Mahesana Collector : કલેકટરને છેતરવા નીકળેલા માથાભારે શખ્સનો દાવ ઊંધો પડ્યો, પ્રાંત અધિકારીએ FIR કરાવી
Mahesana Collector : સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટર અને IPS અધિકારીના આર્શીવાદથી માથાભારે બનેલા કડી તાલુકાના વેકરા ગામના મેહુલ રઘનાથભાઈ રબારી (Mehul R Rabari) સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. કરોડો રૂપિયાની જમીનમાં ખેલ કરનારો અને અમદાવાદના બિલ્ડરો પર હુમલો કરનાર મેહુલ રબારી કાયદાની જાળમાં ફસાયો છે અને આગામી દિવસોમાં કાયદાનો સંકજો વધુ કસાશે. કડી તાલુકાના વેકરા ગામે ખેતીની જમીનમાં સ્વીમીંગ પુલ સાથેનું ભવ્ય ફાર્મ હાઉસ બનાવનારા મેહુલ રબારી મહેસાણા કલેક્ટર (Mahesana Collector) ને છેતરવા જતાં ભરાઈ ગયો છે. ભ્રષ્ટાચારી IPS અને સ્થાનિક પોલીસે હવે મેહુલ રબારીથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહી છે.
કોણ છે માથાભારે મેહુલ રઘનાથભાઈ રબારી ?
વેકરાના પૂર્વ સરપંચ તરીકે ઓળખતો મેહુલ રઘનાથભાઈ રબારી છેલ્લાં કેટલાંય વર્ષોથી જમીન દલાલીનું કામ કરે છે. અમદાવાદ અને ગાંધીનગરને અડીને આવેલો મહેસાણા જિલ્લાના કડી તાલુકા (Kadi Mehsana) માં જમીનના વેપારમાં તેજી આવતા મેહુલનો જમાનો આવી ગયો. જમીન દલાલ મેહુલ રબારી રૂપિયાના જોરે સ્થાનિક પોલીસ અને મહેસુલ અધિકારીઓ બાદ IPS - IAS અધિકારીઓના સંપર્કમાં આવ્યો અને તે માથાભારે બની ગયો. અધિકારીઓના આર્શીવાદથી મેહુલ રબારી કરોડોની કિંમતની જમીનમાં વિવાદ (Land Dispute) નાંખીને બિલ્ડરો/જમીન માલિકોને પરેશાન કરવા લાગ્યો. તાજેતરમાં મેહુલ રબારીએ હુમલાખોરોને એકઠાં કરીને અમદાવાદના બિલ્ડર મનન પટેલ (Manan Patel Manan Motors) અને તેમના ભાગીદાર રિમ્પલ પટેલે ઉર્ફે મુખી (Rimpal Patel aka Mukhi) પર જીવલેણ હુમલો પણ કર્યો.
આ પણ વાંચો -અમદાવાદનું જુહાપુરા-સરખેજ ડ્ર્ગ્સ કારોબાર માટે કુખ્યાત, Nirlipt Rai ની ટીમે બે દિવસમાં 2 કેસ કર્યા
ભ્રષ્ટાચારી IPS મેહુલને છાવરતા હતા
અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડા તત્વોએ મચાવેલા આતંક બાદ Gujarat Police એ અસામાજિક તત્વો (Antisocial Elements) સામે અભિયાન શરૂ કર્યું હતું. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી બનાવી તેમની સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. મહેસાણા જિલ્લા પોલીસે (Mahesana Police) બનાવેલી ગુંડા તત્વોની યાદીમાં મેહુલ રઘનાથભાઈ રબારીનું નામ સામેલ હતું. આમ છતાં વૉન્ટેડ મેહુલ ભ્રષ્ટાચારી IPSના હાથ હોવાથી બિનધાસ્ત ફરતો રહ્યો અને બબ્બે બિલ્ડરોની હત્યા કરવા સુધીનો પ્રયાસ પણ કર્યો. અત્રે નોંધનીય છે કે, હુમલાની ઘટના બાદ રજા પર ઉતરી ગયેલા બાવલુ પોલીસ સ્ટેશનના પીઆઈ યોગરાજસિંહ અભેસિંહ પરમાર (PI Y A Parmar) ની તાજેતરમાં ડીઆઈજી તરૂણ દુગ્ગલે (Dr. Tarun Duggal) બદલી કરી છે. અગાઉ એક મહિલા પીએસઆઈની જિલ્લા ટ્રાન્સફર તેમજ ત્રણ વહીવટદારોની બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો -7 વર્ષથી અમદાવાદમાં ચૂંટણી/આધાર/પાન કાર્ડનો ધંધો કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરને Gujarat ATS એ પકડ્યો
મેહુલ કેવી રીતે કલેક્ટરને છેતરવા ગયો ?
બાવલુ પોલીસ સ્ટેશન (Bavlu Police Station) ખાતે નોંધાયેલા ગુનામાં જેલવાસ ભોગવી રહેલા મેહુલ રબારી સામે વધુ એક ફરિયાદ થઈ છે. ગત 28 માર્ચના રોજ મેહુલ રબારીએ વેકરા ગામે આવેલી ખેતીની જમીન પૈકીનો કેટલોક હિસ્સો બીનખેતી કરવા માટે Mahesana Collector Office માં અરજી કરી હતી. મહેસાણા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ (S K Prajapati) ને કરવામાં આવેલી અરજીમાં જમીનનો ઉપયોગ હાલ ખેતી માટે થઈ રહ્યો હોવાનું દર્શાવી કેટલાંક ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા. Mahesana Collector એ આ અરજી કડી મામલતદારને મોકલી આપી હતી. Kadi Mamlatdar એ સ્થળ તપાસ કરી ત્યારે જમીન પર સ્વીમીંગ પુલ સહિતના બાંધકામોવાળું ભવ્ય ફાર્મ હાઉસ મળી આવ્યું હતું. એટલે કે, ખેતીની જમીન પર અગાઉથી જ ગેરકાયદેસર બાંધકામ હતું. આ અંગેનો તપાસ અહેવાલ Mahesana Collector S K Prajapati ને મોકલી અપાયો હતો. ગત 8 મેના રોજ તપાસ અહેવાલ Mahesana Collector ને મળતા તેમણે પ્રાંત અધિકારી આશિષ મિયાત્રા (Ashish Miyatra) ને મેહુલ રબારી સામે કપટ કરવાની ફરિયાદ નોંધવવા આદેશ કરતા આ મામલે બાવલુ પોલીસે ગુનો નોંધ્યો છે.