ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi Blast : પુલવામા હુમલા સાથે છે બ્લાસ્ટ થયેલ I20 કારનું કનેક્શન? ચોંકાવનારી વિગતો આવી સામે

08:04 PM Nov 10, 2025 IST | Vipul Sen
DelhiBlast_Gujarat_First
  1. આતંકી ષડયંત્રનાં ખુલાસા વચ્ચે દિલ્હીથી મોટા સમાચાર (Delhi Blast)
  2. દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં મોટો બ્લાસ્ટ
  3. બ્લાસ્ટની તીવ્રતાને લીધે નજીકમાં અન્ય 3 થી 4 વાહનમાં આગ
  4. કાર વિસ્ફોટમાં 9 લોકોના મોત, અનેક લોકો ગંભીર રીત ઘાયલ
  5. બ્લાસ્ટની તીવ્રતાને લીધે આસપાસની દુકાનોનાં કાચ તૂટ્યાં
  6. બ્લાસ્ટના સ્થળ સહિત સમગ્ર વિસ્તારમાં પોલીસની નાકાબંધી
  7. બ્લાસ્ટની ઘટનાને લઈને સંપૂર્ણ દિલ્હી હાઈએલર્ટ પર મુકાયું

Delhi Blast : દિલ્હીથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન (Red Fort Metro Station) નજીક કારમાં બ્લાસ્ટ થયા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એક કારમાં બ્લાસ્ટ થયા નજીકની અનેક ગાડીઓ આગની ચપેટમાં આવી છે. આતંકી ષડયંત્રનાં ખુલાસા વચ્ચે દિલ્હીમાં આ હચમચાવે એવી ઘટના બનતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. માહિતી અનુસાર, બ્લાસ્ટની તીવ્રતાને લીધે નજીકમાં અન્ય 3 થી 4 વાહનમાં આગ લાગી છે. આ બ્લાસ્ટમાં કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. જ્યારે 10 લોકોનાં મોત થયા હોવાનાં અહેવાલ છે.

બ્લાસ્ટની તીવ્રતાને લીધે આસપાસની દુકાનોનાં કાચ પણ તૂટ્યાં છે. પોલીસ બાદ NIA ની ટીમ ઘટનાસ્થળે પહોચવા રવાના થઈ હોવાની માહિતી છે. દિલ્હી પોલીસની (Delhi Police) ટીમ બ્લાસ્ટનાં કારણોની તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં ઘટનાસ્થળે ફાયરબ્રિગેડનાં 7 વાહનો પહોંચ્યા હોવાની માહિતી છે. સાથે જ દિલ્હી પોલીસની સ્પેશ્યિલ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે બ્લાસ્ટનાં સ્થળ સહિત સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હોવાની માહિતી છે. મેટ્રો સ્ટેશનનાં ગેઇટ નંબર-1 પાસે બ્લાસ્ટની માહિતી છે. બ્લાસ્ટની ઘટનાને લઈ સંપૂર્ણ દિલ્હી હાઈએલર્ટ પર છે.

બ્લાસ્ટ થયેલ I20 કારને લઈ ચોંકાવનારી વિગતો આવી સામે

November 10, 2025 11:57 pm

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે જે I20 કારમાં બ્લાસ્ટ થયો છે, તેને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, જે I20 કારમાં બ્લાસ્ટ થયો તેને ઘણીવાર ખરીદવા-વેચવામાં આવી હતી. કાર માલિકના સાચા એડ્રેસ અંગે પણ હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી. સૂત્રો મુજબ, પુલવામાનાં તારિક નામનાં શખ્સે પણ આ I20 કાર ખરીદી હતી, જેમાં બ્લાસ્ટ થયો છે. એવા પણ અહેવાલ છે કે પુલવામા હુમલાનાં દિવસે પણ આ કાર વેચવામાં આવી હતી. કાર ખરીદવા અને વેચવામાં બોગસ દસ્તાવેજોનો ઉપયોગ થયો હોવાનો પણ દાવો છે. જો કે, આ બ્લાસ્ટ આતંકવાદી ઘટના છે એવી કોઈ સત્તાવાર માહિતી અત્યાર સુધી આપવામાં આવી નથી. આ બ્લાસ્ટ પાછળ કોઈ આતંકવાદી કાવતરું છે કે પછી અન્ય કોઈ કારણ છે તેને લઈ તમામ તપાસ એજન્સીઓએ સધન કાર્યવાહી હાથ ધરી છે.

