Valsad: B.N. ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ, કાબૂમાં લેવી મુશ્કેલ બન્યું
- Valsad ના પારડીમાં કંપનીમાં લાગી ભીષણ(Massive fire) આગ
- બી.એન ઈન્ડસ્ટ્રીઝના યુનિટ-2માં લાગી ભીષણ આગ
- કંપનીમાં લાગેલી આગ બેકાબુ બનતા મેજર કોલ જાહેર
- જિલ્લાના ફાયર ફાઈટરોને કંપની પર પહોંચવા આદેશ
- ભીષણ આગને પગલે 8થી વધુ ફાયર ફાયટરો ઘટનાસ્થળે
- એલ્યુમિનિયમના ટીનને ક્રશ કરી પાવડર બનાવે છે કંપની
- 7 કલાકથી લાગેલી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીઓ
- પાવડરમાં આગ પકડી લેતા આગ વધુ વિકરાળ બની રહી
- આગ પર કાબુ મેળવવામાં 5 કલાક લાગશેઃ મામલતદાર
Valsad | વલસાડના પારડીમાં કંપનીમાં
લાગી ભીષણ આગ | Gujarat Firstવલસાડના પારડીમાં કંપનીમાં લાગી ભીષણ આગ
બી.એન ઈન્ડસ્ટ્રીઝના યુનિટ-2માં લાગી ભીષણ આગ
કંપનીમાં લાગેલી આગ બેકાબુ બનતા મેજર કોલ જાહેર
જિલ્લાના ફાયર ફાઈટરોને કંપની પર પહોંચવા આદેશ
ભીષણ આગને પગલે 8થી વધુ ફાયર ફાયટરો… pic.twitter.com/iW6hZg66zC— Gujarat First (@GujaratFirst) December 6, 2025
આગને કાબૂમાં લેવી મુશ્કેલ
મળતી જાણકારી અનુસાર પારડી તાલુકાના ઉમરસાડી ગામ નજીક આવેલી બી.એન. ઈન્ડસ્ટ્રીઝ યુનિટ-2 એલ્યુમિનિયમના ટીનને ક્રશ કરીને તેનો પાવડર બનાવવાનું કામ કરે છે. પ્રાથમિક માહિતી મુજબ, આ પાવડરમાં આગ પકડી લેતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. પાવડરની હાજરીને કારણે આગ વધુ વિકરાળ બની રહી છે, જેના પરિણામે ફાયર ફાઈટરોને આગ ઓલવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સતત પાણીનો મારો
ઘટનાની ગંભીરતા જોતા જિલ્લાના તમામ ફાયર ફાઈટરોને તાત્કાલિક અસરથી કંપનીના સ્થળે પહોંચવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. હાલમાં 8થી વધુ ફાયર ફાઈટરોની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને સતત પાણીનો મારો ચલાવી રહી છે. કંપની અને આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.


