એક ટ્વિટથી રાજ્યના રાજકારણમાં ગરમાવો..! વાંચો સમગ્ર મામલો...
રાજ્યની રાજનીતિને લઈ મોટા સમાચાર સ્વ. અહમદ પટેલના પુત્રની ભાજપ નેતા સાથે મુલાકાત પ્રદેશ ભાજપ સી.આર. પાટીલને મળ્યા ફૈઝલ ફૈઝલ પટેલે સુરતમાં સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી રાજ્યના રાજકારણને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહમદ પટેલના પુત્ર...
02:32 PM Jun 07, 2023 IST
|
Vipul Pandya
રાજ્યની રાજનીતિને લઈ મોટા સમાચાર
સ્વ. અહમદ પટેલના પુત્રની ભાજપ નેતા સાથે મુલાકાત
પ્રદેશ ભાજપ સી.આર. પાટીલને મળ્યા ફૈઝલ
ફૈઝલ પટેલે સુરતમાં સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી
રાજ્યના રાજકારણને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી છે. ફૈઝલ પટેલે ખુદ સી.આર.પાટીલ સાથેની પોતાની તસવીરો ટ્વિટ કરી છે.
ફૈઝલ પટેલ અને સી.આર.પાટીલ સુરતમાં મળ્યા
કોંગ્રેસના કદાવર નેતા ગણાતા અહમદ પટેલનું રાજકીય કદ ખુબ જ ઉંચું હતું. હવે તેમના પુત્ર ફૈઝલ પટેલ સમાચારમાં આવ્યા છે. ફૈઝલ પટેલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથેની તસવીર ટ્વિટ કરતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ફૈઝલ પટેલ અને સી.આર.પાટીલ સુરતમાં મળ્યા હતા.
ફૈઝલ પટેલની આ મુલાકાતથી અનેક અટકળોને વેગ
ઉલ્લેખનિય છે કે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. હંમેશા ઇલેક્શન મોડમાં રહેતા ભાજપના નેતાઓ અને કાર્યકરો સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો કરતા રહે છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્ર ભાજપના પ્રદેશ પ્રમુખને મળે તે સમાચારથી રાજકારણ ગરમાયું છે. ફૈઝલ પટેલની આ મુલાકાતથી અનેક અટકળોને વેગ મળ્યો છે.
Next Article