દિલ્હી બ્લાસ્ટમાં ઘાયલોની લિસ્ટ આવી સામે

November 10, 2025 11:26 pm

1) હર્ષુલ (28, પિતા સંજીવ સેઠી, ગદરપુર, ઉત્તરાખંડ) 2) શિવા જાયસવાલ (32, દેવરિયા, ઉત્તર પ્રદેશ) 3) પપ્પુ (53, પિતા દૂધવી રામ, આગ્રા) 4) અશોક કુમાર (34, પિતા જગબંશ સિંહ, અમરોહા) 5) મોહમ્મદ દાઉદ (31, પિતા જાનુદ્દીન, લોની, ગાઝિયાબાદ) 6) તિલક રાજ (45, પિતા કિશન ચંદ, હમીરપુર, હિમાચલ પ્રદેશ) 7) શાઇના પરવીન (23, પિતા મોહમ્મદ સૈફુલ્લાહ), 8) સમીર (26, રહે. માંડાવલી), 9) જૉગિંદર (28, રહે. નંદ નગરી), 10) ભવાની શંકર સામરા (30, રહે. સંગમ વિહાર), 11) ગીતા (26, પિતા શિવ પ્રસાદ) 12) વિનય પાઠક (50, પિતા રામાકાંત પાઠક), 13) વિનોદ (55, પિતા વિશાલ સિંહ) 14) શિવમ ઝા (21, પિતા સંતોષ ઝા) 15) મોહમ્મદ શહનવાઝ (35, પિતા સ્વર્ગસ્થ અહમદ જમાન) 16) અંકુશ શર્મા (28, પિતા સુધીર શર્મા) 17) મોહમ્મદ ફારુખ (55, પિતા અબ્દુલ કાદિર) 18) મોહમ્મદ સફવાન (28, પિતા મોહમ્મદ ગુફરાન) 19) કિશોરી લાલ (42, પિતા મોહન લાલ) 20) આઝાદ (પિતા રસુદ્દીન)

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઇજાગ્રસ્તોને મળ્યા

November 10, 2025 11:22 pm

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને મંત્રી આશિષ સૂદ લોકનાયક હોસ્પિટલમાં ઘાયલ દર્દીઓને મળ્યા. આજે સાંજે લગભગ 7 વાગ્યે લાલ કિલ્લા પાસે હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વ્યક્ત કર્યું દુ:ખ

November 10, 2025 11:12 pm

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ટ્વીટ કર્યું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે,"દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં જીવ ગુમાવનારાઓનાં પરિવારો અને મિત્રો પ્રત્યે હું હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોનાં ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું."

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વ્યક્ત કરી સંવેદના

November 10, 2025 11:12 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ટ્વીટ કર્યું, "દિલ્હી વિસ્ફોટમાં થયેલા જાનહાનિથી દુઃખ શબ્દમાં વ્યક્ત કરી શકાય તેમ નથી, જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. વિસ્ફોટ સ્થળની મુલાકાત લીધી છે અને હોસ્પિટલમાં ઘાયલો સાથે પણ મુલાકાત કરી છે. તેમના ઝડપી સ્વસ્થ થવા માટે મારી પ્રાર્થના છે. ટોચની એજન્સીઓ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરાશે."

દ્વારકા, સુરેન્દ્રનગર, દાહોદમાં પોલીસ એલર્ટ

November 10, 2025 10:57 pm

દિલ્હીમાં થયેલ બોમ્બ ધડાકાનાં પગલે દ્વારકા જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયો છે. સાથે જ દ્વારકા જગત મંદિરમાં સુરક્ષા વધારાઈ છે. શહેરમાં પોલીસ sog , lcb દ્વારા સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે. સમુદ્ર કાંઠે મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડે પણ ચેકિંગ શરૂ કર્યું છે. રેલ્વે સ્ટેશન, બસસ્ટેન્ડ, વિવિધ હોસ્પિટલ સહિત જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. શંકાશીલ વાહન અને વ્યક્તિની સઘન તપાસ થઈ રહી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પોલીસ સતર્ક બની છે. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે.

