ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોરખપુર NEET વિદ્યાર્થી હત્યા કેસમાં મોટી કાર્યવાહી, પોલીસ ચોકીના તમામ પોલીકર્મીઓ સસ્પેન્ડ

ગોરખપુર NEET વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસ તંત્રએ મોટી કાર્યવાહી કરી છે, ચોકીના તમામ પોલીસ કર્મચારીઓને સત્વરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે
11:13 PM Sep 16, 2025 IST | Mustak Malek
ગોરખપુર NEET વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસ તંત્રએ મોટી કાર્યવાહી કરી છે, ચોકીના તમામ પોલીસ કર્મચારીઓને સત્વરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે
NEET વિદ્યાર્થી

ગોરખપુર NEET વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસ તંત્રએ મોટી કાર્યવાહી કરી છે.  ચોકીના તમામ પોલીસ કર્મચારીઓને સત્વરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગોરખપુર જિલ્લામાં ગૌહત્યામાં સંકળાયેલા શખ્સો દ્વારા 19 વર્ષીય યુવાન દીપકની હત્યા કેસે ગંભીર વળાંક લીધો છે. ઘટનામાં પોલીસે મોટી બેદરકારી દાખવતાં ગોરખપુરના એસએસપી રાજ કરણ નૈયરે કડક પગલાં લીધાં છે. પિપરાઈચ પોલીસ સ્ટેશનના જંગલ દુષણ ચોકી પર તૈનાત તમામ પોલીસકર્મીઓને તરત અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સોમવારે મોડી રાત્રે લગભગ 3 વાગ્યે ઉત્તર પ્રદેશના પિપરાઈચના જંગલધૂસડ ગામમાં પશુ તસ્કરો ત્રણ ગાડીઓ સાથે પહોંચ્યા અને બાંધેલા પશુઓને ખોલવા લાગ્યા. ગાડીઓ અને પશુઓની હલચલથી ગ્રામજનોની ઉઠી ગયા હતા. અને લોકો ઘરની બહાર નીકળી આવ્યા. આ દરમિયાન, NEETની તૈયારી કરતો 19 વર્ષનો વિદ્યાર્થી દીપક પણ ઘોંઘાટ સાંભળી બહાર આવ્યો અને ગ્રામજનો સાથે મળીને તસ્કરોનો પીછો કરવા લાગ્યો.

ગોરખપુર NEET વિદ્યાર્થી હત્યા કેસમાં મોટી કાર્યવાહી

નોંધનીય છે કે તસ્કરો અને ગામજનોએ સામસામે પથ્થરમાર કર્યો બાદ ઘટનાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું. ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તસ્કરો ભાગી રહ્યા હતા અને તેમની એક ગાડી કાદવમાં ફસાઈ ગઈ. એ જ સમયે ગામજનોએ તેમનો સામનો કર્યો અને બંને તરફથી પથ્થરમાર શરૂ થયો. અફરાતફરી વચ્ચે તસ્કરો 19 વર્ષીય દીપકને જબરદસ્તી પોતાની ગાડીમાં બેસાડીને લઇ ગયા.ઘટનાના થોડા કલાકો પછી દીપકનો મૃતદેહ ગામથી આશરે 4 કિલોમીટર દૂર આવેલા સરૈયા ગામ પાસે મળી આવ્યો. ઘટના બાદ સમગ્ર ગામમાં તણાવનું વાતાવરણ છવાઈ ગયું અને લોકોએ રોષ વ્યક્ત કર્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો.

ગોરખપુર NEET વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસ વડાએ આપ્યું નિવેદન

ગોરખપુરના એસએસપી રાજ કરણ નૈયરે જણાવ્યું હતું કે દીપકના માથા પર ગંભીર ઈજાઓ હતી, જેને કારણે તેનું મોત થયું. પ્રાથમિક તપાસમાં ગોળી વાગવાનો કોઈ પુરાવો મળ્યો નથી. આ સમગ્ર મામલે વિશેષ તપાસ ટીમ બનાવી દેવામાં આવી છે અને આરોપીઓની ઝડપથી ધરપકડ કરવા સૂચના આપવામાં આવી છે.

ગ્રામજનોમાં ભારે આક્રોશ

ઉલ્લેખનીય છે કે , ગ્રામજનો દ્વારા એક તસ્કરને પકડવામાં આવ્યો હતો, જેને ઈજાઓ થઈ છે અને તેની સારવાર ચાલી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવી ઘટનાઓ કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં અને ગુનેગારોને કડક સજા આપવામાં આવશે. હવે ઘટનામાં બેદરકારી દાખવનારા સ્થાનિક પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ગ્રામજનોનો આરોપ છે કે પોલીસની બેદરકારીને કારણે તસ્કરો નિર્ભય છે. તેમનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો આવી પરિસ્થિતિ ઊભી ન થાત. ઘણા ગ્રામજનોનું કહેવું છે કે તસ્કરો લાંબા સમયથી આ વિસ્તારમાં સક્રિય છે અને વહીવટીતંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. દીપકના મૃત્યુથી આ ગુસ્સામાં વધુ વધારો થયો છે. હવે ગ્રામજનો ઇચ્છે છે કે તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને તેમને કડક સજા આપવામાં આવે.

 

આ પણ વાંચો:   ઉત્તરાખંડના દેહરાદૂન માં વાદળ ફાટવાથી 50થી વધુ ગુજરાતી ફસાયા ; જીવના જોખમે પ્રવાસીઓએ ચાલતી પકડી

Tags :
Gorakhpur Murder CaseGujarat FirstJustice for DeepakNEET Student KilledPolice Negligence IndiaPolice Suspension ActionSmuggling Violence Incidentuttar pradesh Crime news
Next Article