Malaika Arora એ અર્જુન કપૂર સાથેના સંબંધ પર તોડ્યું મૌન, કહ્યું કે...
- Malaika Arora એ ઈન્ટરવ્યૂમાં અનેક ખુલાસા કર્યા
- Malaika Arora એ અફવાઓને સત્ય સાબિત કરી
- જીવનના આગળા પાસાઓ વિશે માહિતી શેર કરી
Malaika Arora Living With has no regrets : Malaika Arora એ 50 વર્ષની ઉંમરે પણ દેશના યુવાનો અને પુરુષોને મંત્રમુગ્ઘ કરે છે. તે સાથે 50 વર્ષની ઉંમરે પણ Malaika Arora નું નામ વિવિધ અભિનેતા સાથે જોડવામાં આવે છે. કારણ કે... તેણે વર્ષો પહેલા અરબાઝ ખાન સાથે છૂટાછેડા લઈને પોતાના લગ્નજીવનને અંત આપ્યો હતો. જોકે તેના લગ્નજીવનને અંત આપવાનું કારણ Malaika Arora નું અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ શરૂ થયો હોવાનું પણ સામે આવ્યું હતું. પરંતુ Malaika Arora એ વાતને અફવા ગણાવી હતી.
Malaika Arora એ ઈન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી
Malaika Arora એ છૂટાછેડા લીધા પછી અમુક મહિનાઓ બાદ એવી માહિતી સામે આવી હતી કે, Malaika Arora અને અર્જુન કપૂર એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે આ વાત સત્ય પણ સાબિત થઈ હતી. ત્યારબાદ લાંબાગાળા માટે Malaika Arora અને અર્જુન કપૂર એકસાથે લિવિંગ રિલેશ્નશિપમાં રહ્યા હતાં. પરંતુ તાજેતરમાં એવી અફવાઓ ઉડી હતી કે, Malaika Arora અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ચૂક્યું છે. ત્યારે Malaika Arora એ આ અંગે તાજેતરમાં ખુલીને વાત કરી છે.
Malaika Arora 💥🔥#MalaikaArora #MalaikaArora pic.twitter.com/RX8stceGQs
— Only Queens 🦋 (@AjayYad24551903) October 17, 2024
Malaika Arora એ ગ્લોબલસ્પા મેગેઝિન સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેને સંબંધ તૂટી જવાનો કોઈ અફસોસ નથી. કારણ કે... તે કોઈપણ અફસોસ રાખ્યા વિના જીવન પસાર કરવાનું પસંદ કરે છે. તેના જીવનમાં અનેક લોકોએ તેને આ પહેલા પણ એકલી છોડી છે. પરંતુ હું માનું છું કે મેં મારા જીવનને વ્યક્તિગત અને વ્યવસાયિક ધોરણે દરેક રીતે ખાસ આકાર આપ્યો છે. અને હું તેના માટે પોતાને ભાગ્યશાળી માનું છું.
આ પણ વાંચો: Emergency ફિલ્મ વિવાદનો આવ્યો અંત,આ તારીખે સિનેમાઘરોમાં થશે રિલીઝ
Malaika Arora એ અફવાઓને સત્ય સાબિત કરી
Malaika Arora અને અર્જુન કપૂરનું આ વર્ષની શરૂઆતમાં બ્રેકઅપ થયું હતું. જોકે આ અંગે ત્યારે ખુલાસો થયો હતો. જ્યારે સતત એકબીજા સાથે જોવા મળતા બંને વ્યક્તિએ એકબીજાના જન્મદિવસ ઉપર એકસાથે જોવા મળ્યા ન હતાં. તે ઉપરાંત Malaika Arora અને અર્જુન કપૂરે એકબીજાને શુભકામનાઓ પણ પાઠવી ન હતી. તો હવે, Malaika Arora એ અર્જુન કપૂર સાથેના તેના સંબંધ પણ પૂર્ણવિરામ લાગ્યું હોવાની અફવાઓને સત્ય સાબિત કરી છે.
View this post on Instagram
જીવનના આગળા પાસાઓ વિશે માહિતી શેર કરી
Malaika Arora એ બીજી તરફ પોતાના જીવનના આગળા પાસાઓ વિશે માહિતી શેર કરી છે. Malaika Arora એ ગ્લોબલસ્પા મેગેઝિનને કહ્યું કે, મેં ફિલ્મોમાં કેમિયો અને ગેસ્ટ અપિયરન્સની ભૂમિકાઓ ભજવી છે. પરંતુ મને સારી રીતે મહત્વપૂર્ણ પાત્ર ભજવવાનો અનુભવ મેળવવો ગમશે. હું આ અંગે વધુ સારા વિકલ્પો શોધી રહી છું. જોકે આ દિવસોમાં મલાઈકા અરોરા તેની આગામી ફિલ્મ 'હાઉસફુલ 5'ની તૈયારીમાં વ્યસ્ત છે.
આ પણ વાંચો: બે પત્નીઓનો પતિ મોતના મુખમાંથી હેમખેમ બહાર આવ્યો, જુઓ વીડિયો