Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી Manu Bhaker નું તૂટયુ દિલ!

મનુ ભાકરનું નામ રમત મંત્રાલયની અંતિમ યાદીમાં નથી મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ મળશે નહીં. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી Manu Bhaker On Khel Ratna Award :પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics 2024)મનુ ભાકરે(Manu Bhaker) 2 મેડલ જીતીને દેશનું...
પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી manu bhaker નું તૂટયુ દિલ
Advertisement
  • મનુ ભાકરનું નામ રમત મંત્રાલયની અંતિમ યાદીમાં નથી
  • મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ મળશે નહીં.
  • આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી

Manu Bhaker On Khel Ratna Award :પેરિસ ઓલિમ્પિકમાં (Paris Olympics 2024)મનુ ભાકરે(Manu Bhaker) 2 મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. હવે ખેલ રત્ન (Khel Ratna)સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી રહી છે. મનુ ભાકરનું નામ રમત ગમત મંત્રાલય(Sports Ministry)ની અંતિમ યાદીમાં નથી. મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ મળશે નહીં. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. અગાઉ મનુ ભાકરે ખેલ રત્ન એવોર્ડ માટે અરજી કરી હતી, પરંતુ હવે નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે.

રમત મંત્રાલયની અંતિમ યાદીમાં નથી મનુ ભાકરનું નામ...!

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીની ફાઈનલ લિસ્ટ તૈયાર થઈ ગઈ છે. મનુ ભાકરનું નામ આ યાદીમાં નથી. જો કે, હજુ સુધી રમત મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર માહિતી આવી નથી. હવે મનુ ભાકરનું દર્દ છલકાયું છે. વાસ્તવમાં, આ સમાચાર પછી મનુ ભાકરે કહ્યું કે હું ખૂબ જ નિરાશ છું, મને ખેલ રત્નની અપેક્ષા હતી. તેણે કહ્યું કે ભલે હું એવોર્ડ ન મળવાથી દુઃખી છું, પરંતુ એક રમતવીર તરીકે હું મારૂ 100 ટકા આપવાનું ચાલુ રાખીશ. મારું સંપૂર્ણ ધ્યાન મારા લક્ષ્ય પર રહેશે. હું હંમેશા આ માટે સમર્પિત રહીશ.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Rohit Sharma Press Conference: મેલબોર્ન ટેસ્ટ પહેલા વિરાટના ખરાબ ફોર્મ પર રોહિતે કહ્યું, દિગ્ગજો પોતાનો રસ્તો જાતે તૈયાર કરે છે

મનુ ભાકરે ખેલ રત્ન પુરસ્કાર માટે અરજી કરી

ખરેખર, પહેલા સમાચાર આવ્યા હતા કે ફાઈનલ લિસ્ટ હજુ નક્કી નથી થયું. રમતગમત મંત્રી મનસુખ માંડવિયા એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેશે અને મનુનું નામ અંતિમ યાદીમાં હોવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે મંત્રાલયના નિયમો હેઠળ ખેલાડીઓને પણ પોતાનું નામાંકન જાતે ભરવાની છૂટ છે. જોકે, કમિટી એવા નામો પર પણ વિચાર કરી શકે છે જેમણે અરજી કરી નથી. ઉપરાંત, મંત્રાલયે દાવો કર્યો હતો કે મનુએ અરજી કરી નથી, પરંતુ મનુ ભાકરના પિતા રામકિશન ભાકરે દાવો કર્યો હતો કે મનુ ભાકરે ખેલ રત્ન પુરસ્કાર માટે અરજી કરી છે.

Tags :
Advertisement

.

×