Khyati Hospital વિવાદ મામલે મહેસાણા આરોગ્ય અધિકારીનો મોટો ઘટસ્ફોટ!
- 'ખ્યાતિ' હોસ્પિટલના ખતરનાક ખેલ અંગે વધુ એક મોટો ઘટસ્ફોટ! (Khyati Hospital)
- મહેસાણા આરોગ્ય અધિકારીએ કર્યો મોટો ખુલાસો
- "ખ્યાતિ હોસ્પિટલે SOPનું પાલન કર્યું હોય તેવું લાગતું નથી"
- "અન્ય જિલ્લામાં મેડિકલ કેમ્પ યોજવા હોય છે ખાસ SOP"
ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) વિવાદમાં એક બાદ એક મસમોટા અને ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. દરમિયાન વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે. મહેસાણા આરોગ્ય અધિકારીએ ખ્યાતિ હોસ્પિટલને લઈ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ખ્યાતિ હોસ્પિટલે SOP નું પાલન કર્યું હોય તેવું લાગતું નથી. અન્ય જિલ્લામાં મેડિકલ કેમ્પ (Free Medical Camp) યોજવા માટે ખાસ SOP હોય છે.
આ પણ વાંચો - Khyati Hospital સરકારી યોજનાનાં નામે કૌભાંડ કરવામાં કુખ્યાત છે : શક્તિસિંહ ગોહિલ
મહેસાણા આરોગ્ય અધિકારીનો મસમોટો ખુલાસો
અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં એક પછી એક ચોંકાનાવારા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે મહેસાણા (Mehsana) આરોગ્ય અધિકારીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. માહિતી અનુસાર, તેમણે કહ્યું કે, બીજા જિલ્લામાં મેડિકલ કેમ્પ યોજવા માટે ખાસ SOP નું અનુસરણ કરવાનું હોય છે. પરંતુ, ખ્યાતિ હોસ્પિટલનાં (Khyati Hospital) કેસમાં આ SOP નું પાલન કર્યું હોય તેવું લાગતું નથી.
આ પણ વાંચો - Khyati Hospital નાં ફ્રી મેડિકલ કેમ્પમાં મોટું કારસ્તાન! 65 વર્ષીય શખ્સે કહ્યું કે, મને આંખમાં તકલીફ હતી અને..!
"જો SOPનું પાલન ન કર્યાનું સિદ્ધ થશે તો કડક કાર્યવાહી"
મહેસાણા આરોગ્ય વિભાગનાં અધિકારીએ આગળ જણાવ્યું કે, જો SOP નું પાલન ન કર્યાનું સિદ્ધ થશે તો હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યકક્ષાએ ટીમ બનાવીને આ મામલે તપાસ હાથ ધરાશે. આરોગ્ય અધિકારીએ એવું પણ કહ્યું કે, મેડિકલ કેમ્પ યોજવા પહેલા હોસ્પિટલે મહેસાણા વહિવટી તંત્રની (Mehsana Administration) પરમિશન નથી લીધી.
આ પણ વાંચો - Khyati Hospital : ગ્રામજનોમાં રોષ, પૂર્વ DyCM નીતિન પટેલ હોસ્પિટલ પહોંચ્યા, બેઠકોનો દોર શરૂ!