ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mehsana : મીનાવાડા દર્શનાર્થે ગયેલા પરિવારને નડ્યો અકસ્માત, પૌત્ર સહિત દાદા-દાદીનું મોત

Mehsana -અમદાવાદ હાઇવે પર ઇકોનું ટાયર ફાટતા 3 નાં મોત પાટણથી મીનાવાડા દર્શનાર્થે જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત અકસ્માતમાં દાદા-દાદી અને પૌત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું મહેસાણા-અમદાવાદ હાઇવે (Mehsana-Ahmedabad highway) પર આજે ઇકો ગાડીમાં સવાર એક પરિવારને ગોઝારો...
11:18 PM Oct 27, 2024 IST | Vipul Sen
Mehsana -અમદાવાદ હાઇવે પર ઇકોનું ટાયર ફાટતા 3 નાં મોત પાટણથી મીનાવાડા દર્શનાર્થે જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત અકસ્માતમાં દાદા-દાદી અને પૌત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું મહેસાણા-અમદાવાદ હાઇવે (Mehsana-Ahmedabad highway) પર આજે ઇકો ગાડીમાં સવાર એક પરિવારને ગોઝારો...
  1. Mehsana -અમદાવાદ હાઇવે પર ઇકોનું ટાયર ફાટતા 3 નાં મોત
  2. પાટણથી મીનાવાડા દર્શનાર્થે જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત
  3. અકસ્માતમાં દાદા-દાદી અને પૌત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

મહેસાણા-અમદાવાદ હાઇવે (Mehsana-Ahmedabad highway) પર આજે ઇકો ગાડીમાં સવાર એક પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો હતો. ઇકો ગાડીનું ટાયર અચાનક ફાટી જતાં પરિવારનાં 3 સભ્યોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત ડ્રાયવર, સહિત અન્ય લોકોને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Banaskantha : 'સ્વરૂપજીને ચૂંટણી પ્રચાર કરતા કોણ રોકે છે તે હું જોઉ છું...' : અલ્પેશ ઠાકોર

પાટણથી મીનાવાડા દર્શનાર્થે જઈ રહ્યો હતો પરિવાર

મહેસાણા-અમદાવાદ હાઇવે (Mehsana-Ahmedabad highway) પર આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ, ઇકો ગાડીમાં બેસીને એક પરિવાર પાટણથી મીનાવાડા (Meenawada) દર્શનાર્થે ગયો હતો. દરમિયાન, મહેસાણા-અમદાવાદ હાઇવે પર જગુદન ચોકડી પાસે ઇકો ગાડીનું ટાયર અચાનક ફાટ્યું હતું. આથી, ઇકા કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પરિવારનાં દાદા-દાદી અને પૌત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો - Dahod : BJP નેતા પર 15 લોકોએ તલવારથી જીવલેણ હુમલો કર્યો

અકસ્માતમાં દાદા-દાદી અને પૌત્રનું ઘટના સ્થળે જ મોત

જ્યારે ઇકો કારનાં ચાલક અને અન્ય ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે અમદાવાદની (Ahmedabad) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતકોની ઓખળ જોશી જગદીશ પરસોત્તમભાઈ (ઉંમર 70 વર્ષ), જોશી સંતોશબેન જગદીશ (ઉંમર 70 વર્ષ) અને જોશી ધીરજ અનિલકુમાર પૌત્ર (ઉંમર 3 વર્ષ) તરીકે થઈ છે.

આ પણ વાંચો - Anand : 'અમારા દીકરાને પરત લાવી આપો...', સારસાનાં પ્રજાપતિ પરિવારની સરકારને ગુહાર!

Tags :
Ahmedabad HospitalBreaking News In GujaratiECO carEco Car AccidentGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMeenawadaMehsana-Ahmedabad highwayNews In GujaratiPatanRaod Accident
Next Article