દિલ્હીનાં સીએમ રેખા ગુપ્તાએ સંવેદના વ્યક્ત કરી

November 10, 2025 10:50 pm

દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ટ્વીટ કરી લખ્યું, "આ દુ:ખદ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય. અસરગ્રસ્ત લોકો માટે દરેક શક્ય સહાય સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ, NSG, NIA અને FSL ની ટીમો સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે. હું દિલ્હીનાં તમામ રહેવાસીઓને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરું છું..."

દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસનો ધમધમાટ તેજ

November 10, 2025 10:42 pm

અત્યાર સુધીમાં તપાસમાં સામે આવ્યું છે કે, હરિયાણા નંબરની I-20 કારમાં બ્લાસ્ટ થયો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ હરિયાણા જવા રવાના થઈ છે. મોહમ્મદ નદીમના નામથી કાર નોંધાયેલી છે. જ્યારે સલમાન નામના એક શખ્સની પોલીસે અટકાયત પણ કરી છે. પૂછપરછમાં સલમાને કાર વેચી માર્યાનું જણાવ્યું છે. કારના અસલી માલિકનાં નામ અંગે તપાસ તેજ કરાઈ છે.

આવતીકાલે ગૃહ મંત્રાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે

November 10, 2025 10:39 pm

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ઘટના સ્થળે મુલાકાત લીધા બાદ હવે આવતીકાલે ગૃહ મંત્રાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. આ બેઠક ગૃહમંત્રી અમિતભાઈ શાહ હાજર રહેશે. કેન્દ્રીય એજન્સીઓનાં વડાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત, દિલ્હી પોલીસનાં ઉચ્ચ અધિકારી પણ હાજર રહેશે.

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનું ટ્વીટ

November 10, 2025 10:35 pm

દિલ્હી વિસ્ફોટની ઘટના બાજ ગુજરાતમાં પણ હાઇએલર્ટ અપાયું છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ટ્વીટ કરી માહિતી આપી છે કે, ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર છે. DGP દ્વારા ગુજરાતનાં નાગરિકોને અપીલ કરવામાં આવી છે. કંઈ શંકાસ્પદ ધ્યાને આવે તો જાણ કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘટના સ્થળે પહોંચ્યા

November 10, 2025 10:22 pm

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે વિસ્ફોટની ઘટના બનતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બનાવ સ્થળે પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમામ માહિતી મેળવી રહ્યા છે. તેમની સાથે વિવિધ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી માહિતી

November 10, 2025 10:19 pm

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે વિસ્ફોટની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મીડિયાને માહિતી આપી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી આ ઘટનામાં 8 લોકોનાં મોત થયા હોવાની માહિતી સામે આવી છે. પીએમ મોદી સાથે મારી વાત થઈ છે. FSL, NSG સહિતની તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી છે. હું પણ થોડી વારમાં ઘટના સ્થળે જઈશ. તમામ પહેલુંની તપાસ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઇજાગ્રસ્તોને મળ્યા

November 10, 2025 10:15 pm

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે વિસ્ફોટની ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા અને તેમના હાલચાલ પૂછ્યા છે.

NSG ની ટીમ ઘટનાસ્થળે પહોંચી

November 10, 2025 10:09 pm

દિલ્હીનાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનનાં ગેટ નંબર 1 પાસે થયેલા વિસ્ફોટ બાદ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે.

દિલ્હી બ્લાસ્ટને પગલે નવસારીમાં એલર્ટ

November 10, 2025 10:07 pm

દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઈવે નંબર 48 પર નવસારીમાં પોલીસે એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી બ્લાસ્ટ બાદ નવસારીમાં પોલીસે શરૂ સધન ચેકિંગ શરૂ કર્યું છે. નવસારી શહેર સહિત જિલ્લાના તમામ નાકા પોઇન્ટ પર સધન ચેકિંગ કરાયું છે. સતર્કતાનાં ભાગરૂપે નવસારી પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. હાઈવે સહિત તમામ નાકા પોઈન્ટ પર પોલીસ દ્વારા વાહનોમાં તપાસ થઈ રહી છે.

