દિલ્હી-શ્રીનગર SpiceJet ફ્લાઈટમાં ખામી સર્જાઇ, શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
- દિલ્હી-શ્રીનગર SpiceJet ફ્લાઈટમાં ખામી સર્જાઇ
- શ્રીનગર એરર્પોટ પર કરાઇ ઈમરજન્સી લેન્ડિંગ
- મુસાફરો સહિત ક્રૂ મેમ્બર સલામત
દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા શ્રીનગર એરર્પોટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ફ્લાઈટમાં 205 મુસાફરો, 4 બાળકો અને 7 ક્રૂ મેમ્બર હતા. સદનસીબે, બપોરે 3:27 વાગ્યે શ્રીનગર એરપોર્ટ પર વિમાનને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું, અને બધા મુસાફરો તેમજ ક્રૂ મેમ્બર સલામત છે.
દિલ્હી-શ્રીનગર SpiceJet ફ્લાઈટમાં ખામી સર્જાઇ
નોંધનીય છે કે દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. આ ફલાઇટના ક્રૂ મેમ્બરને પ્રેશરની સમસ્યા જણાતા તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગની માંગ કરી હતી. શ્રીનગર એરપોર્ટ પર વિમાન સુરક્ષિત લેન્ડિગ કરાવવામાં આવ્યું હતું, કોઇને ઇજા થઇ નથી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરો કે ક્રૂને તબીબી મદદની જરૂર પડી નથી. હવે વિમાનની ટેકનિકલ તપાસ કરવામાં આવશે જેથી ખામીનું કારણ જાણી શકાય.
SpiceJet, વધતી જતી ફ્લાઇટની ઘટનાઓ
છેલ્લા કેટલાક મહિનાઓમાં, હવાઈ સલામતી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ક્યારેક હવામાનને કારણે તો ક્યારેક ટેકનિકલ ખામીને કારણે વિમાનોને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે છે. જેના કારણે મુસાફરોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ.
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના, જેમાં 200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા.
હવે શ્રીનગર સ્પાઇસજેટ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 270 થી વધુ લોકોના મોત થયા હતા
12 જૂન, 2025 ના રોજ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા. આ વિમાન દુર્ઘટનામાં 270 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, પરંતુ ટેકઓફ કર્યા પછી તરત જ તે એક હોસ્ટેલમાં અથડાયું. આ અકસ્માતમાં હોસ્ટેલમાં રહેતા ઘણા વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા.
આ પણ વાંચો: Mahua Moitra : અમિત શાહનું માથું કાપીને....',TMC સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનથી વિવાદ