Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: ઉધના મામલતદાર દ્વારા મેગા ડિમોલિશન, 2 હજાર ચોરસ મીટરમાં કરાયા હતા ગેરકાયદે દબાણો

સુરતના ઉઘના મામલતદાર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્રણ માળની બિલ્ડિંગને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવી હતી.
surat  ઉધના મામલતદાર દ્વારા મેગા ડિમોલિશન  2 હજાર ચોરસ મીટરમાં કરાયા હતા ગેરકાયદે દબાણો
Advertisement
  • સુરતમાં ઉધના મામલતદાર દ્વારા મેગા ડિમોલિશન
  • લિંબાયત ડુંભાલમાં 36 હજાર વાર સરકારી જમીન
  • 2 હજાર ચોરસ મીટરમાં કરાયા હતા ગેરકાયદે દબાણો
  • ઉધના મામલતદારની ટીમે પોલીસ સાથે મળી ડિમોલિશન કર્યુ

રાજ્યમાં સરકારી જમીનો પર અસમાજિક તત્વો દ્વારા કરવામાં આવતા દબાણો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે.સરકારી જમીનો પર અસમાજિક તત્વો દ્વારા કરવામાં આવતા ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે.જે અન્વયે સુરતના લિંબાયત સ્થિત ડુંભાલ ખાતે ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે.

Advertisement

સરકારી ULC ની જમીન પર કરવામાં આવેલ દબાણો દૂર કરાયા

ઉધના મામલતદાર એ.આર.નાયક ના જણાવ્યાનુસાર લીંબાયત સ્થિત ડુંભાલ ખાતે સરકારી ULC ની ફાજલ જમીન આવેલી છે.જે જમીન પર વિનોદ પટેલ સહિત ત્રણ પક્ષકારો દ્વારા ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા હતા.જે અંગેનો વિવાદ છેલ્લા ઘણા સમયથી કોર્ટમાં ચાલી આવ્યો હતો.વર્ષ 2021 માં નામદાર સુપ્રીમ અને હાઇકોર્ટ ચુકાદો સરકાર પક્ષે આપવામાં આવ્યો હતો અને સરકારી ULC ની ફાજલ જમીન પર કરવામાં આવેલ દબાણો દૂર કરવા આદેશ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચોઃ Gujarat Rain : અમદાવાદમાં સામાન્ય વરસાદે ખોલી તંત્રની પોલ, વરસાદી પાણી ભરાતા લોકો અટવાયા

કોર્ટના આદેશ બાદ ડિમોલિશન કરી જગ્યાનો કબ્જો મેળવવામાં આવ્યો

ડુંભાલ ખાતે 36 હજાર ચોરસ મીટર માં ULC ની સરકારી જમીન આવેલી છે. જે જગ્યામાં અગાઉના પક્ષકારો દ્વારા ત્રણ માળની ઇમારત સહિત બેઠી અન્ય મિલકત ઊભી કરી દેવામાં આવી હતી.જેમ ત્રણ માળની ઇમારત રેસીડેન્સી સહિત કોમર્શિયલ એક્ટિવિટી કરી ભાડાની વસૂલાત કરવામાં આવી રહી હતી. નામદાર કોર્ટમાં આદેશ બાદ જગ્યાનો કબજો લેવા તંત્ર અવારનવાર પક્ષકારોને નોટિસ બજાવવામાં આવી હતી.છતાં છેલ્લા ત્રણ વર્ષથી જગ્યાનો કબજો છોડવામાં આવ્યો નહોતો. જ્યાં અંતે કોર્ટના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત અને જિલ્લા કલેક્ટર ની ટીમને સાથે ULC ની સરકારી જગ્યામાં કરવામાં આવેલ ગેરકાયદે મિલકતોનું ડિમોલિશન કરી જગ્યાનો કબજો મેળવવામાં આવ્યો હતો.એટલું જ નહીં ગેરકાયદે દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Gandhinagar : GPSCએ નાયબ ખેતી નિયામકની પરીક્ષા રદ કરી, બંને પરીક્ષા આ તારીખે યોજાશે

Tags :
Advertisement

.

×