Surat : કામરેજ ખાતે માલધારી સંસદ યોજાઈ, સમાજના અનેક પ્રશ્નોને લઈ થઈ ચર્ચા
- સુરતના કામરેજ ખાતે 13મી માલધારી સંસદ યોજાઈ
- માલધારી સંસદમાં લાલજી દેસાઈ,પાલ આંબલીયા હાજર
- માલધારી સમાજના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા આયોજન
સુરતના કામરેજ ખાતે માલધારી સંસદ યોજાઈ હતી. માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા 13 મી માલધારી સંસદ યોજાઈ હતી. માલધારી સંસદમાં માલધારી સમાજના આગેવાન લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલીયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલ માલધારી સંસદમાં માલધારી સમાજમાં ચાલતુ કુરિવાજો દૂર કરવા, ગૌચર પર થયેલા દબાણો દૂર કરવા, પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ બંધ કરવા, સમાજ શિક્ષણ વધે, સરકાર માલઢોર સાચવવા માટે વાડાઓ ફાળવે સહિતના અનેક માલધારી સમાજના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા સંસદ યોજાઈ હતી. માલધારી સમાજ પર થતા અન્યાયો દૂર કરવા અને નાનામાં નાના માલધારી સાથે થતા અન્યાયોને દૂર કરી ન્યાય અપાવવા માલધારી સંસદ યોજાઈ રહી છે. માલધારી સમાજના અનેક પ્રશ્નોને લઈ સંસદમાં ચર્ચા થઈ હતી. યોજાયેલ માલધારી સંસદમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો હાજર રહ્યા હતા.
લાલજી દેસાઈ - માલધારી આગેવાન
માલધારી સંસદમાં નાનામાં નાના વ્યક્તિને વાત મુકવાનો હક્ક
માલધારી આગેવાન લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, માલધારી સમાજે પોતાની જાગૃતિ માટે સમાજની એકતા, અખંડિતતા માટે થઈ સંસદની એક પ્રક્રિયા કરવી જોઈએ. સામાન્ય રીતે સભાઓ થતી હોય છે. ત્યારે નેતા ભાષણ કરીને જતા રહેતા હોય છે. પરંતુ માલધારી સંસદમાં માલધારી સમાજના એક નાનામાં નાના વ્યક્તિને પણ પોતાની વાત મુકવાનો હક્ક, ના સ્ટેજ હોય ન સન્માન હોય. સૌ એ જે છે સવાલો અને આવનાર ભવિષ્યની ચિંતા કરવાની. આજની સંસદમાં મુખ્યત્વે માલધારી સમાજ જ છે તેની એક-બે વર્ષની નહી પણ આવનાર 50-100 વર્ષ પછી એનું ભાવિ શું હશે. અને બધા જ સમાજ સાથે હળી મળીને કેવી રીતે રહી શકાય. તેમજ બીજાનો વિકાસ થાય અને માલધારી પાછળ ન રહી જાય. તેમજ આપણે બીજાને નાના ગણી આપણે મોટા છીએ તેવા અહમ પણ ન રાખીએ.
આ પણ વાંચોઃ Botad : ગઢડાના માંડવધાર ગામ પાસે છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત
ભગવાન ભોકળવા (સ્થાનિક માલધારી સમાજ આગેવાન)
ગુજરાતના દરેક તાલુકામાંથી લોકો પધાર્યા
સ્થાનિક માલધારી સમાજના આગેવાન ભગવાનભાઈ ભોકળવાએ જણાવ્યું હતું કે, માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા કામરેજ સુરત માલધારી સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માલધારી સંસદમાં માલધારીને લગતા નાના મોટા પ્રશ્નો જેવા કે એજ્યુકેશનના પ્રશ્નો, ગાયના પ્રશ્નો હોય, ગૌચરના પ્રશ્નો, રહેઠાણના પ્રશ્નો તેમજ સમાજ સાથે મળી જવાના ઘણા બધા પ્રશ્નો લોકો દ્વારા કરવામાં આવ્યા છે. લોકો દ્વારા જે પ્રશ્ન કરવામાં આવ્યા છે. એના પ્રશ્નનાં નિરાકરણ માટે માલધારી સંસદ એટલે કે આખા ગુજરાતમાંથી દરેક તાલુકામાંથી બે થી ત્રણ વ્યક્તિઓ અહીંયા પધાર્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad માં લોન રિકવરી બાબતે માર મારવાનો કેસ, માથાભારે શખ્સોએ કર્યો હતો હુમલો