દિલ્લી બોમ્બ બ્લાસ્ટનાં પગલે કચ્છમાં પણ એલર્ટ!

November 10, 2025 10:05 pm

દિલ્લી બોમ્બ બ્લાસ્ટનાં પગલે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આડેસર અને સામખીયારી ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. આજે દિલ્લીમાં થયેલાં કાર વિસ્ફોટનાં પગલે એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કચ્છનાં પ્રવેશદ્વાર પર ચેકિંગનાં આદેશ અપાયા છે. આડેસર અને સુરજબારી પોલીસ ચેક પોસ્ટ પર ચેકિંગ થઈ રહ્યું છે. કચ્છમાં પ્રવેશ કરતા અને કચ્છમાંથી જિલ્લા બહાર જતા તમામ વાહનો અને લોકોની સઘન તપાસ થઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્યું ટ્વિટ

November 10, 2025 9:53 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રો સ્ટેશન નજીક થયેલ બ્લાસ્ટની ઘટનામાં મૃતકોનાં પરિવારજનો પ્રત્ય સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી લખ્યું કે, 'આજે સાંજે દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. અસરગ્રસ્તોને અધિકારીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહજી અને અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી.'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની દિલ્હી પોલીસનાં સીપી સાથે બેઠક

November 10, 2025 9:45 pm

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે વિસ્ફોટની ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકનાયક હોસ્પિટલ પહોંચ્યા છે, જ્યાં ઇજાગ્રસ્તોને દાખલ કરાયા છે. અહીં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસનાં સીપી સતીશ ગોલ્ચા અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી છે. બેઠક બાદ તેઓ ઇજાગ્રસ્તો સાથે મુલાકા કરશે.

Delhi Blast : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલ પહોંચ્યા, ઇજાગ્રસ્તોને મળશે

November 10, 2025 9:37 pm

દિલ્હી મેટ્રો સ્ટેશન નજીક બ્લાસ્ટની ઘટનામાં અનેક લોકો ઘવાય છે. ત્યારે તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલ પહોંચ્યા હોવાની માહિતી છે. હોસ્પિટલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરશે.

NSG નું પોસ્ટ-બ્લાસ્ટ ઇન્વેસ્ટિગેશન યુનિટ ઘટના સ્થળે પહોંચશે

November 10, 2025 9:32 pm

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) નું એક પોસ્ટ-બ્લાસ્ટ ઇન્વેસ્ટિગેશન યુનિટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક બ્લાસ્ટ સ્થળ પર જઈ રહ્યું છે, જેથી વિસ્ફોટ માટે જવાબદાર સામગ્રીનાં નિશાન એકત્રિત કરી શકાય અને ઘટનાની તપાસ કરી શકાય. ટીમ ટૂંક સમયમાં પહોંચવાની અપેક્ષા છે.

હું ટૂંક સમયમાં ઘટનાસ્થળે જઈશ અને તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત પણ લઈશ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે

November 10, 2025 9:26 pm

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી બ્લાસ્ટ અંગે જણાવ્યું કે, "આજે સાંજે, લગભગ 7 વાગ્યાની આસપાસ, દિલ્હીનાં લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને કેટલાક વાહનોને નુકસાન થયું. પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. વિસ્ફોટની માહિતી મળ્યાના 10 મિનિટની અંદર, દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. NSG અને NIA ટીમો, FSL સાથે, હવે સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે. નજીકનાં તમામ CCTV કેમેરાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મેં દિલ્હી CP અને સ્પેશિયલ બ્રાન્ચના પ્રભારી સાથે પણ વાત કરી છે. દિલ્હી CP અને સ્પેશિયલ બ્રાન્ચના પ્રભારી ઘટનાસ્થળે હાજર છે. અમે બધી શક્યતાઓ શોધી રહ્યા છીએ અને બધી શક્યતાઓને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તપાસ કરીશું. બધા વિકલ્પોની તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને અમે પરિણામો જાહેર કરીશું. હું ટૂંક સમયમાં ઘટનાસ્થળે જઈશ અને તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત પણ લઈશ."

