Vadodara: અંકોડિયા ગામે આવાલા ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ
- Vadodara માં અંકોડિયા ગામમાં ગોડાઉનમાં લાગી આગ
- ફરાસખાનાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
- ખુલ્લા ખેતરમાં બનાવેલા ગોડાઉનમાં લાગી આગ
- ફાયર વિભાગના અધિકારીઓ પહોંચ્યા સ્થળ પર
- આગને કાબૂમાં લાવવાના પ્રયાસો કરાયા શરૂ
- ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા
Vadodara fire Incident: વડોદરા શહેર નજીકના અંકોડિયા ગામમાં એક ફરાસખાનાના ગોડાઉન((લગ્ન મંડપનો સામાન રાખવાની જગ્યા)માં ભીષણ આગ લાગતાં દોડધામ મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં મેળવી લેવાયો છે. જો કે લાખોનો સામાન બળીને રાખ થઈ ગયો છે.
લગ્ન મંડપનો સામાન બળી ખાખ થયો
પ્રાથમિક માહિતી મુજબ આ ગોડાઉનમાં લગ્ન અને અન્ય પ્રસંગોમાં ઉપયોગમાં લેવાતો ફરાસખાનાનો સામાન, જેમાં ટેન્ટનો કાપડ, ખુરશીઓ, ડેકોરેશનનો સામાન અને અન્ય જ્વલનશીલ વસ્તુઓનો સમાવેશ થતો હતો, તે રાખવામાં આવ્યો હતો. આ જ્વલનશીલ સામગ્રીને કારણે આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસના વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતુ. આગની તીવ્રતા એટલી ભયંકર હતી ધુમાડાના કાળા ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા.
આગ લાગવાનું કારણ અકબંધ
ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે આગની ગંભીરતા જોતાં એકસાથે અનેક ફાયર ટેન્ડરોને કામે લગાડ્યા હતા. આગને કાબૂમાં લેવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવ્યા હતા, પરંતુ ફરાસખાનાનો સામાન હોવાને કારણે ફાયર ફાઇટર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.