Mehsana : સૈનિક સ્કૂલના ઉદ્ધાટન વખતે સીએમ પટેલનું મોટું નિવેદન, આવતીકાલથી ખેડૂતોને વળતર આપવા ફોર્મ ભરાશે
- Mehsana : ખેડૂતો માટે રાહતના સમાચાર: કાલથી ફોર્મ શરૂ, 22,000 રૂ. હેક્ટર દીઠ – સૈનિક સ્કૂલ ઉદ્ઘાટન પર મુખ્યમંત્રીનું નિવેદન
- બોરિયાવીમાં સૈનિક સ્કૂલનું લોકાર્પણ : કમોસમી વરસાદના નુકસાન માટે 10,000 કરોડની સહાય, દીકરીઓ પણ સેના તરફ
- ગુજરાતમાં 100 સૈનિક સ્કૂલોની મંજૂરી : ખેરાલુ ઓર્ગેનિક પ્લાન્ટ સાથે રાહત પેકેજની મોટી ઘોષણા
- મુશ્કેલીમાં ખેડૂતો સાથે સરકાર : 10,000 કરોડ પેકેજથી ખેડૂતોને રાહત, મહેસાણા સૈનિક સ્કૂલનું ભવ્ય ઉદ્ઘાટન
Mehsana : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બોરિયાવી ખાતે સાગર સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન વખતે કમોસમી વરસાદથી થયેલા નુકશાનનું વળતર બાબતે મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આશા છે કે આવતીકાલથી ખેડૂતોને નુકશાનીનું વળત આપવા માટે ફોર્મ ભરાવવાનું શરૂ થશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ પટેલ પણ ઉદ્ધાટન કાર્યક્રમમાં જોડાયા હતા.
અમિતભાઈ શાહે ઓનલાઈન આવીને સીએમ ભૂપેન્દ્ર પટેલનો ગુજરાતના ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનો પેકેજ જાહેર કરવા બદલ તેમનો અઆભાર માન્યો હતો. ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના બોરિયાવી ગામે સાગર સૈનિક સ્કૂલનું ભવ્ય ઉદ્ઘાટન કરતા કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાના વિશાળ રાહત પેકેજ અંગેની વાત કરી હતી. આ પેકેજથી રાજ્યના 251 તાલુકાઓમાં 16,500થી વધુ ગામોના ખેડૂતોને લાભ મળશે, જેમાં હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય અપાશે. મુખ્યમંત્રીએ કહ્યું, "મુશ્કેલીમાં તમારી સાથે સરકાર ઊભી છે," અને આશા વ્યક્ત કરી કે કાલથી ખેડૂતો માટે ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થશે.
આ પણ વાંચો- Amreli : પ્રાથમિક શાળાની શિક્ષિકાએ કરી અગમ્ય કારણોસર આત્મહત્યા
આજે એટલે કે 13 નવેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી સૈનિક સ્કૂલના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અમિતભાઈ શાહે કહ્યું કે, ઓક્ટોબરમાં પડેલા અભૂતપૂર્વ કમોસમી વરસાદે રાજ્યભરમાં પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. ગત બે દાયકામાં આવો વરસાદ જોવા ન મળ્યો હતો, જેના કારણે મગફળી, કપાસ, મગ અને અન્ય પાકોનું નુકસાન થયું હતું. ચર્ચાઓ હતી કે સહાય 5,000 કરોડથી વધુ નહીં થાય પરંતુ અમે તેને બમણી કરીને 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું. ઉલ્લેખનિય છે કે, આ પેકેજમાં હેક્ટર દીઠ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે અને 14 નવેમ્બરથી ઓનલાઈન પોર્ટલ ખુલશે, જ્યાં ખેડૂતો 15 દિવસમાં અરજી કરી શકશે.
Mehsana ના Boriyavi ગામે Sagar Sainik School નું ઉદ્ઘાટન | Gujarat First
CM Bhupendrabhai Patel ના હસ્તે કરાયું ઉદ્ઘાટન
દૂધસાગર ડેરી અને દૂરડા સંચાલિત છે સાગર સૈનિક સ્કૂલ
20 વીઘા જમીનમાં કરાયું છે સૈનિક સ્કૂલનું નિર્માણ
750 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન… pic.twitter.com/JG0FKMoeJs— Gujarat First (@GujaratFirst) November 13, 2025
તો મુખ્યમંત્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કહ્યું કે આ કુદરતી આપત્તિમાં સરકાર ખેડૂતોની ચિંતા કરે છે અને તેમને ઝડપથી બેઠી કરવા પ્રતિબદ્ધ છે. 9 નવેમ્બરથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી 15,000 કરોડથી વધુના મૂલ્યે લઘુત્તમ ટેકાના ભાવે શરૂ થઈ ગઈ છે, જેમાં પલળી ગયેલા પાકોની પણ ખરીદી કરાશે. આથી ખેડૂતોની ચિંતામાં ઘટાડો થયો છે. ખેડૂતોને આશા બંધાણી છે કે આ પેકેજથી તેમની આર્થિક મુશ્કેલીઓ ઘટશે.
સાગર સૈનિક સ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે આ સ્કૂલ ભાવિ પેઢીના નિર્માણ માટે બની છે. દેશમાં 100 સૈનિક સ્કૂલો માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાં દીકરીઓ પણ ભણીને દેશસેવામાં યોગદાન આપી રહી છે. આ સ્કૂલ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણને નવી ઊંચાઈ આપશે અને યુવાનોને સેનાના ક્ષેત્રમાં તૈયાર કરશે. ઉદ્ઘાટન પ્રસંગમાં સ્થાનિક ધારાસભ્યો, વહીવટી અધિકારીઓ અને હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot : ટેકાના ભાવે મગફળીની ખરીદી મામલે કલેક્ટરનું નિવેદન
28 સેન્ટરો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ
અત્યાર સુધીમાં 4,030 ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી
શાંતિપૂર્ણ રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે@CollectorRjt#Rajkot #FarmersBenefit #CollectorStatement #Agriculture… pic.twitter.com/WPyu0SpzvP— Gujarat First (@GujaratFirst) November 13, 2025
આ ઉપરાંત, મુખ્યમંત્રીએ ખેરાલુ તાલુકાના સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું લોકાર્પણ પણ કર્યું. આ પ્લાન્ટ 30 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને ઓર્ગેનિક ખાતર તથા જૈવિક ઉત્પાદનોનું નિર્માણ કરશે. આ પ્લાન્ટથી ખેડૂતોને જૈવિક ખેતી માટે સસ્તું અને ગુણવત્તાયુક્ત સાધનો મળશે, જે વાતાવરણીય સંરક્ષણ અને માટીની ફળદ્રુપતા વધારશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આવા પ્રોજેક્ટ્સથી ગુજરાતની ખેતી વધુ આધુનિક અને ટકાઉ બનશે.
આ પણ વાંચો- Khyati hospital જેવો મોટો કાંડ હવે Jamnagar માં બોલો, આટલા બધા ઓપરેશન કરી નાખ્યાં!


