ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dwarka : એસ્સાર કંપનીમાં લાગી ભયંકર આગ, ફાયર ફાયટરની ચારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે

Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના માંઢા નજીક આવેલી એસ્સાર કંપનીના કન્વેયર બેલ્ટ વિસ્તારમાં અચાનક આગ લાગી છે ફાયર બ્રિગેડને સૂચના મળતાં તાત્કાલિક 4થી વધુ ગાડીઓ પહોંચી અને તેમણે આગને નિયંત્રિત કરવાની કોશિશમાં લાગી છે. હાલમાં આગ પર આંશિક કાબૂ મેળવ્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કંપનીના સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયાનું માનવામાં આવી રહ્યું છે.
07:37 PM Oct 24, 2025 IST | Mujahid Tunvar
Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના માંઢા નજીક આવેલી એસ્સાર કંપનીના કન્વેયર બેલ્ટ વિસ્તારમાં અચાનક આગ લાગી છે ફાયર બ્રિગેડને સૂચના મળતાં તાત્કાલિક 4થી વધુ ગાડીઓ પહોંચી અને તેમણે આગને નિયંત્રિત કરવાની કોશિશમાં લાગી છે. હાલમાં આગ પર આંશિક કાબૂ મેળવ્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કંપનીના સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયાનું માનવામાં આવી રહ્યું છે.

Dwarka :  દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના માંઢા નજીક આવેલી એસ્સાર કંપનીના કન્વેયર બેલ્ટ વિસ્તારમાં આજે (24 ઓક્ટોબર, 2025) અચાનક આગ લાગી છે. જેનાથી કંપનીમાં દહેશતનું વાતાવરણ ઉભું થયું છે. આગના કારણે ભારે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાઈ ગયા છે. ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડની 4થી વધુ ગાડીઓ પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યુ છે. આગ લાગવાનું સાચું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

દ્વારકા જિલ્લાના નાના માંઢા નજીક આવેલી એસ્સાર કંપની (Essar Steel)ના કન્વેયર બેલ્ટ વિસ્તારમાં આગ લાગી છે. આ કન્વેયર બેલ્ટ કંપનીના મુખ્ય કાર્યો માટે વપરાય છે. આગના કારણે કંપનીના કર્મચારીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે . ફાયર બ્રિગેડને સૂચના મળતાં તાત્કાલિક 4થી વધુ ગાડીઓ પહોંચી અને તેમણે આગને નિયંત્રિત કરવાની કોશિશમાં લાગી છે. હાલમાં આગ પર આંશિક કાબૂ મેળવ્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કંપનીના સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- Valsad જિલ્લામાં વાતાવરણમાં પલટો, વાપી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

પ્રારંભિક તપાસમાં આગ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ કે કન્વેયર બેલ્ટની મિકેનિકલ ખામીને કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ વિગતવાર તપાસ ચાલુ છે. એસ્સાર કંપની, જે ઊર્જા અને સ્ટીલ ક્ષેત્રમાં મોટી ખેલાડી છે, તેના નાના માંઢા વિસ્તારમાં આવેલા પ્લાન્ટમાં આવી ઘટના ઔદ્યોગિક સેફ્ટી પર પ્રશ્નો ઉભા કરે છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર હાજર છે, અને કંપનીના અધિકારીઓ સાથે મળીને તપાસ કરાઈ રહી છે. આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે, અને તેમાં IT અને ઔદ્યોગિક કંપનીઓમાં ઇલેક્ટ્રિકલ ખામીઓ મુખ્ય કારણો છે.

નાના માંઢા જે દ્વારકા જિલ્લાનો ઔદ્યોગિક વિસ્તાર છે, ત્યાં આગના કારણે કંપનીના કાર્યો રોકાઈ ગયા છે. કંપનીમાંથી નિકળતો ઘુમાડો નજીકના ગામડાઓ સુધી પહોંચી ગયો છે. કર્મચારીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Vadodara : વડોદરાના મહેમાન બન્યા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

Tags :
#ConveyorBeltFire#DwarkaNanaMandha#EssarCompanyFire#GujaratIndustrialDisaster#SmokeClears #NoLossDwarkaDwarkaNewsFireBrigade
Next Article