Mehsana : વડનગરમાં SMCના દરોડા બાદ PSI સસ્પેન્ડ, બે કર્મચારીની હેડ ક્વાર્ટર કરાઈ બદલી
Mehsana : વડનગર પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરીંગ સેલે 3 દિવસ અગાઉ દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો અને આ કેસમાં એસપીએ PSI ડી.એ. પરમારને સસ્પેન્ડ કરાયા છે. બેદરકારી બદલ અન્ય બે પોલીસ કર્મચારી મુકેશ ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ છે.
Advertisement
Mehsana : સ્થાનિક પોલીસ નિષ્ફળ જતાં SMCની ટીમે સતત બે દિવસ સુધી નાખ્યા હતા ધામા અને 3 લાખથી વધુની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. એસપી (SP) હિમાંશુ સોલંકી દ્વારા લેવાયા પગલાં. સ્થાનિકો પોલીસની બેદરકારી છતી થતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. તો મહેસાણા પોલીસબેડામાં હડકંપ મચ્યો છે.

