Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

YouTube માંથી પૈસા કમાવવા થશે સરળ…આ નવું ફીચર કરશે મદદ

YouTube માં આવ્યું આ નવું ફીચર્સ YouTube Hype Button કેવી રીતે કામ કરશે? ચેનલ પરના વિડિયોને "હાઇપ" કરી શકશે YouTube:આજે YouTube દરેક ઉંમરના લોકો માટે જરૂરી બની ગયું છે. મનોરંજન હોય કે સમાચાર, રસોઈ હોય કે સ્વાસ્થ્ય હોય, દરેક...
youtube માંથી પૈસા કમાવવા થશે સરળ…આ નવું ફીચર કરશે મદદ
  • YouTube માં આવ્યું આ નવું ફીચર્સ
  • YouTube Hype Button કેવી રીતે કામ કરશે?
  • ચેનલ પરના વિડિયોને "હાઇપ" કરી શકશે

YouTube:આજે YouTube દરેક ઉંમરના લોકો માટે જરૂરી બની ગયું છે. મનોરંજન હોય કે સમાચાર, રસોઈ હોય કે સ્વાસ્થ્ય હોય, દરેક વ્યક્તિ યુટ્યુબ પર પોતાની પસંદગીનું કન્ટેન શોધી અને બનાવે છે. આને ધ્યાનમાં રાખીને, YouTube એ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક નવું Hype Button લોન્ચ કર્યું છે.

Advertisement

YouTube હાઇપ બટન કેવી રીતે કામ કરશે?

યુટ્યુબે ટ્રાયલ બાદ બુધવારે પોતાના યુઝર્સ માટે આ નવું ફીચર એક્ટિવેટ કર્યું છે. મળતી માહિતી મુજબ નવા અને ઉભરતા સર્જકોને આ નવી સુવિધાનો લાભ મળશે. હકીકતમાં, ઘણી વખત નવા સર્જકો, સારી સામગ્રી હોવા છતાં, મોટી સંખ્યામાં દર્શકો સુધી પહોંચી શકતા નથી. યુટ્યુબ મુજબ, જો કોઈ ચેનલના 5 લાખથી ઓછા સબ્સ્ક્રાઇબર્સ હોય, તો દર્શકો ચેનલ પરના વિડિયોને "હાઇપ" કરી શકશે, જેની અસર YouTube પર વિડિયોને શેર કરવા અથવા લાઇક કરવા કરતાં વધુ પડશે.

Advertisement

આ પણ વાંચો -OTP Frauds અંગે સરકારેની ચેતવણી! કરોડો યૂઝર્સનાં સ્માર્ટફોન થઈ શકે છે હેક!

YouTube એ વિડીયોને પ્રમોટ કરશે જે હાઇપ પર જોવા મળશે

યુટ્યુબ મુજબ, જ્યારે દર્શક હાઇપ બટનને ટેપ કરે છે, ત્યારે આ હાઇપ્સ એકઠા થવાનું ચાલુ રહેશે અને તે વિડિઓ માટે લીડરબોર્ડ વધવા લાગશે. આ સિવાય યુઝર્સ નવા વિડિયો ઓપ્શનમાં અઠવાડિયાના સૌથી વધુ હાઈપ થયેલા વીડિયો જોઈ શકશે, જેથી તેઓ જાણી શકશે કે કઈ ચેનલોને સૌથી વધુ હાઈપ મળી છે. આ રીતે આ વીડિયો મહત્તમ દર્શકો સુધી પહોંચશે.

Advertisement

Tags :
Advertisement

.