Mansarovar Yatra ને લઇને ભારતે નેપાળનો વહેમ દૂર કર્યો, જાણો શું કહ્યું
- Mansarovar Yatra અંગે નેપાળના દાવાને ફગાવતું ભારત
- વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતનું વલણ સ્પષ્ટ કરી દીધું
- કૈલાશ માનસરોવર યાત્રા તિબેટમાં કૈલાશ પર્વત અને માનસરોવર સરોવરની યાત્રા છે
Mansarovar Yatra : કૈલાશ માનસરોવર યાત્રા સામે તાજેતરમાં નેપાળના વિદેશ મંત્રાલયે આ અંગે ભારત અને ચીનને એક નોંધ લખી છે. આમાં એવું કહેવામાં આવ્યું છે કે, કૈલાસ માનસરોવર યાત્રા લિપુલેખ પાસમાંથી પસાર થાય છે (Nepal Claim On Lipulekh), જે નેપાળનો એક ભાગ છે ,અને કોઈપણ પડોશી દેશને અમારી સંમતિ વિના તેનો ઉપયોગ કરવાનો અધિકાર નથી. જો કે, હવે ભારત તરફથી નેપાળનો વહેમ દૂર કરતું નિવેદન આપ્યું છે.
Mansarovar Yatra, આ કંઇ નવું નથી
હવે આ અંગે ભારતનો પ્રતિભાવ આવ્યો છે. ભારતે લિપુલેખ પર નેપાળના દાવાને ફગાવી દીધો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (MEA Spokesperson - Randhir Jaiswal) નેપાળના વલણને નકારી કાઢ્યું છે. તેમણે કહ્યું કે, લિપુલેખ પર ભારતનું વલણ સ્પષ્ટ છે (Indian Clarification On Lipulekh). તેમણે કહ્યું કે, કૈલાશ માનસરોવર યાત્રા 1954થી લિપુલેખ પાસનો ઉપયોગ એક માર્ગ તરીકે કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ કંઈ નવું નથી.
Our response to media queries regarding comments made by Foreign Ministry of Nepal on border issue in the context of the Kailash Mansarovar Yatra ⬇️
🔗 https://t.co/ouqMCjhwlb pic.twitter.com/hM7lJgh5Uc
— Randhir Jaiswal (@MEAIndia) May 3, 2026
આ પણ વાંચો - Bihar Bridge Collapse : ભાગલપુરમાં વિક્રમશિલા પુલ તૂટ્યો ! 200 કરોડ નદીમાં હોમાયો !
Mansarovar Yatra, સીમાઓનું એકપક્ષીય વિસ્તરણ 'અમાન્ય'
નેપાળનો દલીલ છે કે લિપુલેખ, કાલાપાણી અને લિમ્પિયાધુરા મહાકાલી નદીની પૂર્વમાં સ્થિત છે, અને તેથી 1816 ની સુગૌલી સંધિ હેઠળ નેપાળની સરહદોમાં આવે છે. ભારતે આના પર કહ્યું કે, આવા દાવા ન તો વાજબી છે, અને ન તો ઐતિહાસિક તથ્યો અને પુરાવાઓ પર આધારિત છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું કે, પ્રાદેશિક સીમાઓનું કોઈપણ એકપક્ષીય વિસ્તરણ 'અમાન્ય' છે.
વાતચીત માટે દરવાજા ખુલ્લા રાખ્યા
વિદેશ મંત્રાલયનો જવાબ દર્શાવે છે કે, ભારત દાયકાઓથી અપનાવી રહેલા વલણ પર પુનર્વિચાર કરવાનો કોઈ ઇરાદો ધરાવતો નથી. ભારતે વાતચીત માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'ભારત નેપાળ સાથે તમામ દ્વિપક્ષીય મુદ્દાઓ પર રચનાત્મક વાતચીત માટે તૈયાર છે, જેમાં રાજદ્વારી માધ્યમો દ્વારા પડતર સરહદ વિવાદોનો ઉકેલ લાવવાનો પણ સમાવેશ થાય છે.'
ચીન સાથે સંકલનમાં યાત્રા યોજાશે
કૈલાશ માનસરોવર યાત્રા તિબેટમાં કૈલાશ પર્વત અને માનસરોવર સરોવરની યાત્રા છે. ભારતીય વિદેશ મંત્રાલયે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, આ મુલાકાત ચીન સાથે સંકલનમાં જૂન અને ઓગસ્ટમાં થશે.
નોંધણી શરૂ કરી દેવામાં આવી
કુલ 1,000 યાત્રાળુઓ, 50-50 ના બેચમાં મુસાફરી કરશે, બે માર્ગોનો ઉપયોગ કરશે: સિક્કિમમાં નાથુ લા પાસ. અને બીજો ઉત્તરાખંડમાં લિપુલેખ પાસ દ્વારા છે. આનો અર્થ એ છે કે 500 યાત્રાળુઓ લિપુલેખ પાસમાંથી પસાર થશે. આ યાત્રા માટે ઓનલાઈન નોંધણી પહેલાથી જ શરૂ થઈ ગઈ છે, જેની અંતિમ તારીખ 19 મે છે.
પ્રવૃત્તિ કરવાથી દૂર રહેવા વિનંતી કરી
પરંતુ નેપાળ ચિડાય છે કારણ કે તેની પાસેથી કોઈ સલાહ લેવામાં આવી નથી. આ જ કારણ છે કે, નેપાળના વિદેશ મંત્રાલયે ભારત અને ચીન બંને સમક્ષ વાંધો ઉઠાવ્યો છે. નેપાળી વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે રાજદ્વારી માધ્યમો દ્વારા ભારત અને ચીન બંનેને પોતાની ચિંતાઓ જણાવી છે, અને પુનરોચ્ચાર કર્યો છે કે, લિપુલેખ નેપાળનો અભિન્ન ભાગ છે, અને બંને દેશોને ત્યાં કોઈપણ પ્રવૃત્તિ કરવાથી દૂર રહેવા વિનંતી કરી છે - પછી ભલે તે માર્ગ બાંધકામ હોય, સરહદ વેપાર હોય કે યાત્રાધામ હોય.
ભારત પોતાનું માને છે
જો કે, નેપાળ ગમે તેટલો વાંધો ઉઠાવે, જમીની વાસ્તવિકતામાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. નેપાળ લાંબા સમયથી લિપુલેખ પર દાવો કરી રહ્યું છે, જ્યારે ભારત તેને પોતાનું માને છે.
આ પણ વાંચો - Tracking Ex Online : બ્રેકઅપ બાદ પણ આ રાશિના જાતકોની પાર્ટનર પર નજર !


