ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજસ્થાનના જેસલમેર-જોધપુર હાઇવે પર ચાલુ બસમાં ભીષણ આગ,10-12 લોકો જીવતા ભૂંજાયા

રાજસ્થાનમાં જેસલમેર-જોધપુર હાઇવે પર ચાલુ બસમાં અચાનક આગ લાગતા ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં ત્રણ બાળકો અને ચાર મહિલાઓ સહિત આશરે 15 મુસાફરો દાઝી ગયા અને 10 થી 12 લોકો જીવતા બળી ગયા હોવાની આશંકા છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુઃખ વ્યક્ત કરીને ઘાયલોને તાત્કાલિક સહાય પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે અને તેઓ જેસલમેર જવા રવાના થયા છે.
07:20 PM Oct 14, 2025 IST | Mustak Malek
રાજસ્થાનમાં જેસલમેર-જોધપુર હાઇવે પર ચાલુ બસમાં અચાનક આગ લાગતા ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં ત્રણ બાળકો અને ચાર મહિલાઓ સહિત આશરે 15 મુસાફરો દાઝી ગયા અને 10 થી 12 લોકો જીવતા બળી ગયા હોવાની આશંકા છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુઃખ વ્યક્ત કરીને ઘાયલોને તાત્કાલિક સહાય પહોંચાડવાનો નિર્દેશ આપ્યો છે અને તેઓ જેસલમેર જવા રવાના થયા છે.
Jaisalmer Road Accident

રાજસ્થાનમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મંગળવારે બપોરે જેસલમેરથી જોધપુર જઈ રહેલી (Jaisalmer Road bus Accident) એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં, ત્રણ બાળકો અને ચાર મહિલાઓ સહિત આશરે 15  મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં આશરે 10 થી 12 લોકો જીવતા બળી ગયા હોવાની આશંકા છે.

Jaisalmer Road Accident: ચાલુ બસમાં લાગી ભીષણ આગ

આ દુઃખદ ઘટના બપોરે લગભગ 3:30  વાગ્યે જેસલમેર-જોધપુર હાઇવે પર થૈયત ગામ નજીક બની હતી. બસ જેસલમેરથી જોધપુર જવા રવાના થઈ હતી અને તેમાં કુલ 57 મુસાફરો સવાર હતા. લગભગ 20 કિલોમીટરનું અંતર કાપ્યા પછી, બસના પાછળના ભાગમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. ડ્રાઇવર કે મુસાફરો કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં જ, આગે આખા વાહનને પોતાની લપેટમાં લઈ લીધું હતું.અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને વધુ સારી સારવાર માટે જોધપુર રિફર કરવામાં આવ્યા છે. ઘટના બાદ પોલીસ અને પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ હતી.

Jaisalmer Road Accident: આ ઘટના અંગે મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ દુઃખદ ઘટના પર  દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તાત્કાલિક જેસલમેરના કલેક્ટર અને પોલીસ અધિક્ષક સાથે ફોન પર વાતચીત કરીને પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડવાના નિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રી શર્મા આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પોતે જેસલમેર જવા રવાના થયા છે.

આ પણ વાંચો:   લોક ગાયિકા મૈથિલી ઠાકુર BJPમાં જોડાયા: બિહારમાં અલીનગર બેઠક પરથી મળી શકે છે ટિકિટ

Tags :
AccidentBhajan Lal Sharmabus fireFatal FireGujarat FirstInjured PassengersJaisalmerJodhpur HighwayMultiple DeathsRajasthanROAD SAFETY
Next Article