મલ્હાર ઠાકર અને પૂજા જોષીનો સંગીત સેરેમનીમાં રોમેન્ટિક ડાન્સ, જુઓ VIDEO
- ગુજરાતી ફિલ્મજગતના એક્ટર લગ્નના બંધનમાં બંધાશે
- મલ્હાર ઠાકર અને પૂજા જોષીના સંગીત સેરેમની યોજાઇ
- સેરેમનીની વીડિયો થયો વાયરલ
Malhar Thakar and Puja Joshi weeding:: ગુજરાતી ફિલ્મજગતના જાણીતા એક્ટર મલ્હાર ઠાકર (Malhar Thakar and Puja Joshi weeding)અને એક્ટ્રેસ પૂજા જોશી 26 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાવવાના છે, ત્યારે બંનેના લગ્નના સમાચાર સાંભળીને તેમના ફેન્સમાં એક અલગ જ ખુશી જોવા મળી રહી છે. આજે મલ્હાર ઠાકર અને પૂજા જોષીના સંગીત સેરેમનીની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. આ તસવીરો અને વીડિયોમાં મલ્હાર અને પૂજા રોમેન્ટિક ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ સિવાય કપલનો સંગીત લુક એકદમ સ્ટાઈલિશ છે.
આ સિવાય મલ્હાર ઠાકર માટે પૂજાના પિતાએ પહેલી મુલાકાત વિશે વાત કરી હતી, આ દરમિયાન પૂજાની માતાના આંખમાં ખુશીના આંસું જોવા મળ્યા હતા. આ સિવાય સંગીત સેરેમનીમાં પૂજા જોષીએ માતા-પિતા માટે ખાસ પર્ફોમન્સ કર્યું છે.
મલ્હાર અને પૂજાની
26 નવેમ્બરના રોજ મલ્હાર ઠાકર અને પૂજા જોષીના લગ્ન છે. બંનેએ થોડા દિવસો પહેલા જ સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની વાત શેર કરી હતી. પૂજા જોષીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે અને મલ્હાર લગ્ન કરવા જઈ રહ્યા છે. એક્ટ્રેસ પૂજા જોષીએ સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરીને આ ગુડ ન્યૂઝ આપ્યા હતા. તેણે મલ્હાર અને પોતાનો ફોટો શેર કરીને લખ્યુ હતું કે બધી જ અફવાઓને આરામ આપીએ છીએ. રીલથી રિયલ સુધી. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ! કાઉન્ટડાઉન શરૂ.'
ક્યારે થઈ પહેલી મુલાકાત ?
મલ્હાર અને પૂજાની પહેલી મુલાકાત વેબ સિરીઝ વાત વાતમાનું શૂટિંગ સમયે થઈ હતી. આ વેબ સિરીઝમાં બંનેની કેમિસ્ટ્રીના જોરદાર વખાણ કરવામાં આવ્યા હતા. વેબ સિરીઝ ‘વાત વાતમાં’ સિઝન વન અને ટુ બંનેમાં કામ કર્યુ છે. જેમાં કોરોના કાળ દરમિયાનની વાત અને સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય તેઓએ ફિલ્મ ‘વીર ઈશાનું સીમંત’માં એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. છેલ્લે તેઓ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘લગ્ન સ્પેશ્યલ’ માં કપલની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં.
કેવી રીતે વાતચીત શરૂ થઈ?
તેઓ વેબ સિરીઝ ‘વાત વાતમાં’શૂટીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન જ તેઓ પહેલીવાર મળ્યા અને તેમની સાથે એક કો સ્ટારની જેમ વાત શરૂ થઈ હતી. પૂજાએ જ્યારે પહેલીવાર મલ્હારને હેલ્લો કહ્યું ત્યારે મલ્હારે કહ્યુ કે ચલ કોફી પીએ ? બસ આ રીતે વાતચીતની શરૂઆત થઈ. ફિલ્મના સેટ પર કોસ્ટાર પછી તેઓ ધીરે ધીરે પાકા મિત્રો બની ગયા. બસ આ રીતે તેમની વાતચીત ધીરે ધીરે શરૂ થઈ.. કોફી ડેટ પર ગયા.. વારંવાર મળતા થયા અને વાત વાતમાં જ તેઓ એકબીજાના દિલની નજીક આવવા લાગ્યા. સામાન્ય વાતો કરતા કરતા મિત્રમાંથી ક્યારે એકબીજાના સોલમેટ બની ગયા તે ખબર જ ન રહી.