Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : કાગડાપીઠ હત્યા કેસમાં PI વિરુદ્ધ મોટી કાર્યવાહી! ઠાકોર સમાજનાં લોકોનો ચક્કાજામ

અમદાવાદમાં એક પછી એક હત્યાની ઘટનાઓ બનતા સુરક્ષા-વ્યવસ્થા પર અનેક સવાલ ઊભા થયા છે.
ahmedabad   કાગડાપીઠ હત્યા કેસમાં pi વિરુદ્ધ મોટી કાર્યવાહી  ઠાકોર સમાજનાં લોકોનો ચક્કાજામ
Advertisement
  1. Ahmedabad કાગડાપીઠ હત્યા કેસમાં PI સસ્પેન્ડ
  2. ઘટનામાં તાત્કાલિક પગલા ન લેતા એસ.એ. પટેલ સસ્પેન્ડ
  3. ગઈકાલે અંગત અદાવતમાં અલ્પેશ ઠાકોરની હત્યા થઈ હતી

અમદાવાદનાં (Ahmedabad) કાગડાપીઠ (Kagdapith) વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા બાદ હોબાળો મચી જવા પામ્યો છે. અલ્પેશ ઠાકોર નામનાં યુવકની હત્યા બાદ સારંગપુર (Sarangpur) વિસ્તારમાં ઠાકોર સમાજનાં લોકોએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે હવે સ્થાનિક PI ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગઈકાલે અંગત અદાવતમાં અલ્પેશ ઠાકોરની હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો - અમદાવાદ પોલીસે ભરોસો ગુમાવ્યો? પોલીસ બાતમીદારની હત્યા બાદ ઉઠ્યા અનેક સવાલ

Advertisement

Advertisement

PI એસ.એ.પટેલને ફરજ પરથી સસ્પેન્ડ કરાયાં

અમદાવાદમાં (Ahmedabad) એક પછી એક જાહેરમાં હત્યાની ઘટનાઓ સામે આવતા સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલ ઊભા થયા છે. બોપલ (Bopal), નહેરૂનગર બાદ ગઈકાલે કાગડાપીઠ વિસ્તારમાં અલ્પેશ ઠાકોર નામનાં યુવકની હત્યા (Kagdapith Murder Case) કરવામાં આવી હતી. આ ઘટના બાદ ઠાકોર સમાજનાં લોકોએ આજે સારંગપુર વિસ્તારમાં ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓને કડક સજા કરવા માગ કરી હતી. દરમિયાન, આ ઘટનાની ગંભીરતાને જોતા PI એસ.એ.પટેલને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘટનામાં તાત્કાલિક પગલા ન લેતા તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી છે.

આ પણ વાંચો - Ahmedabad શહેરમાં વધુ એક ખૂની ખેલ ખેલાયો, બુટલેગર અને તેના સાગરીતોએ કરી એક યુવકની હત્યા

ઠાકોર સમાજનાં લોકોનું ચક્કાજામ, હત્યા કેસમાં 4 વિરુદ્ધ ફરિયાદ

જણવી દઈએ કે, સારંગપુર વિસ્તારમાં ઠાકોર સમાજનાં લોકોએ મૃતકનાં પરિવારજનો સાથે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ચક્કાજામને પગલે રોડ પર ટ્રાફિક સર્જાયો હતો. કાગડાપીઠ પોલીસ સ્ટેશનની (Kagdapith Police Station) બહાર મોટી સંખ્યામાં સમાજનાં લોકો ભેગા થયા હતા અને આરોપીઓને કડક સજા કરવા માગ કરી હતી. આ કેસમાં અત્યાર સુધી પોલીસે 4 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સાથે જ આરોપી જિગ્નેશ શર્મા અને એક સગીરની ધરપકડ કરી છે. આરોપી વિશાલ ચુનારા અને વિરાજ ચુનારા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. માહિતી અનુસાર, આરોપી જિગ્નેશ શર્મા પર અગાઉ પણ 4 કેસ નોંધાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો - Bhavnagar : સાવકી માતાની ક્રૂરતા! માસૂમનાં માથાનાં વાળ અને આંખના ભમર કાપ્યાં!

Tags :
Advertisement

.

×