Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana : લૂંટેરી દુલ્હનની ગેંગનો પર્દાફાશ ; ચાંદનીએ 15થી વધુ યુવકો સાથે લગ્ન કરી ₹52 લાખથી વધુની કરી ઠગાઈ

Mehsana : ગુજરાતમાં લગ્નના પવિત્ર સંબંધને લૂંટનું સાધન બનાવતી એક શાતર ગેંગનો આખરે પર્દાફાશ થયો છે. મહેસાણા જિલ્લાના બેચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદના છેડા રાજ્યના અનેક જિલ્લાઓ સુધી પહોંચ્યા અને પોલીસે મુખ્ય આરોપી “લૂંટેરી દુલ્હન” ચાંદની રાઠોડ સહિત ચાર જણની ધરપકડ કરી છે.
mehsana   લૂંટેરી દુલ્હનની ગેંગનો પર્દાફાશ   ચાંદનીએ 15થી વધુ યુવકો સાથે લગ્ન કરી ₹52 લાખથી વધુની કરી ઠગાઈ
Advertisement
  • Mehsana : ગુજરાતની “સિરિયલ લૂંટેરી દુલ્હન” ઝડપાઈ, 15 લગ્ન, 52 લાખની ઠગાઈ, બળાત્કારના ખોટા કેસની ધમકી
  • લગ્નના ચાર જ દિવસે દાગીના-રોકડ લઈ ફરાર : મહેસાણા પોલીસે ચાંદની અને તેની ગેંગને દબોચી
  • અમદાવાદના બે મેરેજ બ્યુરોની મદદથી ચાલતું કરોડોનું લગ્ન કૌભાંડ, ચાર આરોપીઓ ઝડપાયા
  • “પિતા બીમાર છે” નાટક કરી રફુચક્કર : ગુજરાતભરમાં 15 યુવકોને લૂંટનારી ચાંદની ગિરફ્તાર
  • ખોટા આધાર-એલ.સી.થી લગ્ન, પછી બળાત્કારના કેસની ધમકીઓ : મહેસાણા પોલીસે લૂંટેરી દુલ્હનની સમગ્ર ટોળકી ઝડપી

Mehsana : ગુજરાતમાં લગ્નના પવિત્ર સંબંધને લૂંટનું સાધન બનાવતી એક શાતર ગેંગનો આખરે પર્દાફાશ થયો છે. મહેસાણા જિલ્લાના બેચરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદના છેડા રાજ્યના અનેક જિલ્લાઓ સુધી પહોંચ્યા અને પોલીસે મુખ્ય આરોપી “લૂંટેરી દુલ્હન” ચાંદની રાઠોડ સહિત ચાર જણની ધરપકડ કરી છે.

અંતે Mehsana પોલીસને મળી સફળતા

આ ગેંગની કાર્યપદ્ધતિ અત્યંત શાતિર હતી. અમદાવાદના “શુભમ મેરેજ બ્યુરો” અને “જયમાડી મેરેજ બ્યુરો”ની મદદથી ભોળા યુવકોને લગ્નની લાલચ આપવામાં આવતી હતી. ચાંદની કે રશ્મિકા ખોટા આધારકાર્ડ, એલ.સી. અને નામ બદલીને લગ્ન કરતી હતી. લગ્ન પછી 2થી 5 લાખ રૂપિયા રોકડ અને દાગીના લઈને રાતો-રાત છૂમંતર થઈ જતી હતી. તે ઉપરાંત લગ્નના માત્ર 3-4 દિવસમાં “પિતા બીમાર છે” કે “ઘરે કોઈ ઇમરજન્સી છે” જેવા બહાના કાઢી ચાંદની કે રશ્મિકા પોતાના “બનેવી” (જે વાસ્તવમાં ગેંગનો સભ્ય હતો) સાથે નાસી છૂટતી હતી.

Advertisement

 આ પણ વાંચો-મહિલા સુરક્ષા માટે Ahmedabad Police ની મેગા ડ્રાઇવ : સાયન્સ સિટી રોડથી દાસ્તાન સર્કલ સુધી ફૂટ પેટ્રોલિંગ

Advertisement

જો કોઈ પીડિત પૈસા પાછા માંગતો કે છૂટાછેડા ન આપે તો તેને બળાત્કારનો ખોટો કેસ નાખવાની કે પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવતી હતી. આ ધમકીથી ડરીને મોટા ભાગના પીડિતો ચૂપ રહેતા હતા. આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બેચરાજીના આદીવાડા ગામના સચિન પટેલે ઓગસ્ટ-2025માં ચાંદની સાથે લગ્ન કર્યા અને ચાર જ દિવસમાં ચાંદની રૂ. 5 લાખ રોકડ તથા દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી. સચિને જ્યારે પૈસા પરત માંગ્યા તો વધુ 50 હજારની માંગણી અને બળાત્કારના કેસની ધમકી મળી હતી. આખરે સચિને બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યું કે ચાંદનીએ વાવ, ઈડર, પાટણ, બાવળા, રાજકોટ, મોરબી સહિત ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં 15થી વધુ લગ્ન કર્યા છે. ગેંગે અત્યાર સુધીમાં અંદાજે ₹52 લાખથી વધુની રકમ અને દાગીનાની લૂંટ ચલાવી છે. મહેસાણા SP હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે, “આ એક આંતરજિલ્લા ગેંગ હતી જે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને લગ્ન કરતી હતી. અમે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ પીડિતોની શોધખોળ ચાલુ છે. મેરેજ બ્યુરોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.”

હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની છેતરપિંડી, જાળી દસ્તાવેજો તથા ષડયંત્રની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે મેરેજ બ્યુરો દ્વારા લગ્ન કરતાં પહેલાં વર-વધૂના દસ્તાવેજોની ઊંડી તપાસ કરવી જોઈએ. તે ઉપરાંત તેમના ઘર સહિત માતા-પિતાની માહિતી મેળવવી જોઈએ.

ચાર આરોપીઓની ધરપકડ

ચાંદની રાઠોડ (મુખ્ય દુલ્હન)
સવિતાબેન (ચાંદનીની માતા)
રાજેશ (દલાલ)
રશ્મિકા (બીજી દુલ્હન તરીકે કામ કરતી મહિલા)

આ પણ વાંચો- Rajkot : જેતપુરમાં બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, એકનું મોત, એક ગંભીર રીતે ઘાયલ!

Tags :
Advertisement

.

×