ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana Accident : વડનગર પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત, 2 ના મોત

Mehsana માં અકસ્માતની ઘટના ટ્રેક્ટર અને કાર વચ્ચે થયો અકસ્માત અકસ્માતમાં બાળક અને માતાનું મોત મહેસાણા (Mehsana) જિલ્લાના વડનગર નજીક મોઢાસણ ચોકડી પર આજે એક દુખદ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં દોઢ વર્ષના બાળક અને તેની માતાનું દુઃખદ...
09:00 PM Nov 16, 2024 IST | Dhruv Parmar
Mehsana માં અકસ્માતની ઘટના ટ્રેક્ટર અને કાર વચ્ચે થયો અકસ્માત અકસ્માતમાં બાળક અને માતાનું મોત મહેસાણા (Mehsana) જિલ્લાના વડનગર નજીક મોઢાસણ ચોકડી પર આજે એક દુખદ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં દોઢ વર્ષના બાળક અને તેની માતાનું દુઃખદ...
  1. Mehsana માં અકસ્માતની ઘટના
  2. ટ્રેક્ટર અને કાર વચ્ચે થયો અકસ્માત
  3. અકસ્માતમાં બાળક અને માતાનું મોત

મહેસાણા (Mehsana) જિલ્લાના વડનગર નજીક મોઢાસણ ચોકડી પર આજે એક દુખદ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં દોઢ વર્ષના બાળક અને તેની માતાનું દુઃખદ રીતે મૃત્યુ થયું. આ અકસ્માતે એક કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અથડામણ સર્જાઈ હતી, જેમાં કારમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.

Mehsana નજીક થયો અકસ્માત...

આ અકસ્માત આજે સવારે મોહસાણ ચોકડી નજીક મુખ્ય સડક પર થયો હતો. ટ્રેક્ટર અને કાર વચ્ચે ટકરાવ થતા આ દુર્ઘટના ઘટી હતી. કારમાં સવાર ત્રણ લોકો વચ્ચે બંને માતાપિતા અને તેમના બાળકનો સમાવેશ હતો. કારના ડ્રાઈવર, જે બાળકના પિતા હતા તેમને વધુ ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં દોઢ વર્ષના બાળક અને તેની માતાનું દુઃખદ મૃત્યુ થયું છે. જ્યારે પિતા બચી ગયા પરંતુ તેમને ગંભીર ઇજાઓ થઈ છે. આ ભયાનક અકસ્માતને કારણે સ્થાનિકોના ટોળાઓ એકઠા થઇ ગયા હતા.

આ પણ વાંચો : Maharashtra : CM ભૂપેન્દ્રભાઈ પટેલનો મુંબઈમાં ચૂંટણી પ્રચાર, ગુજરાતી સમુદાય સાથે કરી 'ચાય પે ચર્ચા'

પોલીસ ઘટના સ્થળે દોડી આવી...

મહત્વનું છે કે, અકસ્માત થતા ત્યાં હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી અને તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટનાને કારણે ટ્નેરાફિકની સમસ્યા પર સર્જાઈ હતી. પોલીસે અકસ્માતનું સાચું કારણ શું છે તેની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : Ahmedabad ની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ, કેમ્પના નામે કરી લોકો સાથે છેતરપિંડી...

Tags :
1.5 year old Child2 Deaths3 People in CarAccidentcarcollisionfatherGuajratGuajrati NewsHospitalizedInjuredMahesanaModhasan ChowkdimothertractorVadnagar
Next Article