ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળી બેઠક, સરહદી જિલ્લાઓની સ્થિતિની માહિતી મેળવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક મળી હતી.
01:09 AM May 10, 2025 IST | Vishal Khamar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક મળી હતી.
Gandhinagar news gujarat first

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને લઈ ગુજરાત સરકાર એલર્ટ મોડમાં છે. ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશેન સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત જિલ્લા વહીવટી વડા, પોલીસ તંત્ર વગેરે સાથે સમીક્ષા બેઠક કરી હતી.

પાકિસ્તાન સામેના યુદ્ધમાં ગુજરાત સરકાર દરેક પડકાર માટે તૈયાર છે. વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. ગુજરાતની સરહદી પરિસ્થિતિ સંદર્ભે વડાપ્રધાને માહિતી મેળવી હતી. તેમજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સવારે હાઈલેવલ બેઠક યોજાઈ હતી. ગુજરાત ફ્રન્ટીયરના ત્રણ સેનાના અને બીએસએફના અધિકારી હાજર રહ્યા હતા. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓની રજાઓ રદ્દ કરાઈ હતી. તેમજ પરવાનગી વિના હેડક્વાર્ટર ન છોડવા માટે નિર્દેશ અપાયા હતા.

ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ

સો. મીડિયા પોસ્ટ કરનાર સામે કડક પગલા લેવાનો નિર્ણય કરાયો હતો. તેમજ ફેક ન્યૂઝ-આર્મી મુવમેન્ટ અંગેની પોસ્ટ કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 15 મે સુધી ફટાકડા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સ્ટેટ ડિઝાસ્ટર ઈમરજન્સી સેન્ટર ખાતે 3 IAS ની નિયુક્તિ કરાઈ હતી. તેમજ ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ હતી. તેમજ આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી પર સરકાર નજર રાખશે. સંગ્રહખોરી ન કરવા માટે તમામ ડીલરો-વેપારીઓને તાકીદ કરી હતી.

154 મેડિકલ ઓફિસરોને સરહદી જિલ્લામાં નિયુક્તિ કરાઈ

તેમજ સરહદી જિલ્લાના શિક્ષકોને હેડક્વાર્ટર ન છોડવા નિર્દેશ અપાયા છે. તેમજ રાજ્યની 542 એમ્બ્યુલન્સનું સંચાલન 108 ને સોંપવામાં આવ્યું છે. તેમજ સરકારી કર્મીઓ માટે સો. મીડિયા અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. સરહદી જિલ્લામાં 154 મેડિકલ ઓફિસરોની નિયુક્તિ કરવામાં આવી છે.

કોઈપણ સમાચાર ની ખાતરી કર્યા વગર ન મુકવા સૂચના

હાલની વર્તમાન સ્થિતિને લઈ સોશિયલ મીડિયાના ઉપયોગ માટે સરકારી કર્મચારીઓ માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ અધિકારી લિક, ડોક્યુમેન્ટ ડાઉલોડ કરવુ નહી. તેમજ ઓફીશિયલ ડોક્યુમેન્ટ, આઈડી કાર્ડ તથા ઈન્ટરનલ મટિંગના ફોટા પોસ્ટ ન કરવા સૂચના આપી છે. કર્મચારીઓએ પોતાનો રાજકીય મત વ્યક્ત કરવો નહી. કોઈપણ સમાચારની ખાતરી કર્યા વગર ન મુકવા સૂચના આપી છે. તેમજ વોટ્સએપ પર કંટેન્ટ ફોરવર્ડ કરતા પહેલા ખરાઈ કરવી. પૂર્વ મંજૂરી વગર સોશિયલ મીડિયા પર વિભાગનું પેજ ન બનાવવા સૂચના આપી છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ તમામ વિભાગના વડાઓને પત્ર લખ્યો છે.

હાલની સ્થિતિમાં સરકારના બધા જ કર્મચારીઓની રજા રદ

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે. અધિકારી- કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક(હેડ ક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં એરફોર્સ, નેવી, આર્મી, બીએસએફ, કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે. આપણા ગુજરાતમાં રહેલ સેનાઓ સાથે રાજ્ય સરકાર સંકલનમાં રહેશે. તેમજ સેનાને જે પણ જરૂરિયાત હશે. તે રાજ્ય સરકાર પુરી પાડશે. આપણા તમામ જિલ્લાઓના વહીવટી તંત્ર સજ્જ છે. તંત્ર દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવે તેને અનુસરવા માટે સૌને અપીલ છે.

આ પણ વાંચોઃ India Pakistan War : તેલંગાણા સરકારે લીધો મોટો નિર્ણય, દિલ્હીમાં શરૂ કર્યો કંટ્રોલ રૂમ

ગુજરાતમાં 4 લોકો પર FIR નોંધાઈ

ગાંધીનગર ખાતે મળેલ ઉચ્ચસ્તરીય બેઠક બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, દેશ વિરોધી સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનારા સામે FIR દાખલ કરવામાં આવશે. તેમજ ગુજરાતમાં 4 લોકો પર ઓફઆઈઆર નોંધાઈ છે. તેમજ સેનાનું મનોબળ તોડનારી સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનારા સામે ફરિયાદ નોંધવામાં આવશે. કોઈપણ વાંધાજનક સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનારા સામે પગલાંઓ લેવાશે.

પુરવઠા વિભાગને રાજ્ય સરકારનો મહત્વનો નિર્દેશ

મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સંપૂર્ણ પ્રબંધ કર્યો છે. તેની વિગતો આપતાં અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવ આર. સી. મીનાએ જણાવ્યુ છે કે, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે દરેક જિલ્લા કલેક્ટરઓને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ માટે ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ રાજ્ય સરકાર તથા દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા દરરોજ કરવામાં આવે છે. આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકિંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે માટે તમામ વિક્રેતા, રિટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટરઓને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ LIVE: India Pakistan Attack : પાકિસ્તાને કાશ્મીરથી ભૂજ સુધી 26 સ્થળોએ ડ્રોન હુમલા કર્યા, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Tags :
border areaCM Bhupendra PatelGujarat FirstGUJARAT FIRST NEWSHome Minister Harshabhai SanghviIndia Pakistan WarState Emergency Meeting
Next Article