Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sansad માં વંદે માતરમ્ પર ચર્ચા, આગળના 2 છંદ ગાવા જોઈએઃ મલ્લિકાર્જુન ખડગે

રાષ્ટ્રીય ગાન વંદે માતરમ્ (Vande Mataram) ને લઈને સંસદમાં જોરદાર ઘમાસાણ મચ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યુ. જેનો જવાબ વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ આપ્યો હતો.
sansad માં વંદે માતરમ્ પર ચર્ચા   આગળના 2 છંદ ગાવા જોઈએઃ મલ્લિકાર્જુન ખડગે
Advertisement
  • Sansad માં ચર્ચાનો વિષયઃ વંદે માતરમ્
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જવાહરલાલ નહેરુ પર કર્યા પ્રહાર
  • વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કર્યા પલટવાર
  • મલ્લિકાર્જુન ખડગેઃ વંદે માતરમની આગળની 2 પંક્તિ ગાવી જોઈએ

Sansad માં હાલ સાંસદો વચ્ચે ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે વંદેમાતરમ્ ગીત. લોકસભામાં રાષ્ટ્રીય ગાનને લઈને પક્ષ-વિપક્ષના સાંસદો ઘમાસાણ કરી રહ્યા છે. સરકારી શાળાઓ અને સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રીય ગાન કેટલું ગાવું. રાષ્ટ્રીય ગાનમાંથી કેટલીક પંક્તિઓને ઘટાડવાની માગ પર ગૃહમાં વાર-પલટવાર થઈ રહ્યો છે. એક બાજું કેન્દ્ર સરકાર સમર્થિત NDA ગઠબંધન વંદે માતરમની કડીઓને ટૂંકી કરવાનો વિરોધ કરી રહ્યું છે. અને પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ (Jawaharlal Nehru) ને તેની માટે જવાબદાર ઠેરાવી રહ્યું છે. તો બીજી બાજુ વિપક્ષના સાંસદો જોરશોરથી સરકારના આરોપોને નકારી રહ્યા છે. આ તમામ પ્રક્રિયા વચ્ચે વિપક્ષ નેતા મલ્લિકર્જુન ખડગે (Mallikarju Khadge) એ એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો- PM Modi એ NDA સાંસદોને કહી ખાસ વાત, સંસદીય પક્ષની બેઠકમાં જાણો શું સંદેશ આપ્યો

Advertisement

Sansad માં મલ્લિકાર્જુન ખડગે (Mallikarju Khadge) નું નિવેદન

ગૃહમાં ચર્ચા દરમિયાન વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અગાઉની કોંગ્રેસ વર્કિંગ કમિટી (Congress Working Committee) એ એક પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ પ્રસ્તાવમાં કહેવાયું હતું કે, રાષ્ટ્રીય સમારોહમાં વંદે માતરમ ગીત ગાવામાં આવે. અને રાષ્ટ્રીય ગાનના માત્ર આગળના બે છંદ જ ગાવામાં આવે. ખડગેએ કહ્યું કે, આ વર્કિંગ કમિટીમાં જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, મૌલાના આઝાદ, નેતાજી સુભાસચંદ્ર, સરદાર વલ્લભભાઈ પટેલ, ગોવિંદ વલ્લભપંત જેવા નેતાઓ સામેલ હતા. પોતાની વાત આગળ વધારતા ખડગેએ અમિત શાહને પ્રત્યોત્તર આપ્યો કે, તમે આ બધા જ નેતાઓનું અપમાન કરી રહ્યા છો. જેમણે સાથે મળીને આ નિર્ણય લધો હતો. મલ્લિકાર્જુન ખડગેએ સવાલ કર્યો કે, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી નહેરુજીને જ કેમ ટાર્ગેટ (Target) કરી રહ્યા છે.

Advertisement

Sansad VANDE MATARAM 01_GUJARAT_FIRST

ખડગેએ કહ્યું, નહેરુજીનું વારંવાર અપમાન કરવામાં આવે છે

સંસદમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આઝાદીની લડત દરમિયાન વંદે માતરમને સૂત્ર બનાવવામાં આવ્યું હતું. તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ કર્યો કે, તમારો ઈતિહાસ રહ્યો છે તમે હંમેશા આઝાદીની લડાઈ અને દેશભક્તિના ગીતોના વિરોધમાં જ રહ્યા છો. ખડગેએ કહ્યું કે, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમીત શાહ (Amit Shah) જવાહરલાલ નહેરુનું અપમાન કરવાનો કોઈ પણ મોકો છોડતા નથી.

આ પણ વાંચો- Jagadguru Rambhadracharya ના મમતા દીદી પર પ્રહાર, બાબરી મસ્જિદ નિર્માણ મુદ્દે આવ્યો ક્રોધ

Tags :
Advertisement

.

×