પરંતુ અલગ-અલગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોનું કહેવું છે કે, આ વરસાદ પડવાના કારણે ખેતીના પાકને જીવતદાન મળ્યું છે અને લોકોમાં પણ ખુશીનો માહોલ છે. સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.
વધુ વરસાદ મહિસાગર જિલ્લાના બાલાસિનોર
રાજ્યમાં સૌથી વધુ વરસાદ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં નોંધાયો હતો. અહીં 5.79 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી.
ભારે વરસાદના કારણે સ્થાનિક લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ જામ્યો હતો.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં 2.95 ઈંચ વરસાદ નોંધાયો
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં 2.60 ઈંચ વરસાદ નોંધાતા સ્થાનિક જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. આ ઉપરાંત કડવાલ તાલુકામાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો હતો.
સાઠંબા તાલુકામાં 1.38 ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે બાયડ તાલુકામાં 1.30 ઈંચ વરસાદ નોંધાયો હતો. કઠલાલ તાલુકામાં 1.26 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગોધરા તાલુકામાં પણ 1.10 ઈંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આ પણ વાંચો : Surat : દારૂની હેરાફેરી કરતા પતિ-પત્ની ઉત્રાણ પોલીસના સકંજામાં, રિક્ષામાંથી દારૂની 334 બોટલ ઝડપી પાડી