Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bengaluru માં મોટી દુર્ઘટના, ભારે વરસાદના કારણે ઈમારત ધરાશાયી, અનેક લોકો ફસાયા

બેંગલુરુમાં વરસાદના કારણે એક મોટી દુર્ઘટના ભારે વરસાદને કારણે બાંધકામ હેઠળની ઈમારત ધરાશાયી 3 ના મોત, કાટમાળ નીચે અનેક લોકો ફસાયા બેંગલુરુ (Bengaluru)થી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ, કાટમાળ નીચે...
bengaluru માં મોટી દુર્ઘટના  ભારે વરસાદના કારણે ઈમારત ધરાશાયી  અનેક લોકો ફસાયા
Advertisement
  1. બેંગલુરુમાં વરસાદના કારણે એક મોટી દુર્ઘટના
  2. ભારે વરસાદને કારણે બાંધકામ હેઠળની ઈમારત ધરાશાયી
  3. 3 ના મોત, કાટમાળ નીચે અનેક લોકો ફસાયા

બેંગલુરુ (Bengaluru)થી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ, કાટમાળ નીચે દબાઈ જવાથી 3 કામદારોએ જીવ ગુમાવ્યા, જ્યારે ઘણા લોકો હજુ પણ ફસાયેલા છે. ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમ દ્વારા ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પ્રશાસનની ટીમ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ ઘટના મંગળવારે બેંગલુરુ (Bengaluru)ના હેન્નુર વિસ્તારમાં બની હતી, જ્યાં એક બિલ્ડિંગનું નિર્માણ ચાલી રહ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે આ નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. ઈમારતના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હતા. બચાવ ટીમે પુષ્ટિ કરી છે કે કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જો કે કાટમાળ નીચે ફસાયેલા અન્ય મજૂરોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Bomb Threats : વધુ એક ફ્લાઈટમાં બોમ્બ! એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિગ...

14 કામદારો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે...

આ અકસ્માત અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હજુ પણ 14 લોકો ઈમારતના કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે અને અન્ય એજન્સીઓની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આખી ઇમારત તૂટી પડી હતી, ત્યારબાદ લોકો તેની નીચે ફસાયા હતા. ફાયર અને ઈમરજન્સી વિભાગની બે વાન બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Train Accident : મુસાફરી કરતા પહેલા સાચવજો! વધુ એક ટ્રેન પાટા પરથી ઉતરી...

NDRF-SDRF ની ટીમો રાહત કાર્યમાં લાગી...

NDRF અને SDRF ની ટીમો પણ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. ક્રેનની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. બચાવ કાર્યમાં લાગેલા કામદારો કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધીને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ અંગેના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો : Maharashtra : 'બટેંગે તો કટંગે', CM યોગી આદિત્યનાથના પોસ્ટર વાયરલ... Video

Tags :
Advertisement

.

×