Junagadh: જીવનો ખતરો છતા વોચમેને ન માની હાર, બુકાનીધારીઓએ દીવાલ કૂદીને ભાગવું પડ્યું
- જૂનાગઢના (Junagadh) માણાવદર મીતડી રોડ પર ચોરીનો પ્રયાસ
- બે અજાણ્યા બુકાની ધારી ચોરીના ઈરાદે મિલમાં ઘૂસ્યા
- વોચમેને બન્નેને રોકતા વોચમેનને માર્યો ઢોર માર
- મિલમાં રહેલ બાઈકની ચોરી કરવાનો કર્યો પ્રયાસ
- બે અજાણ્યા બુકાની ધારી CCTV કેમેરામાં થયા કેદ
- મિલમાં અન્ય કર્મચારી આવી જતા બન્ને દીવાલ કુદી ફરાર
- માણાવદર પોલીસ સ્ટેશનમાં વોચમેને નોંધાવી ફરીયાદ
Junagadh: જૂનાગઢ (Junagadh) જિલ્લામાં અવાર નવાર તસ્કરોનો આતંક સામે આવતો હોય છે. તસ્કરો જિલ્લા પોલીસની કામગીરી સામે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ફરી એક વાર ચોરીની ઘટના સામે આવી છે.
મિલમાં ઘૂસેલા બે બુક્કાધારીઓએ વોચમેન પર કર્યો હુમલો
મળતી માહિતી મુજબ જૂનાગઢ (Junagadh) જિલ્લાના માણાવદર તાલુકામાં મીતડી રોડ પર આવેલી ઓપેરા મિલમાં મોડી રાત્રે ચોરીનો મોટો પ્રયાસ થયો હતો. બે અજાણ્યા શખ્સો બુકાની ધારી હાથમાં લઈને મિલની અંદર ઘૂસી આવ્યા હતા અને ત્યાં પડેલી મોટરસાઇકલની ચોરી કરવાનો ઈરાદો ધરાવતા હતા.ઘટના દરમિયાન મિલના વોચમેન અચાનક જાગી ગયતા અને બંનેને રોકવાનો પ્રયાસ કર્યો. જેના જવાબમાં બંને આરોપીઓએ વોચમેન પર હુમલો કર્યો અને તેને બુકાનીના ધારી વડે ઢોર માર માર્યો હતો.
વોચમેન ઘાયલ થયા બાદ પણ હિંમત બતાવી
આ ઘટનામાં વોચમેન ઘાયલ થયા બાદ પણ તેમણે હિંમત બતાવી અને બૂમાબૂમ કરી.વોચમેનની બૂમાબૂમ સાંભળીને મિલમાં રહેતા અન્ય કર્મચારીઓ દોડી આવ્યા. આ જોઈને બંને આરોપીઓ ગભરાઈ ગયા અને મોટરસાઇકલ ત્યાં જ મૂકીને મિલની દીવાલ ફાંદીને ફરાર થઈ ગયા. આખો બનાવ મિલના CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે, જેમાં બંનેનો ચહેરો અને હલનચલન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ
ઘાયલ વોચમેને તાત્કાલિક સારવાર અપાઈ હતી અને તેમણે માણાવદર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. હાલ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો:Bhavnagar:કાળિયાબીડમાં આખલાઓનાં યુધ્ધને લઈને લોકોમાં ભય, લાખો રૂપિયા ખર્ચ્યા છતાં અંકુશ કેમ નહીં?


