી રહ્યા છે. તેમજ હાલમાં મોતનો આંકડો વધી 179 થયો છે.

લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો હતો

એક રિપોર્ટ પ્રમાણે, લેન્ડિંગ ગિયર ફેલ થયા બાદ પાયલોટે સીધું લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો. ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટની સ્પીડ ઓછી ન થઈ શકી, જેના કારણે તે રનવેના છેડે પહોંચી ગયું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તે એરપોર્ટના છેડે વાડ સાથે અથડાયું અને વિમાનમાં આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 175 મુસાફરોમાંથી 173 કોરિયન નાગરિક છે અને 2 થાઈ નાગરિકો છે.

આ પણ વાંચો: Plane Crash:પુતિને કઝાકિસ્તાન વિમાન દુર્ઘટના બદલ માંગી માફી!

Tags :
AccidentGujarat FirstpassengersPlanerunwaySouth Korea
Next Article