દિલ્હી વિસ્ફોટ બાદ દેશનાં અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર

November 10, 2025 9:23 pm

દિલ્હી વિસ્ફોટને પગલે દેશનાં અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી વિસ્ફોટ બાદ બિહાર હાઈ એલર્ટ પર છે. ચૂંટણી રાજ્ય બિહારમાં વિવિધ ટીમો એલર્ટ પર છે અને દરેકની તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ ચંદીગઢમાં સુરક્ષા કડક કરવામાં આવી છે અને પોલીસ હાઈ એલર્ટ પર છે. કેરળમાં પણ પોલીસ વડાએ પોલીસ તંત્રને રાજ્યભરમાં સુરક્ષા મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો છે. હરિયાણામાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને સૂચનાઓ જારી કરી છે. આ સિવાય, ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પોલીસ મહાનિર્દેશક રાજીવ કૃષ્ણ પાસેથી ઘટનાની માહિતી મેળવ્યા બાદ, ઉત્તર પ્રદેશનાં સમગ્ર પોલીસ દળને હાઈ એલર્ટ પર રાખવા અને સઘન ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે.

દિલ્હી પોલીસે બે લોકોની અટકાયત કરી

November 10, 2025 9:17 pm

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બે શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. દિલ્હી પોલીસને સીસીટીવી ફૂટેજ મારફતે મહત્ત્વનાં પુરાવા મળ્યા હોવાની માહિતી છે. દિલ્હીમાં વાહનોનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ રેલવે સ્ટેશન પર ચેકિંગ શરૂ

November 10, 2025 9:14 pm

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટમાં પણ પોલીસ એક્ટિવ મોડમાં આવી છે અને રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ રાજકોટ હાઈ એલર્ટ પર હોવાની માહિતી છે.

દિલ્હીની ઘટના બાદ અંબાજીમાં એલર્ટ, ચેકિંગ શરૂ!

November 10, 2025 9:05 pm

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ અંબાજી ખાતે એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા પોલીસ દ્વારા હાલમાં વિવિધ જગ્યાઓ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ ટીમો મંદિરમાં પણ ચેકિંગ માટે જશે એવી માહિતી છે. આજે અંબાજી મંદિર ખાતે આવતા ભક્તોની ચકાસણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો અંબાજી આવી રહ્યા છે. અંબાજી ખાતે આવતીકાલે બીડીએસ, કયુંઆરટી સહિત વિવિધ ટીમો સવારે પહોંચશે એવી માહિતી છે.

અમદાવાદમાં પણ પો. કમિશનરે આપ્યા ચેકિંગના આદેશ

November 10, 2025 8:59 pm

દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદમાં પણ પોલીસ એલર્ટ મોડમાં આવી છે. પોલિસ કમિશનર દ્વારા વિવિધ સંવેદનશીલ સ્થળે સઘન ચેકિંગ કરવા આદેશ અપાયા છે. પોલીસની અલગ અલગ ટુકડીઓ વાહનોની તપાસ કરી રહી છે. દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર, પ્રેમ દરવાજા પાસે પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું છે. રાત્રિ દરમિયાન અમદાવાદનાં અલગ-અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાશે.

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ નર્મદા જિલ્લામાં પણ પોલીસનું સઘન ચેકિંગ

November 10, 2025 8:59 pm

દિલ્હીની ઘટના બાદ નર્મદા જિલ્લામાં પણ પોલીસે સઘન તપાસ શરૂ કરી હોવાની માહિતી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું હોવાની માહિતી સામે આવી છે. નર્મદા જિલ્લાનાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ખાતે પોલીસ સહિત અન્ય સલામતી દળોની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. ભારત પર્વની ઊજવણીમાં રોજેરોજ અલગ-અલગ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ તથા મંત્રીઓ સહિતનાં વિવિઆઈપી મહેમાનો આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ સહિત આસપાસના વિસ્તારોમાં ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. 15 મી નવેમ્બરે પીએમ મોદીનો ડેડિયાપાડા ખાતે મોટો કાર્યક્રમ પણ હોવાને લીધે અન્ય રાજ્યોમાંથી કોઈ ઘૂંસપેંઠ ના થાય એને લઈને પણ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે.

