દોહા સમિટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર
- Doha Summit: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાકિસ્તાને લગાવી ફટકાર
- દોહા સમિટમાં કેન્દ્રીય મંત્રીએ પાકિસ્તાન પર ભડક્યા
- પાકિસ્તાનના નિવેદન મામલે મંત્રી મનસુખ માંડવિયાએ વાંધો ઉઠાવ્યો
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે દોહામાં આયોજિત વિશ્વ સામાજિક વિકાસ સમિટ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા ભારત અંગે કરવામાં આવેલી કેટલીક અયોગ્ય ટિપ્પણીઓ પર સખત વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાને આ મંચ પર ભારત પર 'પાણીનો ઉપયોગ હથિયાર તરીકે' કરવાનો ખોટો આરોપ લગાવ્યો હતો.કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "પાકિસ્તાનને ભારતના આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી અને ત વૈશ્વિક પ્લેટફોર્મનો દુરુપયોગ બંધ કરવો જોઈએ."
VIDEO | Qatar: Union Minister of Labour and Employment Dr Mansukh Mandaviya (@mansukhmandviya), delivering National Statement at the Plenary Session of the 2nd World Summit for Social Development in Doha, said: "We take strong objection to certain unjustified references made by… pic.twitter.com/Ovw0vtJA8T
— Press Trust of India (@PTI_News) November 5, 2025
Doha Summit: આતંકવાદ અને આત્મનિરીક્ષણની સલાહ
મંત્રી માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન ભારતીય નાગરિકો સામે સરહદ પાર આતંકવાદ માં રોકાયેલું છે અને આવા પ્રચાર ફેલાવીને તે સામાજિક વિકાસ પરથી વિશ્વનું ધ્યાન હટાવવા માટે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યું છે.તેમણે પાકિસ્તાનને આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી, "તેણે તેના ગંભીર વિકાસ પડકારોનો સામનો કરવો જોઈએ, જેના કારણે તે આંતરરાષ્ટ્રીય સમુદાય પર સહાય માટે નિર્ભર બન્યું છે. પાકિસ્તાને એક સાર્વભૌમ રાષ્ટ્રની આંતરિક બાબતોમાં દખલ કરવાનું બંધ કરવું જોઈએ."જમ્મુ અને કાશ્મીરના મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી કે, જ્યાં સુધી ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો સવાલ છે, પાકિસ્તાનને ભારતના આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.
Doha Summit: સિંધુ જળ સંધિનો દુરુપયોગ
સિંધુ જળ સંધિ (Indus Water Treaty) ના સંદર્ભમાં, ડૉ. માંડવિયાએ કહ્યું કે પાકિસ્તાને સતત દુશ્મનાવટ અને સરહદ પાર આતંકવાદ દ્વારા આ સંધિની ભાવનાને નબળી પાડી છે. વધુમાં, પાકિસ્તાને ભારતના કાયદેસર પ્રોજેક્ટ્સને અવરોધવા માટે વારંવાર સંધિ પદ્ધતિનો દુરુપયોગ કર્યો છે.
ભારતની પ્રતિબદ્ધતા: મહિલા નેતૃત્વ અને SDGs
ડૉ. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું કે આ સમિટમાં સભ્ય દેશો દ્વારા અપનાવવામાં આવેલી રાજકીય ઘોષણા વૈશ્વિક પ્રાથમિકતાઓ સાથે સુસંગત છે. ભારત મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસ, પરંપરાગત દવા પ્રણાલીઓ, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અને સહકારી સંસ્થાઓ જેવા સમાવિષ્ટ વિકાસના એન્જિનોને માન્યતા આપવા માટે પ્રતિબદ્ધ છે.તેમણે કહ્યું કે, "અમારા આર્થિક વિકાસ અને સામાજિક વિકાસના માર્ગો ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs) અને આબોહવા પરિવર્તન પરની અમારી પ્રતિબદ્ધતાઓ સાથે જોડાયેલા છે. અમે સંયુક્ત રાષ્ટ્રના 17 ટકાઉ વિકાસ લક્ષ્યોના કાર્યસૂચિ માટે પ્રતિબદ્ધ છીએ."
આ પણ વાંચો: અમેરિકાએ ન્યુક્લિયર મિસાઇલનું પરીક્ષણ કર્યું, કેલિફોર્નિયાથી 'મિનિટમેન-3' છોડી!


