અફઘાનના વિદેશ મંત્રી મુત્તકીની મુલાકાત બાદ મૌલાના અરશદ મદનીએ આપ્યું આ મોટું નિવેદન,જાણો શું કહ્યું...
- અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી aamir khan muttaqi ભારતના પ્રવાસે છે
- મુત્તકીએ મૌલાના અરશદ મદની સાથે મુલાકાત કરી
- આ મુલાકાતને અરશદ મદનીએ ઐતિહાસિક ગણાવી
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકી (aamir khan muttaqi) એ હાલમાં ભારતના પ્રવાસે છે. આજે તેમણે જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની સાથે મુલાકાત કરી હતી. મુત્તાકીએ દક્ષિણ એશિયાની સૌથી પ્રભાવશાળી ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થા ગણાતા દારુલ ઉલૂમ દેવબંદની પણ મુલાકાત લીધી હતી.મુત્તકીને મળ્યા બાદ મૌલાના અરશદ મદનીએ બંને દેશો વચ્ચેના સંબંધોને ધાર્મિક કે શૈક્ષણિક નહીં, પરંતુ ઐતિહાસિક ગણાવ્યા હતા. તેમણે કહ્યું, "મેં તેમને જણાવ્યું કે આપણો સંબંધ મદરેસા કે શિક્ષણ પૂરતો મર્યાદિત નથી. અફઘાનિસ્તાને ભારતની સ્વતંત્રતામાં પણ ફાળો આપ્યો છે. આપણા વડીલોએ ભારતના સ્વતંત્રતા સંગ્રામ માટે અફઘાન ભૂમિ પસંદ કરી હતી.
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી aamir khan muttaqi ભારતના પ્રવાસે
મદનીએ વધુમાં જણાવ્યું કે જે રીતે ભારતે અંગ્રેજોને હરાવ્યા, તે જ રીતે અફઘાનિસ્તાને યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા જેવી મહાશક્તિઓને પણ હરાવી. તેમણે કહ્યું કે, "તમે અમારી પાસેથી શીખ્યા કે સ્વતંત્રતા કેવી રીતે પ્રાપ્ત કરવી." આ મુલાકાત ભારતીય મુસ્લિમો, દારુલ ઉલૂમ દેવબંદ અને અફઘાનિસ્તાન વચ્ચેના ઊંડા સંબંધોનું પ્રતીક છે.મદનીએ જણાવ્યું હતું કે ધર્મથી આગળ વધીને વિશ્વના તમામ દેશોમાં સુમેળ અને શાંતિ હોવી જોઈએ. અહેવાલ મુજબ, તેમણે સ્પષ્ટતા કરી કે વાતચીતમાં કોઈ રાજકીય મુદ્દાઓ સામેલ નહોતા, પરંતુ પરસ્પર સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.સાથે જ તેમણે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું કે, ભારત હંમેશા એવી ફરિયાદ કરતું રહ્યું છે કે આતંકવાદીઓને અફઘાનિસ્તાનથી ભારતમાં મોકલવામાં આવે છે, પરંતુ આ બેઠક પછી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે અફઘાનિસ્તાનથી કોઈ આતંકવાદી ભારત આવશે નહીં.
aamir khan muttaqi સાથે મૌલાના મદનીની થઇ ખાસ મુલાકાત
અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકીએ આ મુલાકાત દરમિયાન વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે. તેમણે દારુલ ઉલૂમ દેવબંદમાં મળેલા ભવ્ય સ્વાગત માટે ભારતના લોકોનો આભાર માન્યો.મુત્તકીએ કહ્યું, "અમે અહીં નવા રાજદ્વારીઓ મોકલીશું અને આશા રાખીએ છીએ કે તમે પણ કાબુલ આવશો. દિલ્હીમાં મને જે પ્રકારનું સ્વાગત મળ્યું તેનાથી મને વિશ્વાસ મળે છે કે ભવિષ્યમાં ભારત-અફઘાનિસ્તાન સંબંધો વધુ ગાઢ બનશે. ભવિષ્યમાં આવી મુલાકાતો વધુ વધી શકે છે.દિલ્હીથી રોડ માર્ગે સહારનપુર પહોંચેલા મુત્તાકીનું સ્વાગત દારુલ ઉલૂમ દેવબંદના મોહતમિમ (ચાન્સેલર) અબુલ કાસિમ નોમાની, મૌલાના અરશદ મદની અને અન્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સેંકડો વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો મુત્તાકીને મળવા ઉત્સાહિત હતા, જે અફઘાન નેતા માટે ભારતીય જમીન પરના ઉષ્માભર્યા પ્રતિભાવને દર્શાવે છે.
આ પણ વાંચો; ટેરિફ મામલે ચીને કર્યો પલટવાર, હવે અમેરિકાના સોયાબીનના જહાજો રોકી દીધા