દિલ્હી લાલ કિસ્સા બ્લાસ્ટની ઘટના બાદ સુરતમાં એલર્ટ!

November 10, 2025 8:51 pm

અહેવાલ અનુસાર, દિલ્હી લાલ કિલ્લા પાસે બ્લાસ્ટની ઘટના બાદ ડાયમંડ સિટી સુરતમાં એલર્ટ અપાયું છે. સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી છે. સુરતનાં અલગ-અલગ વિસ્તારમાં ચાપતી નજર રાખવામાં આવી રહી છે. અલગ-અલગ ચેક પોઈન્ટ પર ચકાસણી કરવામાં આવશે એવી માહિતી છે.

દિલ્હી પોલીસ કમિશનરનું નિવેદન

November 10, 2025 8:45 pm

દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ માહિતી આપતા કહ્યું કે, "આજે સાંજે લગભગ 6.52 વાગ્યે, એક ધીમી ગતિએ ચાલતું વાહન લાલ લાઇટ પર રોકાઈ ગયું. ત્યાર બાદ તે વાહનમાં વિસ્ફોટ થયો અને વિસ્ફોટને કારણે નજીકના વાહનોને પણ નુકસાન થયું. બધી એજન્સીઓ, FSL, NIA, અહીં છે... ઘટનામાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે અને કેટલાક ઘાયલ થયા છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ગૃહમંત્રીએ પણ અમને ફોન કર્યો છે અને સમયાંતરે તેમની સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે."

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ એકતાનગર આવેલા દિલ્હી ટુરિઝમ મંત્રી રાજધાની જવા રવાના

November 10, 2025 8:41 pm

દિલ્હી ટુરિઝમ મંત્રી કપિલ મિશ્રા અને LG વિનય કુમાર સક્સસેના દિલ્હી જવા રવાના થયા છે. કાર્યકમ છોડી મંત્રી અને LG દિલ્હી જવા માટે રવાના થયા હોવાની માહિતી છે. એકતાનગર ખાતે કપિલ મિશ્રા અને વિનય કુમાર સક્સસેના આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી

November 10, 2025 8:35 pm

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં બ્લાસ્ટની ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી હતી. NSG, NIA અને ફોરેન્સિક વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. દિલ્હીની ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રી IB ડિરેક્ટર સાથે સતત સંપર્કમાં છે.

બ્લાસ્ટ અંગે પ્રત્યક્ષદર્શીનું નિવેદન

November 10, 2025 8:16 pm

બ્લાસ્ટના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, "હું ખુરશી પર બેઠો હતો અને અચાનક એટલો જોરદાર ધમાકો થયો કે હું પોતે ત્રણ વાર પડી ગયો. મને એવું લાગ્યું કે જાણે જમીન ફાટી જવાની હોય." આ નિવેદન ધમાકાની તીવ્રતા અને લોકો પર પડેલી અસરનો અંદાજ આપે છે.

દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર

November 10, 2025 8:14 pm

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા ધમાકા બાદ, દિલ્હીમાં તાત્કાલિક હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળ સહિત સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

ફોરેન્સિક ટીમ તપાસમાં જોડાઈ

November 10, 2025 8:13 pm

લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટની તપાસમાં ફોરેન્સિક ટીમ જોડાઈ ગઈ છે. માહિતી મુજબ, આ ધમાકો એટલો જોરદાર હતો કે તેની તીવ્રતાને કારણે નજીકમાં આવેલી કેટલીક દુકાનોના કાચ પણ તૂટી ગયા હતા. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળ પરથી પુરાવાઓ એકઠા કરી રહી છે, જેથી બ્લાસ્ટના કારણ અને તેની પ્રકૃતિ વિશે ચોક્કસ માહિતી મળી શકે.

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કાર પાસે બ્લાસ્ટમાં 9 લોકોના મોત

November 10, 2025 8:10 pm

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા શક્તિશાળી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં નવ (9) લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ગમખ્વાર ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાયું છે. દિલ્હી પોલીસ અને સ્પેશિયલ એજન્સીઝની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બ્લાસ્ટના ચોક્કસ કારણોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

Next Article