ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શખ્સે La Pino'z Pizza માંથી કર્યો ઓર્ડર, પિઝામાંથી નિકળ્યો મરેલો વંદો

આજના સમયમાં લોકોનું ખાન-પાનમાં ઘણો ફેરફાર જોવા મળે છે. અત્યારે ફાસ્ટફૂડનો જમાનો છે, ત્યારે ખાસ કરીને યુવાવર્ગ પિઝા, બર્ગર વધુ પસંદ કરે છે. ત્યારે કામરેજમાં જ્યારે એક શખ્સે પિઝીનો ઓર્ડર કર્યો તો તેને તેમા કઇંક એવું જોવા મળ્યું જે વિશે...
06:16 PM Oct 16, 2023 IST | Hardik Shah
આજના સમયમાં લોકોનું ખાન-પાનમાં ઘણો ફેરફાર જોવા મળે છે. અત્યારે ફાસ્ટફૂડનો જમાનો છે, ત્યારે ખાસ કરીને યુવાવર્ગ પિઝા, બર્ગર વધુ પસંદ કરે છે. ત્યારે કામરેજમાં જ્યારે એક શખ્સે પિઝીનો ઓર્ડર કર્યો તો તેને તેમા કઇંક એવું જોવા મળ્યું જે વિશે...

આજના સમયમાં લોકોનું ખાન-પાનમાં ઘણો ફેરફાર જોવા મળે છે. અત્યારે ફાસ્ટફૂડનો જમાનો છે, ત્યારે ખાસ કરીને યુવાવર્ગ પિઝા, બર્ગર વધુ પસંદ કરે છે. ત્યારે કામરેજમાં જ્યારે એક શખ્સે પિઝીનો ઓર્ડર કર્યો તો તેને તેમા કઇંક એવું જોવા મળ્યું જે વિશે જાણીને તમે ચોંકી જશો. જીહા, કામરેજના લા પીનોઝ પિઝામાં ગ્રાહકે પિઝાનો ઓર્ડર કર્યો તેમાથી વંદો મળી આવ્યો હતો. ગ્રાહકે જ્યારે આ જોયું ત્યારે તેણે સંચાલક સહિત સ્ટાફનો ઉધડો લઇ લીધો હતો.

જણાવી દઇે કે, ઓલપાડ તાલુકાના મોરથાણ ગામના કૌશિક દેસાઈ આજ રોજ પોતાની પત્ની સાથે કામરેજ ખાતે હોસ્પિટલમાં આવ્યા હતા. જોકે ભૂખ લાગતા નજીકમાં આવેલી લા પીનોઝ નામની પિઝાની રેસ્ટોરન્ટમાં ગયા હતા અને ત્યાં પિઝા ઓર્ડર કર્યો હતો. જોકે, ગ્રાહકને આપવામાં આવેલા પિઝામાં મરેલો વંદો નીકળતા ગ્રાહકે પિઝા રેસ્ટોરન્ટના સંચાલકને અને સ્ટાફને ફરિયાદ કરી હતી અને તમામનો ઉધડો લઇ નાખ્યો હતો. ગ્રાહકે ત્યારબાદ આખી ઘટનાનો વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

જોકે, લા પીનોઝ પિઝા છેલ્લા અઢી વર્ષથી કામરેજ ખાતે પોતાની બ્રાન્ચ ચલાવે છે અને અઢી વર્ષમાં પ્રથમ વખત આવી ઘટના બની છે. ગ્રાહકની ફરિયાદ બાદ તુરંત જ બ્રાન્ચના સંચાલકો દ્વારા આખી રેસ્ટોરન્ટમાં સાફ સફાઈ અને ચેકિંગ હાથ ધર્યું હતું અને ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી હતી. જોકે સાફ સફાઈ અને ચેકિંગ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી કોઈ પણ પ્રકારના કીટકો મળી આવ્યા ન હોતા. રેસ્ટોરન્ટ મેનેજરનું માનીએ તો દર 15 દિવસે રેસ્ટોરન્ટમાં પેસ્ટ કન્ટ્રોલ કરવામાં આવે છે અને બહારથી જે શાકભાજી લાવવામાં આવે છે તે પણ ચેકિંગ કર્યા બાદ જમવાના ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે જે વંદો પિઝામાંથી નીકળ્યો એ કદાચ બહારથી ઉડી ને આવ્યો હોય તો એ CCTV ચેક કર્યા બાદ જ માલુમ થશે.

આ પણ વાંચો - VADODARA : ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાની હાજરીમાં ગરબા મહોત્સવની ભવ્ય શરૂઆત કરાઇ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BurgerCCTVcockroachCockroach in Pizzafast foodLa Pino's PizzaPizza
Next Article