Surat: બારડોલીમાં 11થી વધુ ગોડાઉનમાં ભીષણ આગ, 15થી વધારે ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે
- બારડોલીમાં ભીષણ આગ
- 11થી વધુ ગોડાઉન બળીને ખાખ
- ધુમાડાથી સ્થાનિકોને શ્વાસ લેવામાં મુશ્કેલી
- 15 ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
- કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ
- ગોડાઉન માલિકોને મોટું નુકસાન, જાનહાનિ ટળી
Massive Fire in Surat: ગુજરાતમાં દિવસે દિવસે આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે સુરતના બારડોલી (Bardoli) માં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. બારડોલીની ધુલીયા ચોકડી ( Dhuliya Chowkdi) પાસે ભંગરના ગોડાઉનઓમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ (Fire) વધુ વિકરાળ બનતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જેના પગલે સ્થાનિકોને શ્લાસ લેવામાં પણ મુશ્કેલી સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે મોડી રાત્રે 11થી વધુ ગોડાઉનમાં આગ લાગી હતી. પ્લાસ્ટિક અને ભંગારના ગોડાઉનમાં આગ લાગવાથી આગ ભીષણ બની હતી. જેના પગલે તમામ ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા.
Surat: ફાયર વિભાગની 15થી વધુ ગાડી ઘટનાસ્થળે
આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાની સાથે જ તાત્કાલિક ધોરણે 15થી વધુ ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત હાથ ધરી હતી. બારડોલી, કામરેજ, વ્યારા,પી. ઈ.પી.એલ, હોજીવાલા સાહિતની ગાડીઓ ધ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટનાની જાણ પોલીસ અને પ્રસાસનના અધિકારીઓને થતા તેઓ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા. 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
તમામ ગોડાઉન બળીને ખાખ
ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિક અને ભંગારના 11 જેટલા ગોડાઉનમાં આગ લાગતા લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આગની ઘટનામાં ગોડાઉન માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચોઃ Winter Clothes: શિયાળામાં રાત્રે સ્વેટર પહેરીને સૂવું જોઈએ કે નહીં?, જાણો