Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

મણિપુરમાં Yumnam Khemchand Singh બનશે નવા CM, દિલ્હીમાં મળેલી બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી

મણિપુરમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા રાષ્ટ્રપતિ શાસન અને રાજકીય અનિશ્ચિતતાનો આખરે સુખદ અંત આવ્યો છે. દિલ્હીમાં હાઈકમાન્ડની હાજરીમાં મળેલી બેઠકમાં પક્ષના દિગ્ગજ નેતા યુમનામ ખેમચંદ સિંહના નામ પર આખરી મહોર મારવામાં આવી છે. બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા ખેમચંદ સિંહ હવે મણિપુરની કમાન સંભાળશે. આ ઐતિહાસિક પરિવર્તન પાછળ ભાજપની કઈ વ્યૂહરચના કામ કરી ગઈ, તે જાણવું ખૂબ જ રસપ્રદ છે.
મણિપુરમાં yumnam khemchand singh બનશે નવા cm  દિલ્હીમાં મળેલી બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી
Advertisement
  • દિલ્હીમાં અમિત શાહની હાજરીમાં ભાજપ વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણય (Yumnam Khemchand Singh)
  • મણિપુરમાં એક વર્ષથી ચાલી રહેલા રાષ્ટ્રપતિ શાસનનો હવે આવશે અંત
  • સિંગજામેઈ બેઠકના બે વખતના ધારાસભ્ય ખેમચંદ સિંહ સંભાળશે રાજ્યની કમાન
  • દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે સાંજે 5 વાગ્યે મળી હતી ધારાસભ્યોની બેઠક

મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય અટકળોનો અંત આવ્યો છે. દિલ્હીમાં મળેલી ભારતીય જનતા પાર્ટી ( BJP) ની મહત્વપૂર્ણ બેઠકમાં વરિષ્ઠ નેતા યુમનામ ખેમચંદ સિંહ (Yumnam Khemchand Singh) ને મણિપુર ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ નિર્ણય સાથે જ તેઓ મણિપુરના નવા મુખ્યમંત્રી [New CM of Manipur] બનશે તે નિશ્ચિત થઈ ગયું છે.

Yumnam Khemchand Singh : દિલ્હીમાં હાઈપ્રોફાઈલ બેઠક

મણિપુરમાં છેલ્લા એક વર્ષથી રાષ્ટ્રપતિ શાસન [President's Rule] હોવાથી મુખ્યમંત્રીનું પદ ખાલી હતું. આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે આજે સાંજે 5 વાગ્યે ભાજપ મુખ્યાલય ખાતે ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (નિતિન નવીન), ગૃહમંત્રી અમિત શાહ [Amit Shah], સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષ [BL Santhosh] અને સુનીલ બંસલ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી.

Advertisement

Advertisement

કોણ છે યુમનામ ખેમચંદ સિંહ?

યુમનામ ખેમચંદ સિંહ મણિપુર ભાજપના કદાવર નેતા છે. તેઓ સિંગજામેઈ વિધાનસભા બેઠક [Singjamei Constituency] પરથી સતત બે વાર (2017 અને 2022) ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ઈમ્ફાલ અને રાજધાની ક્ષેત્રમાં તેમની પકડ મજબૂત માનવામાં આવે છે. પક્ષે તેમના પર એવા સમયે ભરોસો મૂક્યો છે જ્યારે રાજ્યમાં સ્થિરતા અને મજબૂત નેતૃત્વની અત્યંત જરૂર છે.

રાજકીય અસ્થિરતાનો અંત

મણિપુરમાં ચાલી રહેલા સંઘર્ષ અને વહીવટી પડકારો વચ્ચે નવા નેતૃત્વની વરણી પક્ષ માટે વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે. કેન્દ્રીય નેતૃત્વની હાજરીમાં લેવાયેલા આ નિર્ણયથી રાજ્યમાં ફરી એકવાર લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર કાર્યરત થશે અને વિકાસના કાર્યોને વેગ મળશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો : India US Trade Deal: ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, ડેરી અને કૃષિ ક્ષેત્રને રક્ષણ અપાયું હોવાની સરકારની સ્પષ્ટતા

Tags :
Advertisement

.

×